SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ SOS શશ નારાયણ પામશા વા કાયદા દવા દેવોની વિદુર્વણાના પ્રસંગમાં અનેક પ્રકારના તથ્ય ઉજાગર થયા છે. દેવોના પાંચ પ્રકાર કહ્યા છે - ૧. ભવ્ય દ્રવ્યદેવ, ૨, નરદેવ, ૩. ધર્મદેવ, ૪. દેવાધિદેવ અને ૫. ભાવવ. આમાંથી પ્રથમ ત્રણ પ્રકારના દેવ તથા ભાવદેવ એક રૂપની પણ રચના કરવામાં સમર્થ છે અને અનેક રૂપો (આકારો) ની પણ રચના કરવામાં સમર્થ છે. તે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય રૂપોની રચના (વિકુર્વણા) કરી શકે છે. જે રૂપોની તે રચના કરે છે તે સંખ્યય, અસંખ્યય, સમ્બદ્ધ, સદશ અથવા અસદશ થઈ શકે છે. દેવાધિદેવોમાં એક અને અનેક રૂપોની રચના કરવાનું સામર્થ્ય છે. તથાપિ તેઓ આ પ્રકારની વિદુર્વણા કરતા નથી. વિદુર્વણાના સામર્થ્યનું વર્ણન કરતાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર (ભગવતી સૂત્ર) માં અસુરેન્દ્ર, અસુરરાજ ચમર, વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ, નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ, સ્વનિતકુમારેન્દ્ર આદિ અન્ય ભવનપતિ દેવેન્દ્રો, વાણવ્યંતરદેવો, જ્યોતિષ્કદેવો અને દેવેન્દ્રોની વિદુર્વણાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આ બધા દેવેન્દ્રોના સામાનિકદેવો, ત્રાયન્ઝિશક લોકપાલો અને અગમહિષિઓની વિદુર્વણા શક્તિનું પણ આ અધ્યયનમાં વર્ણન ઉપલબ્ધ છે. વૈમાનિકદેવોના વિભિન્ન દેવલોકોના દેવેન્દ્રો, તેનાં સામાનિક દેવો, લોકપાલો અને અગ્રમહિષિઓની વિમુર્વણા શક્તિનો પણ આમાં ઉલ્લેખ છે. દેવેન્દ્ર દેવરાજ શક્ર દેવેન્દ્ર દેવરાજ ઈશાન, સનકુમાર દેવેન્દ્રથી લઈને અશ્રુત દેવલોકનાં દેવેન્દ્ર અને તેના સામાનિકદેવો, લોકપાલો અને અગ્નમહિષિઓની વિદુર્વણાનું વર્ણન પણ અહીં ઉપલબ્ધ છે. દેવોની વિકવણાનું આ વર્ણન ઘણું આશ્ચર્યજનક અને રોચક છે. ભગવાન મહાવીર અને ગણધરોના મધ્ય થયેલ વાર્તામાં આ દેવોની વિદુર્વણાની શક્તિનું ઉદ્ઘાટન કરેલ છે. આ પણ નિર્દેશ છે કે વિભિન્ન દેવેન્દ્ર દેવો અને દેવિઓની વિદુર્વણાની વ્યાપક શક્તિ વિદ્યમાન હોવા છતાં પણ તે ક્યારેય આ પ્રકારની વિદુર્વણા કરતાં નથી. નાગકુમારેન્દ્ર જેવા કેટલાક દેવેન્દ્રોમાં એટલી શક્તિ છે કે તે એક જંબૂદ્વીપ શું સંખ્યાત દ્વીપ સમુદ્રોને પોતાની વિદુર્વણાથી ભરી શકે છે, પરંતુ તે એવું કયારેય કરતાં નથી. દેવના બે પ્રકાર છે. - ૧. માયી મિથ્યાદપ્તિ- ઉપપત્નક અને ૨, અમારી સમ્યક્દષ્ટિ ઉપપત્નક. આમાંથી અમાયી સમ્યક્દષ્ટિ ઉપપત્નક દેવ યથેચ્છ વિકર્વણા કરી શકે છે. પરંતુ માયી મિથ્યાદૃષ્ટિ દેવ યથેચ્છ વિફર્વણા કરી શકતા નથી. જેમ એક જ અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર ઉત્પન્ન થયા, તેમાંથી જે માયી મિથ્યાદષ્ટિ - ઉપપન્નક દેવ છે, તે ઋજુ રૂપની વિદુર્વણા કરવા આવે છે પરંતુ વક્રરૂપની વિદુર્વણા થઈ જાય છે અને જ્યારે તે વક્રરૂપની વિદુર્વણા કરવા ચાહે છે, ત્યારે ઋજુરૂપની વિદુર્વણા થઈ જાય છે. અમારી સમ્યફદૃષ્ટિ ઉપપન્નક દેવની સાથે આવું નથી થતું. તે જ્યારે ઋજુરૂપની વિદુર્વણા કરવા આવે છે ત્યારે જુરૂપની વિદુર્વણા થાય છે અને જ્યારે તે વક્રરૂપની વિદુર્વણા કરવા ચાહે છે ત્યારે વક્રરૂપની વિકર્વણા થાય છે. મહદ્ધિક યાવત્ મહાનુભાગદેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને એક વર્ણ અને એક રૂપ (આકાર)ની વિદુર્વણા કરી શકે છે. આ પ્રમાણે વિદુર્વણાનાં ત્રણ ભાંગા હજી છે. એક વર્ણ અનેક રૂપ, અનેક વર્ણ એક રૂપ અને અનેક વર્ણ અનેક રૂપ. તે બાહ્યપુદ્ગલોને ગ્રહણ કરીને કાળા પુદ્ગલને લીલા પુદ્ગલના રૂપમાં અને લીલા પુદ્ગલને કાળા પુદ્ગલના રૂપમાં પરિણત કરી શકે છે. આ પ્રમાણે તે એક વર્ણને બીજા વર્ષમાં, એક રસને બીજા રસમાં, એક ગંધને બીજી ગંધમાં અને એક સ્પર્શને બીજા સ્પર્શમાં પરિણત કરવામાં સમર્થ છે. રૂપીભાવને પ્રાપ્ત તે દેવ અરૂપી વિકુર્વણા કરી શકતા નથી. - 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy