________________
૧૨૦
..
केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, मे य अच्चासातिए समाणे देवे परिकुविए तस्स तेयं णिसिरेज्जा । तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जति, ते फोडा भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा ।
६. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, से य अच्चासातिए समाणे परिकुविए देवे विय परिकुविए ते दुहओ पडिण्णा तस्स तेयं णिसिरेज्जा, तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, ते फोडा भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा । ७. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा से य अच्चासातिए समाणे परिकुविए तस्स तेयं णिसिरेज्जा तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, तत्थ पुला संमुच्छंति, ते पुला भिज्जंति, ते पुला भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा ।
८. केइ तहारूवं समाणं वा, माहणं वा अच्चासातेज्जा,
से य अच्चासातिए समाणे देवे परिकुविए तस्स तेयं णिसिरेज्जा । तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, तत्थ पुला संमुच्छंति, ते पुला भिज्जंति, ते पुला भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा ।
९. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, से य अच्चासातिए समाणे परिकुविए देवे विय परिकुविए ते दुहओ पडिण्णा तस्स तेयं णिसिरेज्जा । तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, तत्थ पुला संमुच्छंति, ते पुला भिज्जंति, ते पुला भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा ।
१०. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेमाणं तेयं णिसिरेज्जा, से य तत्थ णो कम्मइ, णो पकम्मइ, अंचिअंचियं करेइ, करेत्ता आयाहिणं पयाहिणं करेइ करेत्ता उड्ढं वेहासं उप्पयइ, उप्पतेत्ता से णं तओ पडिए पडिणियत्तइ, पडिणियत्तित्ता तमेव सरीरगं अणुदहमाणे- अणुदहमाणे सह तेयसा भासं कुज्जा ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૨
૫. કોઈ વ્યક્તિ તથારુપ - તેજો લબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરે છે. તેના અપમાન કરવાથી કોઈ દૈવ ક્રોધિત થઈને તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુમડું ઉત્પન્ન થાય છે. તે ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે.
૬. કોઈ વ્યક્તિ તથારુપ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરે છે. તેનું અપમાન કરવાથી મુનિ અને દેવ બંને ક્રોધિત થઈને મારવાની પ્રતિજ્ઞા કરી તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુમડા ઉત્પન્ન થાય છે, તે ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે.
૭. કોઈ વ્યક્તિ તથારુપ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરે છે. ત્યારે તે અપમાન કરવાથી ક્રોધિત થઈને તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુમડું ઉત્પન્ન થાય છે. તે ફૂટે છે અને તેનાથી નાની-નાની ફોટકી નીકળે છે. તે પણ ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે. ૮. કોઈ વ્યક્તિ તથારુપ-તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ
માહનનું અપમાન કરે છે. તેના અપમાન કરવાથી કોઈ દેવ ક્રોધિત થઈને અપમાન કરનાર પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુમડું ઉત્પન્ન થાય છે. તે ફૂટે છે ત્યારે તેનાથી નાની-નાની ફોટકી નીકળે છે, તે પણ ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે.
૯. કોઈ વ્યક્તિ તથારુપ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરે છે. તેના અપમાન કરવાથી મુનિ અને દેવ બંને ક્રોધિત થઈને તેને મારવાની પ્રતિજ્ઞા કરી તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુંમડા ઉત્પન્ન થાય છે. તે ફૂટે છે. તેમાં ફોટકી નીકળે છે. તે પણ ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે.
૧૦. કોઈ વ્યક્તિ તથારુપ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરતો તેના પર તેજ ફેંકે છે. તે તેજ તેમાં ઘુસી શકતું નથી. તેની ઉપર-નીચે, નીચે-ઉપર આવતો-જતો, ડાબી-જમણી પ્રદક્ષિણા કરે છે. એવું કરી આકાશમાં ચાલ્યું જાય છે. ત્યાંથી પાછુ ફરી તે શ્રમણ માહનનાં પ્રબળ તેજથી પ્રતિહત થઈને પાછું તેની પાસે આવી જાય છે અને પાછું આવીને તેના શરીરમાં પ્રવેશ કરી તેને તેની લબ્ધિની સાથે ભસ્મ કરી દે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org