________________
૧૨૨૯
સહભાવ નિયત નથી. કદાચિત્ એ સાથે હોય છે અને કદાચિત્ નથી પણ હોતી. એટલું નિર્ધારિત છે કે જ્યારે પ્રાણાતિપાતિકી ક્રિયા હોય છે. ત્યારે જાવને પૂર્વની ચારે ક્રિયાઓ હોય છે. પરંતુ પારિતાપનિકી ક્રિયાના હોવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા હોય એ આવશ્યક નથી. શેષ ત્રણ ક્રિયાઓ હોય છે. આ ક્રિયાઓના સહભાવ પર પ્રસ્તુત અધ્યયનમાં જીવ, સમય, દેશ અને પ્રદેશની એકતાના આધાર પર ચાર બિંદુઓથી વિભાજન કર્યો છે. કાયિકી ક્રિયા આદિ આ પાંચે ક્રિયા સંસારમાં જોડવાવાળી હોવાથી આયોજિકા ક્રિયાઓ કહેવામાં આવી છે.
એક બીજા વિભાજનના પ્રમાણે પણ ક્રિયાઓના પાંચ પ્રકાર છે - (૧) આરંભિકી (૨) પારિગ્રહિકી (૩) માયા પ્રત્યયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા અને (૫) મિથ્યાદર્શન પ્રત્યયા. આમાંથી આરંભિકી ક્રિયા પ્રમાદ વખતે થાય છે. આરંભયુક્ત અથવા હિંસા યુક્ત ક્રિયા આરંભિકી ક્રિયા કહેવાય છે. પરિગ્રહપૂર્વક કરેલી ક્રિયા પારિગ્રહીકી ક્રિયા હોય છે. માયાના નિમિત્તે કરેલી ક્રિયા માયા પ્રત્યયા છે. અપ્રત્યાખ્યાની જીવને અવિરતિના કારણે થવાવાળી ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા કહેવાય છે. તથા મિથ્યાત્વના કારણે ઉત્પન્ન ક્રિયાઓ મિથ્યાદર્શન પ્રત્યયા કહી છે. મિથ્યાદષ્ટિ જીવમાં આ પાંચે ક્રિયાઓ જોવા મળે છે તથા સભ્યષ્ટિ જીવમાં મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાને છોડી ચારે ક્રિયાઓ જોવા મળે છે. આ પાંચે ક્રિયાઓના સહભાવનો નિયમ અલગ છે. જે જીવમાં મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા જોવા મળે છે તેમાં શેષ ચારે ક્રિયાઓ નિયમા જોવા મળે છે. જેમાં પ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેમાં મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા વૈકલ્પિકરૂપ થી હોય છે. પરંતુ શેષ ત્રણ ક્રિયાઓ તેમાં હોય છે. માયા પ્રત્યયા ક્રિયાવાળા ને શેષ ચારે ક્રિયાઓ વૈકલ્પિક રૂપથી હોય છે. જેને પારિગ્રહિકી ક્રિયા હોય છે તેને આરંભિકી અને માયા પ્રત્યયા ક્રિયા નિશ્ચિતરૂપથી હોય છે. પરંતુ શેષ બે ક્રિયાઓ વૈકલ્પિક હોય છે. આરંભિકી ક્રિયાની સાથે માયાપ્રત્યયા ક્રિયા નિયમથી હોય છે. પરંતુ શેષ ત્રણ ક્રિયાઓ કદાચિત્ હોય છે તથા કદાચિત્ નથી હોતી. ચોવીસ દંડકોમાં કોને કેટલી ક્રિયાઓ હોય છે તેનું પ્રસ્તુત અધ્યયનમાં નિર્દેશ છે. અઢાર પાપસ્થાનમાં પ્રત્યેકથી વિરત જીવ કયા પ્રકારની ક્રિયાઓ કરે છે આનો પણ આ અધ્યયનમાં ઉલ્લેખ થયો છે.
આરંભિકી આદિ ક્રિયાઓમાં સૌથી અલ્પ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાઓ છે. તેમાં અપ્રત્યાખ્યાન, પારિગ્રહિકી અને આરંભિકી ક્રિયાઓ ઉત્તરોત્તર વિશેષાધિક છે તથા માયા પ્રત્યયા ક્રિયાઓ સૌથી અધિક છે.
ક્રિયાઓના પંચવિધ હોવાનું વર્ણન બીજા પ્રકારોથી પણ થયું છે. જેમકે - (૧) દષ્ટિ વિકારજન્ય ક્રિયા (૨) સ્પર્શ સંબંધી (૩) બહારના નિમિત્તથી ઉત્પન્ન (૪) સમૂહમાં થવાવાળી (૫) પોતાના હાથથી થવાવાળી. તેમજ બીજા પ્રકારો પણ છે. જેમકે - (૧) શસ્ત્ર વગર થવાવાળી ક્રિયા (૨) આજ્ઞા દેવાથી થવાવાળી ક્રિયા (૩) છેદન-ભેદન જન્ય ક્રિયા (૪) અજ્ઞાનતાથી થવાવાળી ક્રિયા અને (૫) આકાંક્ષા વગર થવાવાળી ક્રિયા. આ બધી ક્રિયાઓ નૈરયિકોથી લઈ વૈમાનિકો સુધી ચોવીસ દંડકોમાં જોવા મળે છે. મનુષ્યોમાં પાંચ પ્રકારની ક્રિયાઓનું વર્ણન આ પ્રમાણે છે - (૧) રાગભાવજન્ય ક્રિયા (૨) દ્વેષભાવ જન્ય ક્રિયા (૩) મન આદિની દુષ્યેષ્ટાઓથી જન્ય ક્રિયા (૪) સામૂહિકરુપથી થવાવાળી ક્રિયા અને (૫) ગમનાગમનથી થવાવાળી ક્રિયા.
પાંચ ક્રિયાઓ આ પણ છે - (૧) પ્રાણાતિપાત ક્રિયા (૨) મૃષાવાદ ક્રિયા (૩) અદત્તાદાન ક્રિયા (૪) મૈથુન ક્રિયા અને (૫) પરિગ્રહ ક્રિયા. આ પાંચેય ક્રિયાઓ સ્પષ્ટ છે. આત્મકૃત છે તથા આનુપૂર્વીકૃત છે. આ પાંચે ક્રિયાઓનો આશ્રવના ભેદોમાં પણ સમાવેશ થાય છે.
ક્રિયાથી આશ્રવ થાય છે. ત્યારબાદ કર્મબંધ થાય છે. જો ક્રિયાઓ કાયયુક્ત હોય છે તેનો બંધ અવશ્ય થાય છે અને જો ક્રિયાઓ કષાય રહિત હોય તો માત્ર આશ્રવ થાય છે. બંધ નથી થતો.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org