________________
૧૨૩૧
Hill/LilliamHillli flirit tillwilliott tithili lll illumini
/HHHHHala
r
u s
Haiti lil llllllllllllllllllllllll II IIII ||માંtill water
utta E
nt/Httitiiiiitill illumilia
wાસ
હોય છે. એક જીવ અનેક જીવોની અપેક્ષાએ, અનેક જીવ એક જીવની અપેક્ષાએ અને અનેક જીવ અનેક જીવોની અપેક્ષાએ પણ આ જ પ્રમાણે ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા અથવા અક્રિય હોય છે. પાંચ શરીરોની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં ક્રિયાઓનું નિરુપણ થયું છે.
અઢાર પાપોની સંખ્યા અઢાર ક્રિયાઓના રૂપમાં વર્ણિત છે. એ અઢાર ક્રિયાઓ પ્રાણાતિપાત, મૃષાવાદ આદિથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધી છે. આ ક્રિયાઓનું નિરૂપણ કરતી વખતે પ્રશ્ન થયો કે એક જીવ પ્રાણાતિપાત ક્રિયાથી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? ઉત્તરમાં કહ્યું - સાત કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય કર્મનો બંધ કરવાથી આઠ અન્યથા સાત કર્મોનો બંધ કરે છે. આ જ પ્રમાણે મૃષાવાદથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધી સાત કે આઠ કર્મોનો બંધ થાય છે. જે પ્રમાણે અઢાર પાપ ક્રિયાઓમાં પ્રવૃત્તિ થાય છે તે પ્રમાણે તેનાથી વિરમણ પણ કરી શકાય છે.
ક્રિયાના ૨૫ ભેદ પણ મળે છે. તત્વાર્થ સૂત્રમાં રપ ક્રિયાઓ કહી છે. પં. સુખલાલજીએ તેને આ પ્રમાણે ગણાવી
૧) સમ્યકત્વ ક્રિયા (૨) મિથ્યાત્વ ક્રિયા (૩) પ્રયોગ ક્રિયા (૪) સમાદાન ક્રિયા (૫) ઈર્યાપથ ક્રિયા (૬) કાયિકી ક્રિયા (૭) અધિકરણિકી ક્રિયા (૮) પ્રાષિકી ક્રિયા (૯) પારિતાપનિકી ક્રિયા (૧૦) પ્રાણાતિપાતિકી ક્રિયા (૧૧) દર્શન ક્રિયા (૧૨) સ્પર્શન ક્રિયા (૧૩) પ્રાત્યયીકી ક્રિયા (૧૪) સમત્તાનુપાતન ક્રિયા (૧૫) અનાભોગ ક્રિયા (૧૬) સ્વહસ્ત ક્રિયા (૧૭) નિસર્ગ ક્રિયા (૧૮) વિદાર ક્રિયા (૧૯) આજ્ઞા વ્યાપાદિકી ક્રિયા (૨૦) અનવકાંક્ષ ક્રિયા (૨૧) આરંભ ક્રિયા (૨૨) પારિગ્રહિક ક્રિયા (૨૩) માયા પ્રત્યયા ક્રિયા (૨૪) મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા (૨૫) અપ્રત્યાખ્યાન ક્રિયા. પ્રાય: આ પચ્ચીસ ક્રિયાઓનો સમાવેશ આ અધ્યયનમાં ક્રિયાના નિરુપિત વિભિન્ન વિભાજનોમાં થઈ ગયો છે.
આ અધ્યયનમાં ક્રિયાનું વ્યાપક વિવેચન થયું છે. કર્મ, આશ્રવ, યોગ, બંધ અને કષાયના સાથે ક્રિયાનો શું અને કેટલો સંબંધ છે તેને આ અધ્યયનમાં અનુશીલનના અનંતર સારી રીતે સમજી શકાય છે.
સંસારનો અંત કરવાવાળી ક્રિયા અંતઃક્રિયા કહેવાય છે. આનું ચાર પ્રકારે નિરુપણ છે.
અંતમાં એ કહી શકાય કે ક્રિયા બંને પ્રકારની હોય છે. ધર્મસ્થાનરૂપ અને અધર્મસ્થાનરૂપ. પણ અધર્મપરક ક્રિયાનો ત્યાગ કરી ધર્મપરક ક્રિયા અપનાવવામાં જ મુક્તિનાં માર્ગનો સમાવેશ છે.
swLutiyat tieuse
-
Emerના માથાના પાયાના પાપા Jain Education International
austin Barot Liveness વE Erictlt==== For Private & Personal use only
માથાશi iiiiuagtimયાકaitial
www.jainelibrary.org