SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૨ આ પ્રમાણે પરિહાર વિશુધ્ધ ચારિત્રની પ્રક્રિયા અઢાર મહિના સુધી ચાલે છે. આ ચારિત્રના બે પ્રકાર છે . (૧) નિર્વિશ્યમાનક અને (૨) નિર્વિકાયિક. આ ચારિત્રને સ્વીકાર કરવાવાળો સાધુ નિર્વિશ્યમાનક અને તેનાથી અભિન્ન ચારિત્ર નિર્વિશ્યમાનક કહેવામાં આવે છે. જેમણે આ ચારિત્રનું આરાધન કરી લીધું છે તે નિર્વિષ્ટકાયિક કહેવાય છે તથા તેનાથી અભિન્ન ચારિત્ર નિર્વિકાયિક કહેવાય છે. (૪) ચોથુ ચારિત્ર સૂક્ષ્મસંપરાય છે. આ ચારિત્રવાનું સાધુ સૂક્ષ્મસં૫રાય સંયત કહેવાય છે. આ ચારિત્ર દસમાં ગુણસ્થાનમાં હોય છે કારણ કે - એમાં સંજ્વલન લોભ નામક સૂક્ષ્મસંપરાય શેષ રહે છે. આ ચારિત્ર બે પ્રકારના છે(૧) સંકિલશ્યમાનક અને (૨) વિશુદ્ધયમાનક, સંકિલયમાનક સૂક્ષ્મ સંપરાય ચારિત્ર ઉપશમશ્રેણીમાં પડેલા સાધુને હોય છે તથા વિશુદ્ધયમાનક ચારિત્ર ક્ષપકશ્રેણી અને ઉપશમશ્રેણીથી આરોહણ કરવાવાળા સાધુને હોય છે. - (૫) મોહનીયકર્મના ઉપશાંત કે ક્ષીણ થવાથી જે છમસ્થ કે જિન થાય છે- તે યથાખ્યાત સંયત છે. તે યથાખ્યાત ચારિત્રથી યુક્ત હોય છે. યથાખ્યાત ચારિત્ર અગ્યારથી ચૌદમાં ગુણસ્થાન સુધી જોવા મળે છે. આ ચારિત્રના બે ભેદ છે- (૧) છદ્મસ્થ અને (૨) કેવળી. જ્યારે જીવ અગ્યારમા અને બારમા ગુણસ્થાનવત છદ્મસ્થમાં હોય છે ત્યારે છદ્મસ્થ યથાવાત ચારિત્ર કહેવાય છે અને જ્યારે કેવળીમાં હોય છે ત્યારે કેવળી યથાખ્યાત ચારિત્રના નામથી જાણી શકાય છે. સંતો અને સાધુઓને આગમોમાં નિગ્રંથ પણ કહેવાય છે. પરંતુ નિગ્રંથોનું વિવેચન અહિં જુદા પ્રકારે મળે છે. નિગ્રંથોના પાંચ પ્રકાર છે – (૧) પુલાક (૨) બકુશ (૩) કુશલ (૪) નિગ્રંથ અને (૫) સ્નાતક. પાંચ પ્રકારના ચારિત્રોની સાથે જે આ પાંચ પ્રકારનાં નિગ્રંથોનું વિવેચન કરીએ તો જાણ થાય છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલોમાં સામાયિક અથવા છેદોપસ્થાપનીય ચારિત્ર જોવા મળે છે. કષાયકુશીલોમાં પરિહારવિશુધ્ધ અને સૂક્ષ્મ સંપરાય ચારિત્ર જોવા મળે છે. નિગ્રંથો અને સ્નાતકોમાં એક માત્ર યથાવાત ચારિત્ર જોવા મળે છે. પુલાક એ પ્રકારના નિગ્રંથ છે જે મૂળગુણ તથા ઉત્તરગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કરતા છતા પણ વીતરાગ પ્રણીત આગમથી ક્યારેય વિચલિત થતા નથી. પુલાકનો અર્થ છે- નિસાર ધાન્યકણ. સંયમવાનું હોવા છતાં પણ જે સાધુ કોઈ નાના દોષના કારણે સંયમને કિંચિત્ અસાર કરી દે છે તે પુલાક કહેવાય છે. પુલાક લબ્ધિના પ્રયોક્તા નિગ્રંથ પુલાક કહેવાય છે. આ લબ્ધિ પુલાક પણ કહેવાય છે. બીજા પ્રકારના પુલાક આસેવના પુલાક કહેવાય છે. લબ્ધિ પુલાક પાંચ કારણોથી પુલાક લબ્ધિનો પ્રયોગ કરવાના કારણે પાંચ પ્રકારના કહ્યા છે - (૧) જ્ઞાન પુલાક (૨) દર્શન પુલાક (૩) ચારિત્ર પુલાક (૪) લિંગ પુલાક અને (૫) યથાસૂક્ષ્મ પુલાક. જ્ઞાન પુલાક સ્કૂલના, વિસ્મરણ વિરાધના આદિ દુષણોથી જ્ઞાનની કિંચિત વિરાધના કરે છે. દર્શન પુલાક સમ્યકત્ત્વની વિરાધના કરે છે. આ રીતે ચારિત્રને દૂષિત કરવાવાળા ચારિત્ર પુલાક કહેવાય છે. અકારણ જ અન્ય લિંગ કે વેષને ધારણ કરવાવાળા લિંગ પુલાક કહેવાય છે. સેવન કરવાના અયોગ્ય દોષો ને સાધુ - સાધ્વીઓની રક્ષા કરતા કોઈ સેવન કરે તો તેને યથાસૂક્ષ્મ પુલાક કહેવામાં આવે છે. બકુશ એવા પ્રકારના શ્રમણ છે જે આત્મશુદ્ધિની અપેક્ષા શરીરની વિભૂષા અને ઉપકરણોની સજાવટ તરફ વધારે રુચિ રાખે છે. તેમજ સ્વાધ્યાય, ધ્યાન, તપ આદિમાં શ્રમ ન કરતા ખાવું-પીવું, શયન, આરામ આદિની પ્રવૃત્તિ કરવા લાગે છે. બકુશ નિગ્રંથ પાંચ પ્રકારના કહેવાય છે - (૧) આભોગ બકુશ (૨) અનાભોગ બકુશ (૩) સંવૃત્ત બકુશ (૪) અસંવૃત્ત બકુશ અને (૫) યથાસૂક્ષ્મ બકુશ. સાધુઓના માટે શરીર, ઉપકરણ આદિને સુશોભિત કરી અયોગ્ય સમજીને પણ જે દોષ લાગે છે તે આભોગ બકુશ છે. જે ન જાનતા દોષ લગાવે છે તે અનાભોગ બકુશ છે. જે પ્રગટરૂપમાં inister મમક મા મ For Private & Personal Use Only કા કરી www.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy