________________
૧૩૦૪
महइमहालियाए कूडारगारसालाए, महइमहालयंसि सीहासांसि इत्थीगुम्मसंपरिवुडे,
सव्वराइएण जोइणा झियायमाणेणं,
માઇયનટ્ટ ગીય-વાય-તંતી-તજી-તાજી-તુડિયघण-मुइंगपडुप्पवाइयरवेणं, उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणे विहरइ ।
तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच जणा अवृत्ता चेव अब्भुट्ठेति,
“મળ દેવાળુપિયા ! f રેમો ? વિં ઞાદરેમો ? વિં उवणेमो ?
किं उवट्ठावेमो ? किं भे हियइच्छियं ? किं भे आसगस्स યદ ?”
तमेव पासित्ता अणारिया एवं वयंति
'देवे खलु अयं पुरिसे, देवसिणाए खलु अयं पुरिसे, देवजीवणिज्जे खलु अयं पुरिसे ।'
अण्ण वि णं उवजीवंति ।
तमेव पासित्ता आरिया वदंति
अभिक्कंतकूरकम्मे खलु अयं पुरिसे अइधुए, अइआयरक्खे दाहिणगामिए नेरइए कण्हपक्खिए आगमिस्माणं दुल्लभवोहिए या वि भविस्मइ ।
इच्चेयस्स ठाणस्स उट्ठित्ता वेगे अभिगिज्झंति,
अणुट्ठित्ता वेगे अभिगिज्झंति,
अभिझंझाउरा अभिगिज्झति ।
एस ठाणे अणारिए अकेवले अप्पडिपुणे अणेआउए असंमुद्धे असल्लगत्तणे असिद्धिमग्गे अमुत्तिमग्गे अनित्र्वाणमग्गे अणिज्जाणमग्गे असन्वदुक्खपहीणमग्गे एगंतमिच्छे असाहु |
एस खलु पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिए ।
- મુખ્ય. મુ. ૨, ૪. ૨, મુ. ૭૦૬-૭૨ ૨
अहावरे पढमस्स ठाणस्स अम्पक्स विभंगे
एवमाहिज्जइ
Jain Education International
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૨
અતિ વિશાળ ફૂટાગારશાળામાં,
અતિવિશાળ સિંહાસન પર બેસી, સ્ત્રી-સમૂહથી પરિવૃત્ત હોય,
પૂરી રાત દિપક બળતો હોય,
મહાન્ પ્રયત્નથી આહત, નાટ્ય, ગીત, વાદ્ય, વીણા, તલ, તાલ, સૂર્ય, ઘંટ અને મૃદંગનાં કુશળવાદકો દ્વારા વગાડતા સ્વરની સાથે ઉદાર માનુષિક ભોગોને ભોગવતા રહે છે.
તે એકને આજ્ઞા આપે છે ત્યારે વગર બોલાવે ચાર-પાંચ મનુષ્ય ઉઠીને ઉભા રહે છે. (તે કહે છે -)
'હે દેવાનુપ્રિય ! અમે શું કરીએ ? શું લાવીએ ? શું ભેટ કરીએ ?
શું ઉપસ્થિત કરીએ ? તમારું દિલ શું ચાહે છે ? તમારા મુખને શું સ્વાદિષ્ટ લાગે છે ?”
તે પુરુષને જોઈ અનાર્ય આ પ્રમાણે કહે છે "આ પુરુષ દેવતા છે, આ પુરુષ દેવ-સ્નાતક છે, આ પુરુષ દેવતા જેવું જીવન જીવવાવાળો છે." આના સહારે બીજા પણ જીવે છે.
તે જ પુરુષને જોઈ આર્ય કહે છે -
તે કૂરકર્મમાં પ્રવૃત્ત, ભારે કર્મવાળા, આંત સ્વાર્થી, દક્ષિણ દિશામાં જવાવાળા, નરકમાં ઉત્પન્ન થનાર, કૃષ્ણપાક્ષિક અને ભવિષ્યકાળમાં દુર્લભ બોધિક થશે. આ (ભોગી) પુરુષ જેવા સ્થાનને કેટલા પ્રવ્રુજિત પુરુષ પણ ચાહે છે.
કેટલાક ગૃહસ્થ પણ ચાહે છે.
જે તૃષ્ણાથી આતુર છે. (તે બધા) ચાહે છે.
આ સ્થાન અનાર્ય, દ્વન્દ્વ સહિત, અપ્રતિપૂર્ણ, ન્યાય રહિત, અશુદ્ધ, શલ્યોને ન કાપનાર, સિદ્ધિનો અમાર્ગ, મુક્તિનો અમાર્ગ, નિર્વાણનો અમાર્ગ, નિર્માણનો અમાર્ગ, બધા દુઃખોના ક્ષયનો અમાર્ગ, એકાત મિથ્યા અને ખરાબ છે.
આ પ્રથમ સ્થાન અધર્મપક્ષનું વિકલ્પ આ પ્રમાણે નિરૂપિત છે.
આ પ્રથમ સ્થાન અધર્મ પક્ષનું વિકલ્પ (ફરીથી) આ પ્રમાણે કહ્યું છે -
Personal Use Only
www.jainelibrary.org