________________
૬૩૪
દ્રવ્યાનુયોગ ભાગ-૨
पाउणित्ता अद्धमासियाए संलेहणाए अत्ताणं झोसित्ता तीसं भत्ताई अणसणाए छेदित्ता आलोइयपडिक्कंतेसमाहिपत्तेकालमासे कालं किच्चा ईसाणे कप्पे सयंसि विमाणंसि जा चेव तीसाए वत्तब्बया सच्चेव अपरिसेसा कुरूदत्तपुत्ते वि।
णवरं-साइरेगे दो केवलकप्पे जंबुद्दीवे दीवे,
अवसेसं तं चेव। एवं सामाणिय तायत्तीस-लोगपाल-अग्गमहिसीणं -जाव- एस णं गोयमा ! ईसाणस्स णं देविंदस्स देवरण्णो एवं एगमेगाए अग्गमहिसीए देवीए अयमेयारूवे विसए विसयमेत्ते वुइए, नो चेव णं संपत्तीए विकुव्विंसुवा, विकुव्वंति वा, विकुविस्संति વI
પર્યાયનું પાલન કરીને પંદર દિવસની સંલેખનાથી પોતાની આત્માને શુદ્ધ કરીને ત્રીસ ભક્તનાં અનશનથી છેદન કરીને આલોચના પ્રતિક્રમણ પૂર્વક સમાધિ પ્રાપ્ત કરી કાળનો અવસર આવતાં કાળ કરીને ઈશાનકલ્પમાં પોતાના વિમાનમાં ઈશાનેન્દ્રનાં સામાનિક દેવનાં રૂપમાં ઉત્પન્ન થયા છે. ઈત્યાદિ સંપૂર્ણ વર્ણન તિષ્યક દેવની જેમ કુરુદત્તપુત્ર દેવનાં માટે પણ કહેવું જોઈએ. વિશેષ : કુરુદત્તપુત્ર દેવ પોતાના વિકર્વિત રૂપોથી કઈક અધિક બે જબુદ્વીપોને ભરવામાં સમર્થ છે. શેષ વર્ણન તેની જેમ જ સમજવું જોઈએ. આ પ્રમાણે (ઈશાનેન્દ્રનાં અન્ય) સામાનિક દેવ, ત્રાયસ્વિંશક દેવ અને લોકપાલ તથા અગ્રમહિપીઓની ઋદ્ધિ વિકવણા શક્તિ આદિ (નાં વિષયમાં) જાણવું જોઈએ -વાવત- હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર અને એક-એક અઝમહિષી દેવીનું આ અને આ પ્રમાણેનાં વિષય અને વિષયમાત્ર બતાવેલ છે. પરંતુ શક્તિના રહેતા પણ આટલી વિકુર્વણા કરી નથી, કરતાં નથી અને કરશે પણ નહી. આ પ્રમાણે સનકુમાર દેવલોકનાં દેવેન્દ્રનાં વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ : સનસ્કુમારેન્દ્રની વિદુર્વણા શક્તિ સંપૂર્ણ ચાર જંબુદ્વીપો જેટલા સ્થળને ભરવાની છે અને તિર્થી તેની વિકુવાશક્તિ અસંખ્યાત દ્વીપ સમુદ્રો જેટલા સ્થળને ભરવાની છે. આ પ્રમાણે (સનકુમારેન્દ્રનાં) સામાનિક દેવ ત્રાયસ્ત્રિશક લોકપાલ અને અગમહિપીઓની વિકવણા શક્તિ અસંખ્યાત દ્વીપ સમુદ્રો જેટલા સ્થળોને ભરવાની છે. સનકુમારથી લઈને ઉપરના (દેવલોકના) બધા લોકપાલ અસંખ્યાત દ્વીપ સમુદ્રને ભરવાની વૈક્રિય શક્તિવાળા છે. આ પ્રમાણે માહેન્દ્રનાં વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ : કંઈક અધિક ચાર જંબુદ્વીપો જેટલા સ્થળને ભરવાની વિદુર્વણા શક્તિવાળા છે.
एवं सणंकुमारे वि,
णवरं-चत्तारि केवलकप्पे जंबुद्दीवे दीवे, अदुत्तरं च णं तिरियमसंखेज्जे।
एवं सामाणिय-तायत्तीस-लोगपाल-अग्गमहिसीणं असंखेज्जे दीव-समुद्दे सव्वे विउव्वति ।
सणंकुमाराओ आरद्धा उवरिल्ला लोगपाला सब्वे वि असंखेज्जे दीव समद्दे विउव्वंति।
एवं माहिंदे वि।
णवर-साइरेगे चत्तारि केवलकप्पे जंबुद्दीवे दीवे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org