________________
૧૪૨૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
नाणाविहकामरूवे वेउब्बिय-अच्छरगणसंघाए,
दीव-समुद्दे दिसाओ विदिसाओ चेइयाणि वणसंडे पव्वए य, गामनगराणि य आरामुज्जाण-काणणाणि य, સવ- સર- તા- વાવિ - ઢવિચ - ટેવ - સમ - प्पववसहिमाइयाहिं बहुकाई कित्तणाणि यपरिगेण्हित्ता परिग्गहं विपुलदवसारं देवावि सइंदगा न तित्तिं न तुठिं उवलभंति ।
अच्चंत-विपुल-लोभाभिभूयसन्ना,
वासहर-इक्खुगार-वट्टपव्वय-कुंडल-रूयगवरमाणुसोत्तर-कालोदधि-लवण-सलिल-दहपति-रतिकर अंजणकसेल-दहिमुह ओवाउप्पायकंचणक-चित्त-विचित्तजमकवर सिहरी कूडवासी,
વિક્રિયાલબ્ધિથી ઈચ્છાનુસાર રૂપ બનાવવાવાળી કામરૂપા અપ્સરાઓના સમૂહને, દ્વીપો, સમુદ્રો, દિશાઓ, વિદિશાઓ, ચૈત્યો, વનખંડો અને પર્વતોને, પ્રામ, નગર, આરામ, ઉદ્યાન અને કાનનોને, કૂપ, સરોવર, તળાવ, વાવડી, દીધિંકા, દેવકુળદેવાલય, સભા, પરબ, વસ્તી અને ઘણા કીર્તનીયસ્તુતિ યોગ્ય ધર્મ સ્થાનોને મહત્વપૂર્વક ગ્રહણ કરે છે અને આ પ્રકારના વિપુલ દ્રવ્યવાળા પરિગ્રહને ગ્રહણ કરીને ઈન્દ્રો સહિત દેવગણ પણ ન તૃપ્તિનો અને ન સંતોષનો અનુભવ કરી શકે છે. આ બધાં દેવ અત્યંત તીવ્ર લોભથી અભિભૂત સંજ્ઞાવાળા છે. એટલે વર્ષધરપર્વતો, ઈપુકારપર્વતો, વૃત્તવૈતાઢય પર્વતો, કુંડલ પર્વતો, રુચકવર પર્વતો, માનુષોત્તર પર્વતો, કાલોદધિ સમુદ્ર, લવણ સમુદ્ર, સલિલા (ગંગા આદિ મહાનદિઓ) દ્રહપતિ સરોવર, રતિકર પર્વતો, અંજનક પર્વતો, દધિમુખ પર્વતો, અપાત પર્વતો, ઉત્પાત પર્વતો, કાંચનક પર્વતો, ચિત્ર-વિચિત્રપર્વતો, યમકવર પર્વતો અને શિખરી કૂટ વગેરેમાં રહેવાવાળા આ દેવ પણ તૃપ્ત નથી થઈ શકતા તો પછી અન્ય પ્રાણીઓનું તો શું કહેવું ? વક્ષસ્કારો અને અકર્મભૂમિઓમાં તેમજ સુવિભક્તસારી રીતે વિભાગવાળી ભરત, એરવત આદિ પંદર કર્મભૂમિઓમાં નિવાસ કરવાવાળા ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, માંડલિક રાજા, ઈશ્વર, યુવરાજ, ઐશ્વર્યશાળી જન, તલવર-રાજમાન્ય અધિકારી, સેનાપતિ, ઈભ્ય, શ્રેષ્ઠી, રાષ્ટ્રિક, પુરોહિત કુમાર, રાજપુત્ર, દંડનાયકકોતવાલ, માંડલિક, સાર્થવાહ, કૌટુંબિક અને અમાત્યમંત્રી આ અને એમના સિવાય અન્ય મનુષ્ય પરિગ્રહનો સંચય કરે છે. તે પરિગ્રહ અનંત-પરિણામશૂન્ય છે, અશરણ છે, દુ:ખમય અંતવાળા છે, અદ્ભવ છે, અનિત્ય છે અને પ્રતિક્ષણ વિનાશશીળ હોવાથી અશાશ્વત છે. પાપકર્મોનું મૂળ છે, જ્ઞાનીજનો માટે ત્યાજ્ય છે, વિનાશનું મૂળ કારણ છે, અન્ય પ્રાણીઓનો વધ, બંધન અને કલેશનું કારણ છે અને પોતાના માટે અનંત સંકલેશ ઉત્પન્ન કરવાવાળા છે. પૂર્વોક્ત દેવ આદિ આ પ્રકારના ધન, કનક, રત્નો આદિનો સંચય કરતાં લોભથી ગ્રસ્ત થતાં અને સમસ્ત પ્રકારના દુ:ખોના સ્થાનરૂપ આ સંસારમાં પરિભ્રમણ કરે છે.
वक्खारअकम्मभूमिसु सुविभत्तभागदेसासु कम्मभूमिसु जेवियनराचाउरंत-चक्कवट्टीबलदेवा-वासुदेवा मंडलीया इस्सरा तलवरासेणावई इब्भा सेट्ठी-रट्ठिया-पुरोहिया कुमारा दंडणायगा गणनायगा माडंबिया सत्थवाहा कोइंबिया अमच्चा एए अन्ने य एवमाई परिग्गहं संचिणंति।
अणंत-असरणं दुरंतं अधुवमणिच्चं असासयं,
पावकम्मं नेमं अवकिरियव्वं, विणासमूलं-वह-बंधपरिकिले- सबहुलं अणंत - संकिलेस-कारणं,
ते तं धण-कणग-रयण-निचयं, पिंडी या चेव लोभघत्था संसारं अइवयंति सव्वदुक्खसन्निलयणं ।
- પૂ. આ. ૫, મુ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org