________________
૧૨૩૦
llilitivitin
[ivil llllllllin'પાણાથી " is
Bilitiatithaiyalalirililiiiiiiiiiiiiii illumilitiuslltilitiiiiiiiii'llulitivil illnilalifilialitivihadiali BiાવાદHumsuillkiillfull fulllllilittllllllii'li[ltill
- ભાગ ૧ Oc - - - -
ill illllllllllllllllllla IIL Illlllll initiatiHillillafulia Hi
- - - -
એટલા માટે જ બે પ્રકારનાં ક્રિયા સ્થાન કહ્યા છે – (૧) ધર્મસ્થાન અને (૨) અધર્મસ્થાન. ધર્મયુક્ત ક્રિયા ધર્મસ્થાનનું પ્રમાણ છે તથા અધર્મપૂર્વક કરેલી ક્રિયા અધર્મસ્થાનનું બોધક છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ વગેરે ક્રિયાઓમાં રુચિ હોવાને ક્રિયા રુચિ કહી છે. ક્રિયા શબ્દનો પ્રયોગ એક સ્થાને ચારિત્રના અર્થમાં પ્રયુક્ત થયો છે. “જ્ઞાનત્રિયમ્યાં મોક:” ના અંતર્ગત ક્રિયા શબ્દ ચારિત્રના માટે જ પ્રયુક્ત થયો છે. આ પ્રમાણે જ્ઞાનના આચરણરૂપ જે ચારિત્ર છે તે ધર્મસ્થાન ક્રિયા છે. શેષ બધી ક્રિયાઓ અધર્મસ્થાનની અંતર્ગત આવે છે.
અધર્મસ્થાન રૂપમાં ૧૩ કિયાસ્થાન કહ્યા છે, જેમકે – (૧) અર્થદંડ (૨) અનર્થદંડ (૩) હિંસા દંડ (૪) અકસ્માતુ દંડ (૫) દષ્ટિવિપર્યાસદંડ (૬) મૃષાપ્રત્યયિક (૭) અદતાદાન પ્રત્યયિક (૮) અધ્યાત્મ પ્રત્યયિક (દુચિતનવાળી) (૯) માન પ્રત્યયિક (૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક (૧૧) માયા પ્રત્યયિક (૧૨) લોભ પ્રત્યયિક અને (૧૩) ઈર્યાપથિક. આમાંથી પ્રારંભના પાંચ ભેદોમાં જે દંડ શબ્દ છે તે ક્રિયાનો જ બોધક છે. ઈર્યાપથિક ક્રિયાના સિવાય અન્ય ક્રિયાઓમાં કષાય કે પ્રમાદની વિદ્યમાનતા છે. આ તેર ક્રિયા સ્થાનોનું આ અધ્યયનમાં ઉદાહરણ સહિત વિસ્તારથી નિરુપણ થયું - છે. અધર્મપક્ષીય દાર્શનિકો અને ચિંતકોના મતોનું પણ ખંડન કરવામાં આવ્યું છે. અહિં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જે શ્રમણ - બ્રાહ્મણ એ માને છે કે બધા પ્રાણ -ચાવત- સત્વોનું હનન કરી શકાય છે, પોતાના અધીન કરી શકાય છે, દાસ બનાવી શકાય છે, પરિતાપ દઈ શકાય છે, કુલાન્ત કરી શકાય છે અને પ્રાણોથી વિયોગ પણ કરી શકાય છે તે અનેક દુ:ખોના ભાગી થશે.
તેરમું ઈર્યાપથિક ક્રિયાસ્થાનને ધર્મપક્ષીય ક્રિયા સ્થાન માન્યું છે. તેમાં અનગાર પાંચ સમિતિઓથી સહિત હોય છે. ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત હોય છે. બ્રહ્મચર્યની નવવાડથી યુક્ત હોય છે. ઉપયોગપૂર્વક બેસે છે, ઊભો થાય છે. અથવા પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક કરે છે તે ઈર્યાપથિક ક્રિયા કરે છે. આ તેરમા ક્રિયાસ્થાનથી જ પ્રત્યેક જીવ સિદ્ધ થાય
. એમની વિચારધારા અધર્મપક્ષીય ચિંતકો અને દાર્શનિકોથી વિપરીત હોય છે. તે કોઈ જીવનું હનન કરવું, તેને અધીન બનાવવું, દાસ બનાવવો, પરિતાપ દેવું આદિ ક્રિયાના ત્યાગી હોય છે. એ સમસ્ત દુ:ખોનો અંત કરી લે છે. ત્યારબાદ અક્રિયાની સ્થિતિ બને છે. અક્રિયાનું ફળ સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રનાં અંતર્ગત ક્રિયા સંબંધી અનેક પ્રશ્ન છે. જેનો ઉત્તર ભગવાન મહાવીર આપે છે. એક પ્રશ્ન છે જયંતિનો, ભંતે ! જીવોનું સુપ્ત રહેવું સારું કે જાગૃત રહેવું સારું ? ભગવાને ઉત્તર આપ્યો - જયંતિ ! જે અધાર્મિક, અધર્મિષ્ઠ, અધર્મનું કથન કરવાવાળો, અધર્મથી આજીવિકા કરવાવાળો જીવ છે તેનું સુપ્ત રહેવું સારું છે ધર્માનુસારી -યાવત- ધર્મથી જ આજીવિકા ચલાવવાવાળો છે. તે જીવોને જાગૃત રહેવું સારું છે. કોઈ પુરુષ કોઈ ત્રસ જીવોને મારે છે તો શું તે સમયે અન્ય પ્રાણીઓને પણ મારે છે ? ભગવાનનો ઉત્તર “હા” માં જાય છે કારણ કે તે મારવાની ક્રિયા કરતા સમય સુધી અન્ય ત્રણ પ્રાણીઓને પણ મારે છે. ધનુષ ચલાવવાવાળા પુરુષને કાયિકી ક્રિયાથી લઈને પ્રાણાતિપાતિકી સુધીની કેટલી ક્રિયાઓ લાગે છે ? ભગવાન ઉત્તર આપે છે કે જ્યારે પુરુષ ધનુષને ગ્રહણ કરે છે -વાવ- પ્રાણીઓને જીવનથી રહિત કરી દે છે ત્યારે તે કાયિકી ક્રિયા ચાવતુ- પ્રાણાતિપાતિકી ક્રિયારૂપ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. એ જ નહીં જે જીવોના શરીરોથી તે ધનુષ નિષ્પન્ન થયું છે તે જીવ પણ કાયિકી કાવત પ્રાણાતિપાતિકી ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. આ તથ્ય આશ્ચર્યમાં નાંખે એવું છે કારણ કે મૃત્યુને પ્રાપ્ત જીવ પોતાના નિર્જીવ ચર્મથી કેવી રીતે કર્માશ્રય કરે છે એ વિચારણીય બિંદુ છે. એવા જ અનેક રોચક અને જ્ઞાનવર્ધક પ્રશ્નો આ અધ્યયનમાં સમાવેશ છે.
ચોવીસ દંડકોમાં એક જીવ એક જીવની અપેક્ષાએ કદાચિત્ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા તથા કદાચિત્ અક્રિય
ન કર
= initiativatiLeirFim in GuiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiાનમારHHHHHHHHHHHEALT= Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org