________________
૬૦૫
iHillli tulileiHillialiHIBHldlifelilalH HIERHIEWllHhHIBIRBHBHAI WIFE
૧૫. વિફર્વણા અધ્યયન
વિક્ર્વણાનો અર્થ છે વિભિન્ન પ્રકારના રૂપ આકાર આદિની રચના કરવી. આ વિદુર્વણા પ્રાયઃ વૈક્રિય શરીરના માધ્યમથી કરી શકાય છે. ભાવિતાત્મા અણગાર, દેવ, નૈરયિક, વાયુકાયિક જીવ અને બલાહકોના દ્વારા કરવામાં આવતી વિદુર્વણાનું આ અધ્યયનમાં વિસ્તારથી વર્ણન કરેલ છે.
વિદુર્વણા કે વિક્રિયા મુખ્ય ત્રણ પ્રકારની હોય છે, ૧. બાહ્યપુગલોને ગ્રહણ કરીને કરવામાં આવેલ,
બાહ્યપુગલોને ગ્રહણ કર્યા વગર કરવામાં આવેલ અને ૩. બાહ્યપુદ્ગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વગર કરવામાં આવેલ વિદુર્વણા.
વિકુર્વણાના ત્રણ ભેદ આંતરિક પુદ્ગલોને ગ્રહણ કરી, ગ્રહણ ન કરી અને મિશ્રિત સ્થિતિથી પણ બને છે. જ્યારે બાહ્ય અને આંતરિક બને પગલોને ગ્રહણ કરી, ગ્રહણ ન કરી અને મિશ્રિત સ્થિતિ બને છે ત્યારે પણ વિક્રિયાના ત્રણ ભેદ બને છે. આ ભેદોથી આ વાત સ્પષ્ટ થાય છે કે વિક્રિયા બાહ્યપુદ્ગલોને ગ્રહણ કરવાથી પણ થાય છે અને ગ્રહણ ન કરવાથી પણ થાય છે અને આંતરિક પુદ્ગલોને ગ્રહણ કરી અને ન કરવાથી પણ થઈ શકે છે.
જે જીવ એકવાર અરૂપી થઈ જાય છે અર્થાત્ સિદ્ધ બની જાય છે તે ફરી વિદુર્વણા કરતો નથી, કારણ કે વિદુર્વણાના માટે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત પુદગલોની આવશ્યકતા છે અને સિદ્ધ આનાથી રહિત હોય છે. તે કર્મ, વેદ, મોહ, વૈશ્યા અને શરીરથી પણ રહિત હોય છે.
ભાવિતાત્મા અણગાર અનેક પ્રકારની વિકવણા કરી શકે છે. તે ઉપર આકાશમાં ઉડી શકે છે, ગમન કરી શકે છે, વૈભારગિરિને ઉલળી શકે છે, તે સ્ત્રી રૂપ યાવત્ ચન્દ્રમાનિકા રૂપની વિદુર્વણા કરી શકે છે, તે હાથમાં ઢાલ, તલવાર વગેરે લઈને કે પતાકા લઈને પણ આકાશમાં ઉડી શકે છે. પલાંઠી વાળીને પર્યકાસન બેઠેલા પણ આકાશમાં ઉડી શકે છે, ભાવિતાત્મા અણગાર બહારના પુદ્ગલોને ગ્રહણ કરી એક મોટા અશ્વ, હાથી, સિંહ, વાઘ, ઘેટું, ચિત્તા, રીછ આદિના રૂપનું અભિયોજન કરીને અનેક યોજન સુધી જવામાં સમર્થ છે. તેઓ એવું આત્મઋદ્ધિથી કરે છે, પરઋદ્ધિધા નથી કરતો. પોતાના કર્મથી અને આત્મ-પ્રયોગથી કરે છે પરકર્મ અને પર-પ્રયોગથી નથી કરતો બહારના પગલોન ચૂર્ણ કરીને ભાવિતાત્મા અણગાર એક મોટા ગ્રામરૂપ, નગરરૂપ આદિની પણ વિદુર્વણા કે રચના કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભાવિતાત્મા અણગારમાં આ વિકરાઓને કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ તે આ પ્રકારની વિદુર્વણાઓ કરતાં નથી. જે વિદુર્વણાઓ કરાય છે તેને માયી અણગાર કરે છે. અમાથી અનગાર નહિં.
અસંવૃત અણગાર બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને લીલા પુદ્ગલોને કાળા પુદ્ગલોના રૂપમાં, ચીકણા પુગલોન લુખા-૫ગલાના રૂપમાં કે આ પ્રકારે એક વર્ણને બીજા વર્ષમાં, એક રસને બીજા રસ આદિમાં પરિણમન કરવામાં સમર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org