________________
૧૦૮૫
T
HHH BHI EHI EHI HI HIT liH / 'I III III
III IT IS IT H I Titlift in fittiti in
Hindi | In નાગાજરડાનારા આ પા ા ા ા ા ના કાકા
કામ પાસ
સન્નિકર્મ - દ્વારમાં ચારિત્ર પર્યવોનું અને એના અલ્પબદુત્વનું વર્ણન છે. યોગદ્વારના અનુસાર પુલાકથી લઈ નિગ્રંથ સુધીના નિગ્રંથ સયોગી છે. જ્યારે સ્નાતક સયોગી પણ છે અને અયોગી પણ છે. સામાયિક સંયતથી લઈ સુક્ષ્મ સંપરાય સુધીના સંયત સયોગી હોય છે તથા યથાવાત સંયત સયોગી પણ હોય છે અને અયોગી પણ હોય છે. ઉપયોગ દ્વારના અંતર્ગત પુલાક આદિ પાંચ નિગ્રંથ તથા સૂક્ષ્મ સંપરાય સંયતને છોડી ચાર સંત સાકારોપયુક્ત પણ હોય છે અને અનાકારોપયુક્ત પણ હોય છે. સુક્ષ્મ સં૫રાય સંયત સાકારોપયુક્ત જ હોય છે અનાકારોપયુક્ત હોતા નથી.
કષાય દ્વારના અનુસાર નિર્ગથ અને સ્નાતક અકષાયી હોય છે. જ્યારે શેષ ત્રણ સંકષાયી હોય છે. આ રીતે યથાખ્યાત સંયત અકષાયી હોય છે અને શેષ ચારે સંયત સકષાયી હોય છે. '
લેક્ષા દ્વારના અનુસાર પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલોમાં તેજો, પદ્મ અને શુક્લ આ ત્રણ લેશ્યાઓ જોવા મળે છે. જ્યારે કપાય કુશીલમાં છએ લેયાઓ જોવા મળે છે. નિગ્રંથમાં એક શુક્લ લેયા રહે છે. સ્નાતક સલેશ્ય અને અલેશ્ય બંને પ્રકારના હોય છે. સલેશ્ય હોવાથી પરમ શુક્લ લેશ્યાવાળા હોય છે.
સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતોમાં છો લેયાઓ હોય છે. પરિહાર વિશદ્ધિમાં તેજો, પદ્ધ અને શુક્લ લેશ્યા હોય છે, સુક્ષ્મ સંપરામાં એક માત્ર શુક્લ લેશ્યા હોય છે, યથાખ્યાત સલેય અને અલેશ્ય બન્ને પ્રકારના હોય છે સલેશ્ય થવા પર શુક્લલેશ્યાવાળા થાય છે.
પરિણામ દ્વારમાં વર્ધમાન, હાયમાન અને અવસ્થિત પરિણામોના આધાર પર નિરૂપણ કરેલ છે. બંધ દ્વારમાં કર્મોની મૂળ પ્રકૃતિનાં બંધનું વિવેચન છે. કર્મ વેદન દ્વારમાં ઉદયમાં આવેલી કર્મ પ્રકૃતિના વેદનનું નિરૂપણ છે. કર્મ ઉદીરણા દ્વારમાં આઠ કર્મ પ્રવૃતિઓમાં કોને કેટલી પ્રકૃતિ કોની ઉદીરણા થાય છે એનો ઉલ્લેખ છે.
ઉપસંહજહન દ્વારમાં એ બતાવેલું છે કે પુલાક આદિ નિગ્રંથ અને સામાયિક આદિ સંયત પોતાના પુલાકત્ત્વ કે સામાયિક સંયત્વ આદિને છોડીને શું પ્રાપ્ત કરે છે તે નીચે પડે છે કે ઉપર ચઢે છે એમાં એનો બોધ થાય છે.
' સંજ્ઞા દ્વાર, આહાર દ્વાર અને વિદ્વારમાં સંજ્ઞા, આહાર અને ભવની ચર્ચા છે. એના અનુસાર પુલાક, નિગ્રંથ અને સ્નાતક નૌસંજ્ઞોપયુક્ત હોય છે. બકુશ અને કુશીલ સંજ્ઞોપયુક્ત પણ માન્યા છે. સામાયિકથી લઈ પરિહારવિશુધ્ધિક સંયત સંજ્ઞોપયુક્ત પણ હોય છે અને નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે. સામાયિકથી લઈ સૂક્ષ્મ સંપરાય સુધીના સંયત આહારક હોય છે. જ્યારે યથાખ્યાત સંયત આહારક અને અનાહારક બંને પ્રકારના હોય છે. પુલાકથી લઈ નિગ્રંથ સુધી આહારક અને સ્નાતક અનાહારક હોય છે. આકર્ષ દ્વારમાં ભવ દ્વારને જ આગળ વધાર્યું છે. તથા એમાં એ વિચાર કર્યો છે કે પુલાક આદિ પોતાના એક કે અનેક ભવોમાં કેટલી વાર સંયમ ગ્રહણ કરે છે. કાળદ્વારનો બે વાર પ્રયોગ થયો છે પણ પ્રયોજન ભિન્ન છે. પહેલા અવસર્પિણી આદિ કાળોમાં મુલાકાદિનું વિવેચન હતું અને આ કાળદ્વારમાં પુલાક આદિની અવસ્થિતિનું વર્ણન છે. અંતરદ્વારમાં એ વિચાર કર્યો છે કે એક પ્રકારના સંયત કે નિગ્રંથ ફરીથી તે જ પ્રકારનો સંયત કે નિગ્રંથ બને તો કેટલા કાળનું અંતર કે વ્યવધાન રહે છે.
સમઘાત દ્વારમાં પ્રત્યેક નિગ્રંથ અને સંયતમાં થવાવાળા સમુદ્યાતોનું કથન [વર્ણન) છે. ક્ષેત્રદ્વાર પણ બીજીવાર આવ્યું છે. એના લોકના સંખ્યાતવે, અસંખ્યાતવે ભાગ આદિમાં પુલાક આદિના હોવા કે ન હોવાનો વિચાર કર્યો છે. સ્પર્શના દ્વારમાં લોકના સંખ્યામાં, અસંખ્યાતમાં આદિ ભાગો ના સ્પર્શ કરવા કે ન કરવાનું વિવેચન છે.
ભાવદ્વારના અનુસાર પુલાક, બકુશ અને કુશીલ ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. નિર્ગથ ઔપથમિક કે ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. સ્નાતક ક્ષાયિકભાવમાં હોય છે. સામાયિક આદિ ચાર પ્રકારના સંયત ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. જ્યારે યથાખ્યાત સંયત પશામિક કે ક્ષાયિકભાવમાં હોય છે.
test
test,
tet, test
test
set,
તe S, Nest, of, ite fe, Set, sl Jain Education International
, test, tet, tat, Tet, se sh, stet,
For Private & Personal Use Only
std Bluethashalahastika
lahili madhuridihill ll પારdil liliiliiiiiliitisfH
www.jainelibrary.org