SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૩ દોષયુક્ત પ્રવૃત્તિ કરે છે તે અસંવૃત બકુશ છે. જે લોક લજ્જાના કારણે છુપાઈથી શરીરની વિભૂષાદિ પ્રવૃત્તિઓ કરે છે એ સંવૃત્ત બકુશ છે. જે આંખોમાં અંજન લગાવે આદિ અકરણીય સૂક્ષ્મ કાર્યોમાં સમય વેડફે તે યથાસૂક્ષ્મ બકુશ છે. કુશીલનો અર્થ છે - કુત્સિત શીલવાળા. કુશીલ નિગ્રંથના બે પ્રકાર છે – (૧) પ્રતિસેવના કુશીલ અને (૨) કષાય કુશીલ જે સાધક જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને શરીર આદિ હેતુઓથી સંયમના મૂળગુણો કે ઉત્તરગુણોમાં દોષ લગાડે છે તે પ્રતિસેવના કુશીલ કહેવાય છે. આ હેતુઓના આધાર પર પ્રતિસેવનાના પાંચ ભેદ છે - (૧) જ્ઞાન પ્રતિસેવના - કુશીલ (૨) દર્શન પ્રતિસેવના કુશીલ (૩) ચારિત્ર પ્રતિસેવના કુશીલ (૪) લિંગ પ્રતિસેવના કુશીલ અને (૫) યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ. કષાયકુશીલમાં માત્ર સંજ્વલન કષાયની કોઈ પ્રકૃતિ જોવા મળે છે. આ જ્ઞાનાદિ હેતુઓથી કપાયની પ્રકૃતિમાં પ્રવૃત્ત થાય છે પણ સંયમના મૂળગુણો અને ઉત્તરગુણોમાં કોઈપણ પ્રકારના દોષ લાગતા નથી. જ્ઞાનાદિ હેતુઓના કારણે આના પણ પાંચ ભેદ છે – (૧) જ્ઞાન કષાય કુશીલ (૨) દર્શન કષાય કુશીલ (૩) ચારિત્ર કષાય કુશીલ (૪) લિંગ કષાય કુશીલ (૫) યથાસૂક્ષ્મ કષાયકુશીલ. પાંચ નિગ્રંથોના નિગ્રંથભેદમાં કપાય પ્રવૃત્તિ અને દોષોના સેવનનો સર્વથા અભાવ હોય છે. આમાં સર્વજ્ઞતા પ્રગટ થવાની હોય છે. તથા રાગ-દ્વેષનો સર્વથા અભાવ થઈ જાય છે. નિર્ગથ શબ્દનો વાસ્તવિક અર્થ રાગ-દ્વેષની ગ્રંથિથી રહિતપણાંનો આમાં પૂર્ણતઃ અર્થઘટન થાય છે. આવા નિગ્રંથો જ વીતરાગ થાય છે. સમયની અપેક્ષાએ તેમના પાંચ ભેદ છે- (૧) પ્રથમ સમય નિગ્રંથ અગ્યારમાં કે બારમા ગુણસ્થાનના કાળના પ્રથમ સમયમાં વિદ્યમાન (૨) અપ્રથમ સમય નિગ્રંથ - અગ્યારમાં કે બારમા ગુણસ્થાનમાં બે સમયથી કે તેનાથી વધારે સમયથી વિદ્યમાન. (૩) ચરમ સમય નિગ્રંથ - જેની છદ્મસ્થતા એક સમય શેષ હોય. (૪) અચરમ સમય નિગ્રંથ - જેની છત્મસ્થતા બે કે બે સમયથી વધારે શેષ હોય. (૫) યથાસુક્ષ્મ નિર્ગથ - જે સામાન્ય નિર્ગથ હોય પ્રથમ આદિ સમયની અપેક્ષાએ ભિન્ન હોય. સર્વજ્ઞતાયુક્ત નિગ્રંથ સ્નાતક કહેવાય છે. આ નિગ્રંથોની સર્વોત્કૃષ્ટ સ્થિતિ છે. સ્નાતકના પણ પાંચ ભેદ કર્યા છે(૧) અચ્છવિ (૨) અશબલ (૩) અકર્ભાશ (૪) સંશુદ્ધ અને (૫) અપરિસ્ત્રાવી. જે છવિ અર્થાત શરીરભાવથી રહિત થઈ ગયું હોય તે અચ્છવિ કહેવાય છે. પ્રાકૃતના અચ્છવીનો ગુજરાતીમાં અક્ષરી શબ્દ પણ થઈ શકે છે. તાત્પર્ય એ છે કે ચાર ઘાતી કર્મોનું ક્ષપણ કર્યા પછી જેને કંઈ પણ ક્ષપણ કરવું શેષ ન રહ્યું હોય. અશબલનું તાત્પર્ય એ છે કે જેમાં અતિચારરૂપી પંક બિલકુલ પણ ન હોય. ઘાતકર્મોથી રહિત હોવાના કારણે અકશ વિશુધ્ધ જ્ઞાન, દર્શન ને ધારણ કરવાના કારણે સંશુધ્ધ તથા કર્મબંધના પ્રવાહથી રહિત થવાના કારણે અપરિસ્ત્રાવી નામ આપવામાં આવ્યું છે. આ પાંચ પ્રકારના નિગ્રંથોમાંથી પ્રથમ ત્રણ સાધક અવસ્થામાં રહે છે તથા અંતિમ બે વીતરાગ અવસ્થામાં જોવા મળે છે. પુલાક અને બકુશ આ ભેદ દોષયુક્ત સાધુઓના માટે છે. પ્રતિસેવના કુશીલ પણ દોષયુક્ત છે. કષાય કુશીલ તો સૂક્ષ્મ કષાય યુક્ત હોય છે. પાંચ પ્રકારના ચારિત્રોની સાથે એની તુલના કે સંબંધ પર પહેલા વિચાર કરી લીધો છે. આ અધ્યયનમાં નિગ્રંથો અને સંતોનો ૩૬ ધારો થી પૃથફ - પૃથફ નિરુપણ થયું છે. આ ૩૬ ધારો થી જ્યારે નિગ્રંથો અને સંતોનો વિચાર કરવામાં આવે છે તો એના સંબંધમાં પ્રત્યેક પ્રકારની જાણકારીનો સમાવેશ થઈ જાય છે. ૩૬ વારોમાં વેદ, રાગ, ચારિત્ર, કષાય, વેશ્યા, ભાવ આદિ દ્વાર મહત્ત્વપૂર્ણ છે. - વેદદ્વારના પ્રમાણે મુલાક, બકુશ અને પ્રતિસેવન કુશીલ નિગ્રંથ સંવેદક હોય છે. એમાં કામ-વાસના વિદ્યમાન રહે છે. કપાય-કુશીલ અવદક અને સવેદક બંને પ્રકારના હોય છે. નિર્ગથ અને સ્નાતકોમાં કામવાસના ન રહે માટે hai Is Hasia-Hadala Jain Education International statuswittઝાયા મારા ના ડાકાતાવાળા કાકા મામાદાપમાનમાં મારા માતા મારા નામ ના નાના નાના For Prvale & Personal use only www.jamembrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy