SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૭ thદામા .વામH :યક્ષા Hilliitil it પપ્પા ના કાકાવડા !! પાWhat the ti t le billBit allI HI!tilalHill it i liritutiliitilllllllllllilithiu li li li ll thક્ષમા HLIH વૈમાનિકદેવ એક રૂપની વિકુર્વણા કરવામાં પણ સમર્થ છે અને અનેક રૂપોની વિદુર્વણા કરવામાં પણ સમર્થ છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસીદેવ પણ આ પ્રકારની વિકવણા કરવામાં સમર્થ હોય છે, પરંતુ એમણે કયારેય આવી વિદુર્વણા કરી નથી, કરતા પણ નથી અને કરશે પણ નહિ. મહદ્ધિક યાવતું મહાસુખવાળા દેવ હજાર રૂપોની વિદુર્વણા કરીને પરસ્પર એક બીજા સાથે સંગ્રામ કરવામાં સમર્થ છે, પરંતુ વૈક્રિયકૃત તે શરીરનો એક જ જીવની સાથે સમ્બદ્ધ હોય છે અનેક જીવોની સાથે નહિ. તે શરીરના વચ્ચેના અંતરાલ ભાગ પણ એક જ જીવથી સંબદ્ધ હોય છે, અનેક જીવોથી સંબદ્ધ હોતા નથી. દેવો અને અસુરોમાં જ્યારે સંગ્રામ છેડાય જાય છે તો દેવ જ્યારે તૃણ, કાષ્ઠ, પાંદડા, કાંકરા આદિને સ્પર્શ કરે છે. એ જ વસ્તુ તે દેવોનું શસ્ત્ર રત્ન બની જાય છે, પરંતુ અસુરોના માટે આ વાત શક્ય નથી. અસુરકુમારોના સદૈવ વૈક્રિયકૃત શસ્ત્રરત્ન હોય છે. નરયિક જીવ પણ વિકુર્વણા કરે છે. પ્રથમ નરકથી લઈને પાંચમી નરક સુધીના નૈરયિક એક રૂપની પણ વિદુર્વણા કરે છે અને અનેક રૂપોની પણ વિદુર્વણા કરે છે. એક રૂપની વિદુર્વણા કરતાં તે એક મહાન મુદ્ગર યાવત્ ભિંડમાલ રૂપની વિદુર્વણા કરે છે. અનેક રૂપોની વિકુર્વણા કરતાં તે અનેક મુગર રૂપો યાવત્ અનેક ભિંડમાલ રૂપોની વિદુર્વણા કરે છે. તે સંખ્યય, સદશ અને સંબદ્ધ રૂપોની વિમુર્વણા કરે છે. વિદુર્વણા કરવાથી તેની વેદનાની ઉદીરણા થાય છે. તે વેદના ઉગ્ર, વિપુલ, પ્રગાઢ, કર્કશ, દુઃખદ અને અસહ્ય હોય છે. છઠ્ઠી અને સાતમી નરકના નૈરયિક છાણાંના કીડાના સમાન ઘણા મોટા વજય મુખવાળા રક્તવર્ણ કુંથુઓના રૂપોની વિદુર્વણા કરે છે. વાયુકાયના જીવમાં પણ વૈક્રિય શરીર હોય છે, એટલા માટે તે પણ વિદુર્વણા કરી શકે છે. તે એક મોટા પતાકાના આકાર જેવા રૂપની વિદુર્વણા કરીને એક દિશામાં અનેક યોજન સુધી ગતિ કરી શકે છે. વાયુકાયના જીવ ઉંચી પતાકા અને ઝુકેલી પતાકા એમ બન્ને આકારથી ગતિ કરવામાં સમર્થ છે. તે પોતાની ઋદ્ધિ પોતાના કર્મ અને પ્રયોગથી જ એવું કરવામાં સમર્થ છે. બલાહક (મેઘપંક્તિ) એક મોટા સ્ત્રીરૂપ યાવતું સન્ડમાનિકાના રૂપમાં પરિણત થવામાં સમર્થ છે. તે પણ જેટલી રક્રિયાઓ કરે છે. તે આત્મદ્ધિ, આત્મકર્મ અને આત્મપ્રયોગથી ન કરતા પર-કર્મ અને પર-પ્રયોગથી જ કરે છે. તે મોટા યાનના રૂપમાં પરિણત થઈને પણ અનેક યોજન સુધી જઈ શકે છે. Stes test, test, les, des -Sc. . etc., Hinition, પાવા ઘામ મકાનના મામલા શાણા મian Hai Auntinimitill auntil itani tet, tet, tat, tet, de lost - Reso desc, wildlifell illuluuuuul IIIIIIIultistat itis itiIII IIIIIIIIIIIIIIIIIIIII III III III III IELT RH H ill attirth - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy