________________
૧૨૨૮
૨૭. ક્રિયા અધ્યયન
મન, વચન, કાયાની પ્રવૃત્તિને જૈનદર્શનમાં યોગ કહેવાય છે. એનો સંબંધ ક્રિયા સાથે છે. ક્રિયા એક પારિભાષિક શબ્દ છે. જ્યાં સુધી જીવમાં યોગ વિદ્યમાન છે ત્યાં સુધી ક્રિયા પણ વિદ્યમાન છે. જ્યારે જીવ અયોગી અવસ્થા કે શૈલેશી અવસ્થા અથવા સિધ્ધ અવસ્થા ને પ્રાપ્ત થાય છે ત્યારે તે અક્રિય થઈ જાય છે. તાત્પર્ય એ છે કે યોગ વગર ક્રિયા થતી નથી. માટે ક્રિયાનું કારણ કહો કે માધ્યમ કહો યોગ છે.
વ્યાકરણદર્શનમાં સિધ્ધ અથવા અસિધ્ધ દ્રવ્યની સાધ્યઅવસ્થાને ક્રિયા કહી છે. સાધારણ રીતે આપણે કોઈ કાર્ય સંપન્ન કરવા માટે જે પ્રવૃત્તિ કરીએ છીએ તેને ક્રિયા કહેવાય છે. તે ક્રિયા જીવમાં પણ હોઈ શકે છે અને અજીવમાં પણ હોઈ શકે છે. પણ જૈનદર્શનનો પારિભાષિક ક્રિયાનો સંબંધ જીવથી છે. જીવ પોતાની ક્રિયાથી અજીવમાં યથાસંભવ હલનચલન કરી શકે છે. છતાં પણ તાત્વિક દષ્ટિએ ક્રિયાનું ફળ જીવને મળે છે. માટે જીવમાં જ ક્રિયા માની છે સ્થાનાંગ સૂત્રમાં પદ્યપિક્રિયા બે પ્રકારની કહી છે જીવ ક્રિયા અને અજીવ ક્રિયા. અહિં અજીવક્રિયાના એર્યાપથિકી અને સામ્પરાયિકી નામથી પણ બે ભેદ કર્યા છે. તેનો જીવ સાથે સંબંધ છે. અજીવ સાથે નહીં.
કષાયની ઉપસ્થિતિમાં જે ક્રિયા થાય છે તે સામ્પરાયિકી તથા કષાય રહિત અવસ્થામાં જે ક્રિયા થાય છે તે એર્યાપથિકી કહેવાય છે. અહિં તાત્પર્ય એ છે કે ક્રિયા કપાય નિરપેક્ષ છે તેનો ઉપાય હોય કે ન હોય તેની સાથે કોઈ સંબંધ નથી. તેનો સંબંધ યોગના હોવા ન હોવાથી છે.
આગમોમાં ક્રિયાના વિવિધ પ્રકારના વિભાજન ઉપલબ્ધ છે. સ્થાનાંગ સૂત્રમાં ક્રિયા બે પ્રકારની કહ્યા ઉપરાંત તેના દશેક પ્રકારના વિભાજન જોવા મળે છે. તેમાંથી કેટલાક વિભાજન આ પ્રમાણે છે. જેનો સમાવેશ ક્રિયાના પાંચ ભેદ, તેર ભેદ અથવા પચ્ચીસ ભેદમાં થઈ જાય છે. એમાં જીવ ક્રિયાના જે બે ભેદ છે તે મહત્વપૂર્ણ છે - (૧) સમ્યક્ત ક્રિયા અને (૨) મિથ્યાત્વ ક્રિયા. સમ્યકત્વપૂર્વક કરેલી ક્રિયા સમ્યક્ત્વ ક્રિયા અને મિથ્યાત્વીની ક્રિયાને મિથ્યાત્વ ક્રિયા કહી શકાય છે. ક્રિયામાં રાગ અને દ્વેષ નિમિત્ત બને છે. માટે ક્રિયાના બે ભેદ આ પણ છે - (૧) પ્રેય: પ્રત્યયા (રાગજન્ય) (૨) દ્વેષ પ્રત્યયા (દ્વિષજન્ય). પછી પ્રેય: પ્રત્યયાને માયા અને લોભના રૂપમાં અને " પ્રત્યયાને ક્રોધ અને માનના રૂપમાં વિભક્ત કરવામાં આવી છે.
જે નિમિત્ત, હેતુ, ફળ અથવા સાધનથી ક્રિયા કરવામાં આવે છે તે નિમિત્ત, હેતુ, સાધન અથવા ફળના આધાર પર ક્રિયાનું નામકરણ કરી દીધું છે. માટે ક્રિયાના અનેક વિભાજન છે.
ખ્યાપ્રજ્ઞપ્તિ, પ્રજ્ઞાપના, સ્થાનાંગ, સમવાયાંગ વગેરે સુત્રોમાં ક્રિયાના પાંચ પ્રકાર કહ્યા છે - (૧) કાયિકી (૨) આધિકરણિકી (૩) પ્રાપિકી (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી. જે ક્રિયામાં કા તે કાયિકી ક્રિયા કહેવાય છે. જે ક્રિયા શસ્ત્ર આદિ ઉપકરણોની સહાયતાથી કરવામાં આવે તે આધિકરણિકી ક્રિયા કહેવાય છે. જે ક્રિયા દ્વેષપૂર્વક કરવામાં આવે છે તે પ્રાષિકી ક્રિયા કહેવાય છે. જે ક્રિયા બીજા પ્રાણીઓને કષ્ટકારી હોય તે પારિતાપનિકી ક્રિયા તથા બીજા પ્રાણીઓના પ્રાણોનો અતિપાત કરવાવાળી ક્રિયાને પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવામાં આવે છે. જીવના ચોવીસે દંડકમાં આ પાંચ પ્રકારની ક્રિયા જોવામાં આવે છે. એટલું અવશ્ય છે કે જે સમયે જીવ કાયિકી, આધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે. તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાથી કોઈ જીવ સ્પષ્ટ થાય છે તથા કોઈ નથી થતા. આ પાંચ ક્રિયાઓના પ્રારંભમાં ત્રણ ક્રિયાઓ કાયિક, આધિકરણિકી અને પ્રાષિકીમાં સહભાવ છે. અર્થાત્ આ ત્રણ ક્રિયાઓ નિયમથી સાથે જ હોય છે. પરંતુ પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓનો
i
t till I fit ilishalit at it
aataawahilill ill filllllllllllisitLlutill Jain Education International
i li li li audhhસમHaithth HI
I For Private & Personal Use Only
TI IT IS TRા વા નri mલા કાકા નવાગામ ના વાંકા વાગાકારોusiasm usiાવડા
www.jainelibrary.org