SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૧ lfill illiliillallall tillllllllllllllli Ilailillallalllllllllllllllllliciansultatuitabilitainian Wilhill millllllllgirl: minertialitanillaiiliilitiiliiiiiiiiiiiiiiiiiial.aliwillu miniumલા#sittiiiiiiiiiiiii) " " " " - " Oc OT " " બ થs " " . " " " બા " " OS ) ૨૫. સંયત અધ્યયન પ્રસ્તુત અધ્યયનમાં અનેક સંયત અને નિગ્રંથોનું વિસ્તૃત વર્ણન છે. સંસારમાં કેટલાક જીવો સંયત હોય છે, કેટલાક જીવો અસંમત હોય છે અને કેટલાક જીવો સંયતાસંમત હોય છે. મહાવ્રતધારી સાધુઓ અથવા શ્રમણોને સંયત કહેવામાં આવે છે. પાંચમાં ગુણસ્થાનવત શ્રાવકોને સંયતાસંયત કહેવામાં આવે છે. તથા શેષ સર્વ [પહેલા થી ચોથા ગુણસ્થાન સુધીના] જીવ અસંયત કહેવામાં આવે છે. આ દૃષ્ટિથી દેવ, નારકી અને એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના બધા જીવ અસંયતની શ્રેણીમાં આવે છે. તિર્યચપંચેન્દ્રિય જીવ અસંયત અને સંયતાસંયત આ બે પ્રકારના હોય છે. મનુષ્ય સંયત પણ હોય છે, અસંયત પણ હોય છે અને સંયતતાસંયત પણ હોય છે. સિધ્ધ આ ત્રણે અવસ્થાઓથી રહિત નોસંયત, નો અસંયત અને નોસંયતાસંમત હોય છે. સંયત સર્વવિરતિ ચારિત્રથી યુક્ત હોય છે. ચારિત્રના પાંચ ભેદોના આધાર પર સંયત જીવ પાંચ પ્રકારના કહેવામાં આવે છે. જેમકે - (૧) સામાયિક સંયત (૨) છેદો પસ્થાપનીય સંયત (૩) પરિહારવિશુધ્ધ સંયત (૪) સૂક્ષ્મ સંપરાય સંયત (૫) યથાખ્યાત સંયત. (૧) સામાયિક ચારિત્રના આરાધક સંયત સામાયિક સંયત કહેવાય છે. એ બે પ્રકારના હોય છે - (૧) ઇતરિક અને (૨) યાવત્કથિત. પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનકાળમાં છેદોપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) ના પૂર્વ જધન્ય સાત દિવસ, મધ્યમ ચાર મહિના અને ઉત્કૃષ્ટ છહ મહિના સુધી જે સામાયિક ચારિત્રનું પાલન કરવામાં આવે છે તે ઇવરિક સામાયિક ચારિત્ર કહેવાય છે. વચ્ચેના બાવીશ તીર્થકરોના શાસનકાળમાં જીવનપર્યત સુધી સામાયિક ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે તે યાવસ્કથિત સામાયિક ચારિત્ર કહેવાય છે. બાવીશ તીર્થકરોના શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં છેદો પસ્થાપનીય ચારિત્ર આપવામાં આવતું નથી. (૨) જે સંયત છેદોપસ્થાપનીય ચારિત્રવાળો હોય છે તે છેદો સ્થાપનીય સંયત કહેવાય છે. આ ચારિત્રને આજકાળે વડી દીક્ષા પણ કહેવામાં આવે છે. પરંતુ મૂલગુણોનો ઘાત (નાશ) કરવાવાળા સાધુઓને ફરીથી મહાવ્રતોમાં સ્થિર (અધિષ્ઠિત) કરવા માટે પણ છેદોપસ્થાપનીય ચારિત્રનું મહત્ત્વ છે. આ ચારિત્રમાં પૂર્વપર્યાયનો છેદ તથા મહાવ્રતોનું ઉપસ્થાપન કે આરોપણ થાય છે માટે તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર બે પ્રકારના છે - (૧) સાતિચાર અને (૨) નિરતિચાર. ઇરિક સામાયિક ચારિત્રવાળા સાધુને તથા એક તીર્થથી બીજા તીર્થમાં જવાવાળા સાધુને મહાવ્રતોનું આરોપણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. તથા મૂલગુણોનો ઘાત કરવાવાળા સાધુને ફરીથી મહાવ્રતોમાં આરોપણ સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. (૩) પરિહારવિશુધ્ધ ચારિત્રથી યુક્ત સંતપરિહાર વિશુધ્ધસંયત કહેવાય છે. આ ચારિત્રમાં પરિહાર અર્થાત તપ વિશેષથી' કર્મનિર્જરા રૂપ શુધ્ધિ થાય છે. આ ચારિત્રના ધારક સંત મન, વચન અને કાયાથી ઉત્કૃષ્ટ ધર્મનું પાલન કરતા આત્મવિશુધ્ધિ ને અપનાવે છે. પરિહારવિશુધ્ધ ચારિત્ર બાબત વિશેષાવશ્યક ભાષ્યમાં એક વિશેષ પ્રક્રિયા બતાવી છે. જેમાં નવ સાધુઓનો એક ગચ્છ મળીને આ સાધના કરે છે. નવ સાધુઓમાંથી ચાર સાધુ તપ કરે છે. એક સાધુ પ્રમુખ હોય છે તથા શેષ ચાર સાધુ વૈયાવૃત્ય કરે છે. એ પ્રક્રિયા છ મહિના સુધી ચાલે છે. બીજા છ મહિના સુધી વૈયાવૃત્ય કરવાવાળા સાધુ તપ કરે છે. તથા તપ કરવાવાળા વૈયાવૃત્ય કરે છે. ત્રીજા છ મહિના સુધી પ્રમુખ વ્યાખ્યાતા સાધુ તપ કરે છે. એક અન્ય સાધુ પ્રમુખ રહે છે તથા સાત સાધુ તેની સેવા કરે છે. દ. ra is in india tamara Jain Educaton intematonal કલાકahiu l ના વાયદાકારાવાલા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy