________________
આશ્રવ અધ્યયન
૧૪૧૧
वज्जरिसहनाराय-संघयणा, समचउरंससंठाण-संठिया, छाया-उज्जोवियंगमंगा, पसत्थच्छवी, निरातंका कंकग्गहणी कवोतपरिणामा, सउणि-पोस-पिढ्तरोरूपरिणया, पउमुप्पल-सरिस-गंधुस्सास सुरभिवयणा, अणुलोमवाउवेगा, अवदायनिद्ध-काला, अमयरस-फलाहारा, तिगाउयसमुसिया, ति-पलिओवमट्टितीया, तिन्नि य पलिओवमाइं परमाउं पालयित्ता तेवि उवणमंति मरणधम्म अवितित्ता कामाणं ।
पमया वि य तेसिं होंति सोम्मा सुजायसव्वंग सुंदरीओ पहाण महिलागुणेहिं जुत्ता,
તે વજૂઋષભનારીસંઘયણ અને સમચતુરગ્નસંસ્થાનના ધારક હોય છે. અંગ પ્રત્યંગ ક્રાંતિથી દૈદિપ્યમાન રહે છે. શરીરની ચામડી પ્રશસ્ત હોય છે. તે નિરોગી હોય છે અને કંક નામક પક્ષીની જેમ અલ્પ આહાર કરે છે તથા આહારને પરિણત કરવાની-પચાવવાની શક્તિ કબૂતર જેવી હોય છે. મલદ્વાર પક્ષી જેવું હોવાના કારણે મળત્યાગ વિસર્જન કરતાં ખરડાય નહી. પૃષ્ઠ ભાગ, પાર્શ્વ ભાગ અને જંઘાઓ સુંદર સુપરિમિત હોય છે. પાકમળ અને ઉત્પલ-નીલ કમલની સુગંધની જેવી મનોહર ગંધથી તેમને શ્વાસ અને મુખ સુગંધિત રહે છે. માથા પર લીસા અને કાળાબાળ હોય છે. તેમનું ઉદર શરીરને અનુરૂપ ઉન્નત હોય છે. તેઓ અમૃતની સમાન રસવાળા ફળોનો આહાર કરે છે. તેમના શરીરની ઊંચાઈ ત્રણ ગાઉની અને આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે. પરંતુ ત્રણ પલ્યોપમના આયુષ્યને ભોગવીને તે અકર્મભૂમી - ભોગભૂમિના મનુષ્ય અંત સુધી કામભોગોથી અતૃપ્ત રહીને મૃત્યુને પ્રાપ્ત થાય છે. તે યુગલિકોની સ્ત્રીઓ પણ સૌમ્ય અર્થાત્ શાંત અને સાત્વિક સ્વભાવવાળી હોય છે. પ્રશસ્ત અને સર્વાગ સુંદર હોય છે. તેમજ સ્ત્રીઓના સર્વ શ્રેષ્ઠ ગુણોથી યુક્ત હોય છે. ચરણ : પગ અત્યંત રમણીય શરીરની અનુપાતમાં ઉચિત પ્રમાણવાળા, કોમળ, સુકુમાલ કાચબાની પીઠની જેમ ઉન્નત સ્નિગ્ધ અને મનોજ્ઞ હોય છે. પગની આંગળીઓ સીધી, કોમળ, પુષ્ટ અને નિછિદ્રએકબીજાથી પરસ્પર જોડાયેલી હોય છે. નખ : ઉન્નત, પ્રસન્નતાજનક, પાતળા,નિર્મળ અને ચમકદાર હોય છે. જાંઘ : રામરહિત, ગોળાકાર, શ્રેષ્ઠ માંગલિક લક્ષણોથી સંપન્ન અને રમણીય હોય છે. ઘુંટણ : સુંદર રૂપથી નિર્મિત તથા માંસયુક્ત હોવાના કારણે નિગૂઢ-દેખાતા નથી. સાંધાઓ : માંસલ પ્રશસ્ત તથા નસોથી સુબદ્ધ હોય છે. ઊરૂ : ઉપરના સાંથળ-કદલી સ્તંભથી પણ અધિક સુંદર આકારની, વ્રણાદિના ઘા વગેરેથી રહિત, સુકુમાર, કોમળ, અંતરરહિત, સમાન પ્રમાણવાળી, શુભ લક્ષણોથી યુક્ત, સુજાત, ગોળાકાર અને પુષ્ટ હોય છે. કેડ-કમ્મર : અષ્ટાપદ- જુગાર રમવાના પટ્ટ જેવી લહેરદાર આકારવાળી, શ્રેષ્ઠ અને વિસ્તીર્ણ હોય છે.
अइकंत-विसप्पमाण-मउय-सुकुमाल-कुम्म-संठियसिलिट्ठचलणा,
उज्जुमउय-पीवर-सुसाहयंगुलीओ,
अब्भुन्नय-रइय-तलिण तंब-सुइनिद्धनखा,
रोमरहिय-वट्ट-अजहण्ण-पसत्थ-लक्खण-अकोप्पબંધ-ગુયા , મુશ્મિચ-મુનિગૂઢ-નાળુ,
मंसल-पसत्थ-सुबद्ध संधी, कयलीखंभातिरेक-संठिय-निव्वण-सुकुमाल-मउयकोमल-अविरल-समसहित-सुजाय-वट्ट-पीवर-निरंतरोरू,
બાવા-રૂપ-સંઠિ-gશલ્ય-fafછન્નपिहुलसोणी,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org