________________
વિકુર્વણા અધ્યયન
एवं वंभलोए वि,
णवरं अट्ठ केवलकप्पे जंबुद्दीवे दीवे ।
एवं लंतए वि,
णवरं-साइरेगे अट्ठ केवलकप्पे जंबुद्दीवे दीवे ।
महासुक्के सोलस केवलकप्पे जंबुद्दीवे दीवे ।
सहस्सारे साइरेगे सोलस केवलकप्पे जंबुद्दीवे दीवे ।
एवं पाणए वि,
वरं - बत्तीसं केवलकप्पे जंबुद्दीवे दीवे ।
एवं अच्चुए वि,
णवरं-साइरेगे बत्तीसं केवलकप्पे जंबुद्दीवे दीवे ।
अन्नं तं चैव ।
सेव भंते ! सेव भंते ! त्ति तच्चे गोयमे वायुभूई अणगारे समणं भगवं महावीरं वंदइ नमंसइ वंदित्ता નમંસિત્તા -નાવ- વિહરવુ |
-વિયા. સ. ૩, ૩. ૧, મુ. ૨-૩૦
२०. देवेसु जहेच्छया विकुव्वणा करणाकरण सामत्थं - दो भंते ! असुरकुमारा एगंसि असुरकुमारावासंसि असुरकुमार देवत्ताए उववण्णा,
૬.
तत्थ एगे असुरकुमारे देवे 'उज्जुयं विउव्विस्सामीति'
उज्जुयं विउव्वइ, 'वंकं विउव्विस्सामीति' वंकं विउव्वइ, जं जहा इच्छइ तं तहा विउव्वइ ।
Jain Education International
૩૫
આ પ્રમાણે બ્રહ્મલોકનાં વિષયમાં પણ જાણવું જોઈએ.
વિશેષ : તે સંપૂર્ણ આઠ જંબુદ્રીપો (ને ભરવાની) વૈક્રિય શક્તિવાળા છે.
આ પ્રમાણે લાંતક નામક દેવલોકનાં વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ : તે કંઈક અધિક આઠ જંબુદ્વીપોનાં સ્થળ ને ભરવાની વિકુર્વણા શક્તિ રાખે છે. મહાશુક્ર દેવલોકનાં ઇન્દ્રાદિ સંપૂર્ણ સોળ જંબુદ્રીપો (જેટલા સ્થળને ભરવાની વૈક્રિય શક્તિ રાખે છે. સહસ્ત્રાર દેવલોકનાં ઈન્દ્રાદિ કંઈક અધિક સોળ જંબુદ્વીપોનાં સ્થળને ભરવાનું સામર્થ્ય રાખે છે.
આ પ્રમાણે પ્રાણત દેવલોકનાં ઈન્દ્રાદિનાં વિષયમાં પણ જાણવું જોઈએ.
વિશેષ : તે સંપૂર્ણ બત્રીસ જંબુદ્વીપો જેટલા ક્ષેત્રને ભરવાની વૈક્રિય શક્તિવાળા છે.
આ પ્રમાણે અચ્યુત કલ્પનાં ઇન્દ્રાદિનાં વિષયમાં પણ જાણવું જોઈએ.
વિશેષ : કંઈક અધિક બત્રીસ જંબુદ્વીપ ક્ષેત્રને ભરવાનું વૈક્રિય સામર્થ્ય રાખે છે.
શેષ બધુ વર્ણન પૂર્વવત્ સમજવું જોઈએ. ભંતે ! તે આ પ્રમાણે છે, ભંતે ! તે આ પ્રમાણે છે. એવું કહીને ત્રીજા ગૌતમ વાયુભૂતિ અનગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરે છે અને વંદન નમસ્કાર કરીને -યાવવિચરણ કરવા લાગ્યા.
પ્ર.
૨૦. દેવોમાં યથેચ્છા વિકુર્વણા કરવી, ન કરવાનું સામર્થ્ય : ભંતે ! એક જ અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર, અસુરકુમાર દેવ રૂપમાં ઉત્પન્ન થયા, તેમાંથી એક અસુરકુમાર દેવ એવું ચાહે છે કે "હું ઋજુ રૂપની વિક્ર્વણા કરીશ.” તો તે ઋજુ રૂપની વિકુર્વણા કરે છે અને જો તે ચાહે છે કે "હું વક્ર રૂપની વિકુર્વણા કરીશ.” તો તે વક્ર રૂપની વિકુર્વણા કરે છે. અર્થાત્ તે જે રૂપની વિકુર્વણા કરવા ચાહે છે તે તેવા જ રૂપની વિકુર્વણા કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org