________________
૧૦૮૪
જામસામા કાકા પણ મારા કાકા મામા
ના ઘાકડા નાણાIIIII
III IIIIIII
initiHitnt
RuratiH | | Twitter
: htter Heate
એ બંને અવેદક હોય છે. સંયતોની દૃષ્ટિએ સામાયિકસંયત અને છેદો સ્થાપનીયસંયતના આ બે પ્રકાર કહ્યા છે. કેટલાક સવેદક હોય છે તથા કેટલાક અવેદક હોય છે. પરિહારવિશુધ્ધિક સંયત સવેદક હોય છે અવેદક નથી હોતા. સુક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયત અવેદક હોય છે. એમાં કામવાસના જરા પણ રહેતી નથી.
રાગ-દ્વારના અનુસાર પુલાકથી લઈ કષાયકુશીલ સુધીના નિગ્રંથ સરાગ હોય છે. તેમાં નિર્ગથ અને સ્નાતક વીતરાગ હોય છે. સામાયિક સંયતથી લઈ સુક્ષ્મ સંપરાય સુધીના સંયત સરાગ હોય છે તથા ય હોય છે.
કલ્પ બારના અંતર્ગત સ્થિતકલ્પી, અસ્થિતકલ્પી, જિનકલ્પી, સ્થવિર કલ્પી અને કલ્પાતીતના આધારે નિગ્રંથો અને સંયતોનું વિવેચન કરવામાં આવ્યું છે.
ચારિત્ર દ્વારના અંતર્ગત નિગ્રંથના ભેદોમાં સંયતોની સામાયિક આદિ ભેદોનો સમાવેશ કરવામાં આવે છે. તથા સંયતોના ભેદોમાં નિગ્રંથોના પુલાક આદિ ભેદોનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રમાણે સામાયિક સંયત પુલાકથી લઈને કષાય કુશીલ સુધી કંઈ પણ થઈ શકે છે. પરંતુ તે નિગ્રંથ અને સ્નાતક ન થઈ શકે. છેદોપસ્થાપનીય પણ આ પ્રકારના હોય છે. પરિહારવિશુધ્ધિક અને સૂક્ષ્મસં૫રાય સંયતોમાં નિગ્રંથોનો માત્ર કષાયકુશીલ ભેદ જોવા મળે છે. યથાખ્યાત સંયતમાં નિર્ગથ અને સ્નાતક એ બે ભેદ જ જોવા મળે છે. અન્ય ત્રણ નહીં.
પ્રતિસેવના દ્વારમાં મૂળગુણો અને ઉત્તરગુણોના પ્રતિસેવક અને અપ્રતિસેવકની દષ્ટિથી વિચાર કર્યો છે. દોષોનું સેવન કરવાને પ્રતિસેવના તથા તેનાથી રહિત થવાને અપ્રતિસેવના કહેવામાં આવે છે.
જ્ઞાન દ્વારમાં કયા નિર્ગથ અને કયા સંયતમાં કેટલા અને ક્યા કયા જ્ઞાન જોવા મળે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ કારમાં મૃત અધ્યયનનું વર્ણન પણ છે. જેના અનુસાર પુલાક જધન્ય નવ પૂર્વની ત્રીજી આચાર વસ્તુ પર્યતનું અધ્યયન કરે છે. બકુશ, કુશીલ અને નિગ્રંથ જઘન્ય આઠ પ્રવચન માતાનું અધ્યયન કરે છે. તથા ઉત્કૃષ્ટ દૃષ્ટિએ બકુશ અને પ્રતિસેવના કુશીલ તો દશપૂર્વનું અધ્યયન કરે છે. તેમજ કષાયકુશીલ અને નિગ્રંથ ચૌદ પૂર્વોનું અધ્યયન કરે છે. સ્નાતક શ્રુત વ્યતિરિક્ત હોય છે. એમાં શ્રુતજ્ઞાન હોતું નથી. સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત અને સૂક્ષ્મ સંપરાય સંયત જઘન્ય આઠ પ્રવચન માતાનું તથા ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વનું અધ્યયન કરે છે. પરિહારવિશુધ્ધિક સંયત જઘન્ય નવપૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી તથા ઉત્કૃષ્ટ થોડું અપૂર્ણ દશપૂર્વનું અધ્યયન કરે છે. યથાખ્યાત સંયત જધન્ય આઠ પ્રવચન માતાનું અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વોનું અધ્યયન કરે છે. તે શ્રુત રહિત અર્થાત્ કેવળજ્ઞાની પણ હોય છે.
તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર અને કાળ દ્વારોમાં તેના જ સંબંધી વિષયો પર નિરુપણ થયું છે. કાળનું વિવેચન વધારે વિસ્તૃત છે.
ગતિ દ્વારમાં એ નિરૂપણ થયું છે કે કયો સંયત કે નિગ્રંથ કાળધર્મને પ્રાપ્ત કરી કઈ ગતિમાં અને કયાં ઉત્પન્ન થાય છે. પ્રાય: બધા સાધુ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને એમાં પણ પ્રાય: વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
સંયમ દ્વારા અનુસાર પુલાકથી લઈ કપાયકુશીલ સુધી અસંખ્યાત સંયમ સ્થાન કહ્યા છે. નિગ્રંથો અને સ્નાતકોનું એક સંયમ સ્થાન માન્યું છે. સામાયિકથી લઈ પરિહારવિશુધ્ધિક સંયતો સુધી અસંખ્ય સંયમ સ્થાન હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મુહૂર્તના સમયે જેટલા અસંખ્ય સંયમ સ્થાન માન્યા છે. યથાખ્યાત સંયતનો એક સંયમ સ્થાન માન્ય છે. આ દ્વારમાં એના સંયમ સ્થાનોના અલ્પબદુત્ત્વનો પણ વિચાર થયો છે.
Fાકા મામાનHimaliniiiiiiiiiiઘાયમા IIMIHIuluigitimaliHidealt whi Bhulilli likelliihiHEHધા પામiliarગાણા liliff HiriWfIiiiiiiiiiiillaમનપા પામોમર્મમHBHક્ષામHBHીમારી Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org