________________
૨૬. લેશ્યા અધ્યયન
આવશ્યકસૂત્રની હરીભદ્રીય ટીકામાં લેશ્યાની પરિભાષા કરતા કહ્યું છે, “ત્ત્તવયન્ત્યાત્માનમવિષેન વર્મા સ્મૃતિ દ્વેશ્યા” અર્થાત્ જે આત્માને અષ્ટવિધ કર્મોથી શ્લિષ્ટ કરે છે તે લેશ્યા છે. એક અન્ય પરિભાષા “સિમ્પતિ જેશ્યા” [ધવલા ટીકા] ના અનુસાર જે કર્મોથી આત્માને લિપ્ત કરે છે તે લેશ્યા છે. કર્મ બંધનમાં પ્રમુખ હેતુ કષાય અને યોગ છે. યોગથી કર્મપુદ્ગલ રુપી રજકણ આવે છે. કષાયરુપી ગોળાથી તે આત્મા ૫૨ ચોટે છે. પરંતુ કષાયના ગોળાને ભીનુ કરવાવાળુ પાણી લેશ્યા છે. સૂકો ગોળો રજકણને ચોટી નહીં શકાય, આ રીતે કષાય અને યોગથી લેશ્યા જુદી છે. સર્વાર્થસિધ્ધ ધવલા ટીકા આદિ ગ્રંથોમાં કષાયના ઉદયથી અનુરંજિત યોગની પ્રવૃત્તિને લેશ્યા કહેવામાં આવી છે. આ ભાવ લેશ્યાનું સ્વરૂપ છે.
૧૧૫૩
લેયાના બે પ્રકાર છે - દ્રવ્ય લેશ્યા અને ભાવ લેશ્યા. દ્રવ્ય લેશ્યા પૌદ્ગલિક હોય છે અને ભાવ લેશ્યા અપૌદ્ગલિક. દ્રવ્ય લેશ્યામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. ભાવલેશ્યા અગુરુલઘુ હોય છે.
દ્રવ્ય અને ભાવ આ બંને પ્રકારની લેશ્યાઓના છ ભેદ છે (૧) કૃષ્ણલેશ્યા (૨) નીલ લેશ્યા (૩) કાપોત લેશ્યા (૪) તેજો લેશ્યા (૫) પદ્મ લેશ્યા અને (૬) શુક્લ લેશ્યા. આમાં પ્રથમ ત્રણ લેશ્યાઓ દુર્ગતિગામિની, સંક્લિષ્ટ અમનોજ્ઞ, અવિશુધ્ધ, અપ્રશસ્ત અને શીત - રુક્ષ સ્પર્શવાળી છે. અંતિમ ત્રણ લેશ્યાઓ સુગતિગામિની, અસંક્લિષ્ટ, મનોજ્ઞ, વિશુધ્ધ, પ્રશસ્ત અને સ્નિગ્ધ - ઉષ્ણ સ્પર્શવાળી છે. વર્ણની અપેક્ષાએ કૃષ્ણલેશ્યામાં કાળો વર્ણ, નીલ લેશ્યામાં નીલો વર્ણ, કાપોત લેશ્યામાં કબૂતરી (કાળો અને લાલ મિશ્રિત) વર્ણ, તેજો લેશ્યામાં લાલ વર્ણ અને પદ્મ લેશ્યામાં પીળો વર્ણ, શુક્લ લેશ્યામાં શ્વેતવર્ણ હોય છે. રસની અપેક્ષાએ કૃષ્ણ લેશ્યામાં કડવો, નીલ લેશ્યામાં તીખો, કાપોત લેશ્યામાં કસાયેલો, તેજોલેશ્યામાં ખાટો-મીઠો, પદ્મલેશ્યામાં આશ્રવની જેમ થોડો ખાટો અને થોડો કષાયેલો તથા શુક્લલેશ્યામાં મધુર રસ હોય છે. ગંધની અપેક્ષાએ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ દુર્ગંધયુક્ત હોય છે. તથા તેજો, પદ્મ અને શુક્લલેશ્યાઓ સુગંધયુક્ત હોય છે. સ્પર્શની અપેક્ષાએ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ કર્કશ સ્પર્શયુક્ત છે. તથા તેજો, પદ્મ અને શુક્લલેશ્યાઓ કોમળ સ્પર્શયુક્ત છે. પ્રદેશની અપેક્ષાએ કૃષ્ણ લેશ્યાથી શુક્લલેશ્યા સુધી બધી લેશ્યાઓમાં અનંત પ્રદેશ છે. વર્ગણાની અપેક્ષાએ પ્રત્યેક લેશ્યામાં અનંત વર્ગણાઓ છે. પ્રત્યેક લેશ્યા અસંખ્યાત આકાશ પ્રદેશોમાં સ્થિત છે. આ વર્ણન દ્રવ્ય લેશ્યાના અનુસાર જાણવું.
પ્રસ્તુત અધ્યયનમાં ભાવલેશ્યાના અનુરૂપ પ્રત્યેક લેશ્માનું લક્ષણ આપ્યું છે. કૃષ્ણલેશ્યાથી યુક્ત જીવ પંચાશ્રવમાં પ્રવૃત્ત, ત્રણ ગુપ્તિઓથી અગુપ્ત, ષટ્કાયિક જીવોના પ્રતિ અવિરત આદિ વિશેષતાઓથી યુક્ત હોય છે. જ્યારે શુક્લલેશ્યાવાળા જીવ ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં લીન પ્રશાન્તચિત્ત અને દાન્ત હોય છે. તે પાચ સમિતિઓથી સમિત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત હોય છે. છએ લેશ્યાઓ ઉત્તરોત્તર શુભ છે.
Jain Education International
-
સલેશ્ય જીવ બે પ્રકારના છે સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. એમાંથી જે અસંસાર સમાપન્નક છે તેઓ સિધ્ધ કહેવાય છે તે યોગ્ય નથી જણાતું. સિધ્ધ તો અલેશ્ય હોય છે. અહિયાં સિધ્ધ શબ્દ મોહક્ષયના લક્ષ્યને સાધવાવાળા જિનના માટે ઉપયોગ થયો હોય એમ જણાય છે. સંસાર સમાપન્નક જીવ બે પ્રકારના છે - સંયત અને અસંયત. સંયત પણ પ્રમત્ત અને અપ્રમત્તના ભેદથી બે પ્રકારના છે. એમાં સિધ્ધ અને અપ્રમત સંયમને છોડી બધા જીવ આત્મારંભી પરારંભી અને તદુભયારંભી છે. અનારંભી નથી.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org