________________
ક્રિયા અધ્યયન
૧૨૭૫
आया मिच्छासंठिए या वि भवइ, आया एगंतदंडे या वि भवइ,
आया एगंतवाले या वि भवइ,
आया एगंतमुत्ते या वि भवइ, आया अवियारमण-वयण-काय वक्के या वि भवइ,
आया अप्पडिहय पच्चक्खायपावकम्मे या वि भवइ,
एम खलु भगवया अक्खाए-असंजए-अविरए-अप्पडिहयपच्चक्खाय-पावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतवाले एगंतसुत्ते, सेबाले अवियारमण-वयण-काय-वक्केसुविणमवि णं पस्सइ. पावे से कम्मे कज्जइ।
तत्य चोयए पण्णवर्ग एवं वयासि
આત્મા મિથ્યાત્વ (ના ઉદય)માં સંસ્થિત હોય છે. આત્મા એકાંત રૂપથી (બીજા પ્રાણીઓને) દંડ આપનાર પણ હોય છે. આત્મા એકાંત રુપથી (સર્વથા બાળ અજ્ઞાની) પણ હોય છે. આત્મા એકાંત રૂપથી સુષુપ્ત પણ હોય છે, આત્મા પોતાના મન, વચન, કાયા અને વાક્ય (ની પ્રવૃત્તિ) પર વિચાર કરનાર પણ હોતી નથી. આત્મા પોતાના પાપ કર્મોનો ઘાત અને પ્રત્યાખ્યાન કરનાર પણ હોતી નથી, આ જીવ (આત્મા)ને ભગવાને અસંયત (સંયમહીન) અવિરત, હિંસા આદિથી અનિવૃત્ત, પાપકર્મનો ઘાત (નાશ) અને પ્રત્યાખ્યાન (ત્યાગ) ન કરેલ, સક્રિય, અસંવૃત્ત, પ્રાણીઓને એકાંત (સર્વથા) દંડ આપનાર, એકાંતબાળ, એકાંતસુત કહ્યો છે અને મન, વચન, કાયા તથા વાક્ય (ની પ્રવૃત્તિ)નાં વિચારથી રહિત તે અજ્ઞાની (હિંસાનું) સ્વપ્ન પણ જોતાં નથી - અર્થાત્ અવ્યક્ત ચેતનાવાળો છે તો પણ પાપકર્મનો બંધ કરે છે. આ પરથી પ્રશ્નકર્તાએ પ્રરૂપણા કરનારથી આ પ્રમાણે પૂછ્યું -
પાપયુક્ત મન ન હોવાથી, પાપયુક્ત વચન ન હોવાથી તથા પાપયુક્ત કાયા ન હોવાથી જે પ્રાણીઓની હિંસા કરતા નથી, જે અમનસ્ક છે જેનું મન, વચન, કાયા અને વાક્ય હિંસાદિ પાપકર્મનાં વિચારથી રહિત છે, જે સ્વપ્નમાં પણ પાપકર્મ કરવાનું વિચારતા નથી, એવા જીવને પાપકર્મનો બંધ થતો નથી.” (પ્રશ્નકર્તાથી કોઈકે પૂછ્યું ) પાપકર્મનો બંધ ન થવાનું કારણ શું છે ? ઉત્તરમાં પ્રશ્નકર્તાએ આ પ્રમાણે કહ્યું - "મન પાપયુક્ત હોવાથી જ માનસિક પાપકર્મ કરાય છે. પાપયુક્ત વચન હોવાથી જ વાચિક પાપકર્મ કરાય છે. પાપયુક્ત શરીર હોવાથી જ કાયિક પાપકર્મ કરાય છે. જે પ્રાણી હિંસા કરે છે, હિંસાયુક્ત મનોવ્યાપારથી યુક્ત છે, જાણી જોઈને મન, વચન, કાયા અને વાક્યનો પ્રયોગ કરે છે અને સ્વપ્ન પણ જુવે છે. આ વિશેષતાઓથી યુક્ત જીવ પાપકર્મ કરે છે.” પ્રશ્નકર્તા ફરીથી આ પ્રમાણે કહે છે -
“असंतएणं मणेणं पावएणं, असंतियाए वईए पावियाए, असंतएणं काएणं पावएणं, अहणंतस्स अमणक्खस्स अवियारमण-वयण-काय-वक्कस्स सुविणमवि अपस्सओ પાવે મ્ભ નો વોન્ટુ ”
कस्स णं तं हेउं?
चोयए एवं ब्रवीति“अण्णयरेणं मणेणं पावएणं मणवत्तिए पावे कम्मे कज्जइ, अण्णयरीए वईए पावियाए वइवत्तिए पावे कम्मे कज्जइ, अण्णयरेणं काएणं पावएणं कायवत्तिए पावे कम्मे कज्जइ, हणंतस्स समणक्खस्स सवियारमण-वयण-काय-वक्कस्स सुविणमविपासओ, एवं गुणजाईयस्स पावे कम्मे कज्जइ।"
पुणरवि चोयए एवं ब्रवीतिJain Education Hernational
For Private & Personal Use Only
www.jainelibrary.org