________________
૧૧૫૪
લેશ્યાની જેમ વેશ્યાકરણ અને વેશ્યાનિવૃત્તિ પણ કૃષ્ણ આદિના ભેદથી છ પ્રકારની છે. જે જીવને જે લેશ્ય હોય છે તેને તે જ વેશ્યાકરણ અને વેશ્યાનિવૃત્તિ હોય છે. નૈરયિક જીવોમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ વેશ્યાઓ હોય છે. ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયમાં તેજલેશ્યા મળીને ચાર લેશ્યાઓ હોય છે. તેજસ્કાય, વાયુકાય અને વિશ્લેન્દ્રિય જીવોમાં કૃષ્ણથી કાપોત સુધી ત્રણ વેશ્યાઓ છે. વૈમાનિક દેવોમાં તેજો, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યાઓ છે. તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યમાં છ લેશ્યાઓ છે. જ્યોતિષી દેવોમાં એક માત્ર તેજો વેશ્યા છે. ચાર ગતિઓની અપેક્ષાએ લશ્યાનું વિસ્તૃત વર્ણન આ અધ્યયનમાં થયું છે.
સમસ્ત સલેક્ય જીવોના દંડક ક્રમથી સાત દ્વારોનું વર્ણન ઘણું જ મહત્ત્વપૂર્ણ છે તે સાત દ્વાર એ છે- (૧) સમઆહાર, શરીર અને ઉચ્છવાસ, (૨) કર્મ, (૩) વર્ણ, (૪) વેશ્યા, (૫) વેદના, (૬) ક્રિયા અને (૭) આયુ. અહિંયા કર્મ અને ક્રિયામાં ભેદ છે. કર્મ તો અલ્પકર્મ અને મહાકર્મના ભેદથી બે પ્રકારના થાય છે. તથા ક્રિયાઓ પાંચ છે - (૧) આરંભિકી (૨) પારિગ્રહિતી (૩) માયા પ્રત્યયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા અને (૫) મિથ્યાદર્શન પ્રત્યયા.
લેશ્યાઓનું પરસ્પર પરિણમન થાય છે કે નહીં એના પ્રશ્નોનું વિવેચન કરતા કીધું છે કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યામાં પરિણમે તો એના જ રૂપમાં, એના જ વર્ણમાં, એના જ ગંધમાં, એના જ રસમાં, એના જ સ્પર્શમાં ફરી-ફરી પરિણત થાય છે. આ પ્રકારે નીલલેશ્યા કાપોતલેશ્યા ને પ્રાપ્ત થઈ, કાપોતલેશ્યા તેજોવેશ્યાને પ્રાપ્ત થઈ, તેજલેશ્યા પદ્મલેશ્યાને પ્રાપ્ત થઈ અને પબલેશ્યા શુક્લ લશ્યાને પ્રાપ્ત થઈ તે જ રૂપમાં -વાવ- તેના જ સ્પર્શરૂપમાં (ફરી - ફરી) વારંવાર પરિણત થાય છે અને વેશ્યા ગતિ કહેવામાં આવે છે. આ વેશ્યાગતિ થવાથી કૃષ્ણલેશ્યા, નીલ લેડ્યા ને પ્રાપ્ત થઈને પણ કદાચિતું આકાર ભાવમાત્રાથી અથવા પ્રતિભાગ ભાવમાત્રાથી કુપગલેશ્યા જ છે. તે નીલલેશ્યા થઈ શકતી નથી. તે જ રીતે બધી વેશ્યાના સંબંધમાં કથન કરેલ છે. વેશ્યાગતિ અશુભ લેશ્યાઓથી શુભ લેશ્યાઓમાં તો હોય જ છે. પરંતુ શુભ લેશ્યાઓમાંથી અશુભ લેશ્યાઓમાં પણ હોય છે. શુક્લલેશ્યાદિનું પરિણમન પદ્મવેશ્યા, તેજલેશ્યા આદિમાં સંભવ છે. પરંતુ આકાર ભાવમાત્રા અને પ્રતિભાગ ભાવમાત્રાની અપેક્ષાએ પરિણમન થતું નથી.
બંધના સામાન્ય ભેદોની જેમ વેશ્યાનો બંધ ત્રણ પ્રકારનો હોય છે - (૧) જીવ પ્રયોગ બંધ (૨) અનંતર બંધ અને (૩) પરંપર બંધ.
જીવ જે લેશ્યાના દ્રવ્યોને ગ્રહણ કરી મૃત્યુ પામે છે તે એ જ લેયાવાળા જીવોમાં ઉત્પન્ન થાય છે. શુકલેશ્યાવાળા સંકુલેશ ને પ્રાપ્ત થઈ કૃષ્ણલેશ્યાવાળો બની જાય છે. તથા કૃષ્ણલેશ્યાવાળા જીવોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જે જીવ જે લેગ્યામાં કાળ કરે તે તેજ લેશ્યાવાળા જીવોમાં જન્મ લે છે. જીવ જે લેક્ષામાં ઉત્પન્ન થાય છે કદાચિતું તે જ વેશ્યામાં ઉદ્વર્તન કરે છે. પરંતુ તેજલેશ્યી પૃથ્વીકાયિક આદિ થોડા જીવ કદાચિત્ કૃષ્ણલેશ્યી થઈ ઉદ્વર્તન (મરણ) કરે છે. કદાચિત્ નીલલેશ્યી થઈ ઉદ્વર્તન કરે છે. કદાચિત્ કાપીત લેશ્યી થઈ ઉદ્વર્તન કરે છે. વેશ્યા પરિણત થવાના પ્રથમ સમયે જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. પરંતુ લશ્યાના પરિણત થવાથી જ્યારે અંતર્મુહૂર્ત વ્યતીત થઈ જાય છે અને અંતર્મુહૂર્ત શેષ રહે છે ત્યારે જીવ પરલોકમાં જાય છે.
લેશ્યાઓની અપેક્ષાએ ગર્ભ પ્રજનનનું વર્ણન મહત્ત્વપૂર્ણ છે. જે મનુષ્ય અને સ્ત્રી તથા એના ગર્ભથી સંબંધિત છે. એના અનુસાર મનુષ્ય અને સ્ત્રી પોતાના સદશ તથા પોતાનાથી ભિન્ન વેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. સ્થિતિની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા જીવથી નીલલેશ્યાવાળા જીવ કદાચિત્ મહાકર્મવાળા હોય છે. આ પ્રમાણે નીલ ગ્લેશ્યાથી કાપોતલેશ્યાવાળા જીવ, કાપોતથી તેજલેશ્યાવાળા, તેજલેશ્યાથી પાલેશ્યાવાળા જીવ સ્થિતિની અપેક્ષાએ કદાચિતું મહાકર્મવાળા થાય છે.
Jain Education internet