________________
ક્રિયા અધ્યયન
૧૩૦૭
इमं कडग्गिदड्ढयगं करेह, इमं कागणिमंसखावियगं करेह, इमं भत्तपाणनिरूद्धयं करेह, इमं जावज्जीवं वहबंधणं करेह, इमं अण्णयरेणं असुभेणं कुमारेणं मारेह, जा वि य से अभितरिया परिसा भवइ, तं जहामाया इवा, पिया इवा, भाया इवा, भगिणी इवा, भज्जा ૬ વા, પુરા ૬ વા, ધૂચ વ, સુદ ૬ વા, तेसि पि य णं अण्णयरंसि अहालहुसगंसि अवराहसिसयमेव गरूयं दंडं णिवत्तेइ, तं जहासीओदगवियडंसि ओवोलेत्ता भवइ जहा मित्तदोसवित्तए -Mાવ- few fસ સ્ટોrifસ,
ते दुक्खंति सोयंति जूरंति तिप्पंति पिट्टति परितप्पंति ।
ते दुक्खण-सोयण-जूरण-तिप्पण-पिट्टण-परितप्पणवह-बंधणपरिकिलेसाओ अप्पडिविरया भवंति । एवामेव ते इत्थिकामेहिं मुच्छिया गिद्धागढिया अज्झववन्ना -जाव- वासाई चउपंचमाई छद्दसमाई वा अप्पयरो वा भुज्जयरो वा कालं भुंजित्तु भोगभोगाइं पसवित्ता वेरायतणाई संचिणित्ता वहूणि कूराणि कम्माई उस्सण्णं संभारकडेण कम्मुणा। से जहाणामए - अयगोले इ वा, सेलगोले इ वा, उदगंसि पक्खित्ते समाणे उदगतलमइवइत्ता अहे धरणितलपइट्ठाण भवइ। एवामेव तहप्पगारे पुरिसजाए वज्जबहुले धूयबहुले पंकबहुले वेरबहुले अप्पत्तियबहुले दंभबहुले णियडिबहुले साइबहुले अयसबहुले उस्सण्णं तसपाणघाति कालमासे कालं किच्चा धरणितलमइवइत्ता अहे णरगतलपइट्ठाणे મવડું !
આને ચટાઈમાં લપેટીને આગમાં બાળી દો, આના માંસનાં ટુકડા-ટુકડા કરીને તેને ખવડાવો, આના ભોજન-પાણી બંધ કરી દો, આને જીવન ભર મારો અને બાંધી રાખો, આને બીજા કોઈ પ્રકારનાં અશુભ અને ખરાબ મારથી મારો, જે તેની આંતરિક પરિષદ્ હોય છે, જેમકે – માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી અથવા પુત્રવધુ, તેના દ્વારા કોઈ પ્રકારનો નાનો અપરાધ થવાથી સ્વયંભારી દંડનો પ્રયોગ કરે છે, જેમકે - ઠંડા પાણીમાં તેના શરીરને ડુબાડે છે -યાવતુ- જે પ્રમાણે મિત્ર છેષ પ્રત્યયિક ક્રિયાસ્થાનમાં દંડ કહેલ છે તેવો જ દંડ આપે છે -યાવતુ- તે પરલોકમાં પોતાનું અહિત કરે છે. તે દુઃખી થાય છે, શોક કરે છે, ખેદ થાય છે, આસું સારે છે, મારવામાં આવે છે અને દુઃખી થાય છે. તે દુઃખ, શોક, મેદ, અશ્રુવિમોચન, પીડા, પરિતાપ, વધ, બંધન અને પરિફલેશથી વિરત થતા નથી. આ પ્રમાણે તે સ્ત્રી-કામોમાં મૂછિત, વૃદ્ધ, ગ્રથિત, આસક્ત થઈને ચાર-પાંચ છ-કે દસ વર્ષો સુધી, ઓછા અથવા વધારે કાળ સુધી ભોગોને ભોગવીને વૈરના આયતનોને જન્મ આપીને અનેકવાર ઘણા ક્રૂર કર્મોનો સંચય કરી પ્રચૂર માત્રામાં કરેલ કર્મોનાં કારણે દબાય જાય છે. જેમકે – લોખંડનો ગોળો અથવા પત્થરનો ગોળો પાણીમાં નાંખવાથી, પાણીનાં કિનારાને પાર કરી ધરતીનાં તળિયે જઈને પડે છે. આ પ્રમાણે તે પુરુષ જે કર્મથી વધારે ભારે બનીને, પ્રાણિતાપાત વિગેરેના ભારથી અધિક થઈને, અત્યંત પાપી થઈને, વૈરના વધારવાવાળા થઈને, અત્યંત અસત્ય બોલનાર, દંભી, કપટી, અપયશવાળો અને ઘણા ત્રસ પ્રાણીઓની ઘાત કરનાર, કાળમાસમાં મરીને, ધરાતલને પાર કરી, નીચે નરકનાં તળિયે જઈને પડે છે. તે નરકાવાસ અંદરથી ગોળ બહારથી ચતુષ્કોણ અને નીચેથી અસ્ત્રાની ધારનાં આકારે છે, તે નિરંતર અંધકારમાં તમોમય, ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને જ્યોતિષની પ્રભાથી શુન્ય, ચરબી, વસા, માંસ, લોહી અને માંસના કાદવથી પંકીત તળવાળા, અશુચિ, અપક્વગંધથી યુક્ત ઉત્કૃષ્ટ દુર્ગધવાળા, કૃષ્ણ અગ્નિવર્ણની આભાવાળા, કર્કશસ્પર્શથી યુક્ત અને અસહ્ય વેદનાવાળા હોય છે. તે નરકાવાસ અશુભ છે અને તેમાં અશુભ વેદનાઓ છે.
ते णं णरगा अंतो वट्टा बाहिं चउंरसा अहे खुरप्पसंठाणसंठिया, णिच्चंधकारतमसाववगयगह-चंद-सूर-नक्खत्तजोइसप्पहा, मेद-वसा-मंस-रूहिर पूयपडल-चिक्खल्ल लित्ताणुलेवणतला, असुई वीसा परमदुब्भिगंधा, काऊअगणिवण्णाभा, कक्खडफासा, दुरहियासा असुभा णरगा, असुभा णरएसु वेदणाओ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org