________________
૯૧૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
જે તે મહિલા મહિના - નિંતી. યુ. ૨૪ ૮૮. મહિનાપસરસ વેત્ત
जावइया तिसमयाहारगस्स, सुहुमस्स पणगजीवस्स । ओगाहणा जहन्ना, ओहीखेत्तं जहन्नं तु ॥४५॥
सव्वबहुअगणिजीवा, णिरंतरं जत्तियं भरिज्जंसु । खेत्तं सव्वदिसागं, परमोही खेत्तनिद्दिट्ठो ॥४६॥
अंगुलमावलियाणं भागमसंखेज्ज दोसु संखेज्जा।
अंगुलमावलियंतो आवलिया अंगुलपुहत्तं ॥४७॥
हत्थम्मि मुहत्तंतो, दिवसंतो गाउयम्मि बोद्धब्बो।
આ અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરુપ છે. ૮૮, અવધિજ્ઞાનનું ક્ષેત્ર :
ત્રણ સમયનાં આહારક સૂક્ષ્મ-નિગોદ જીવની જઘન્ય અવગાહના જેટલી થાય છે તેટલો જ જધન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર છે. સમસ્ત સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત અગ્નિકાયના જીવ બધી દિશાઓમાં જેટલું ક્ષેત્ર નિરંતર પરિપૂર્ણ કરે છે તેટલું જ ક્ષેત્ર પરમાવધિજ્ઞાનનું કહ્યું છે. જો અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલનાં અસંખ્યાતમાં ભાગને જાણે છે તો કાળથી આવલિકાનાં અસંખ્યાતમા ભાગને જાણે છે. જો ક્ષેત્રથી અંગુળનાં સંખ્યાતમાં ભાગને જાણે છે તો કાળથી આવલિકાનાં સંખ્યામાં ભાગને જાણે છે. જો ક્ષેત્રથી અંગુળ પ્રમાણ ક્ષેત્રને જાણે છે તો કાળથી આવલિકાથી કંઈક ઓછું જુવે છે. જો સંપૂર્ણ આવલિકા પ્રમાણ કાળ જુવે છે તો ક્ષેત્રથી અંગુળ પૃથકત્વ (અનેક અંગુળ) પ્રમાણ ક્ષેત્રને જુવે છે. જો અવધિજ્ઞાની ક્ષેત્રથી એક હાથ ક્ષેત્ર જુવે છે તો કાળ થી કંઈક ન્યૂન એક મુહૂર્ત જુવે છે અને કાળથી કંઈક ઓછું એક દિવસ જુવે છે તો ક્ષેત્રથી એક ગાઉ (કોસ પરિમાણ) જુવે છે. જો ક્ષેત્રથી યોજના પરિમાણ (ચાર કોસ) જુવે તો કાળ થી દિવસ પૃથકત્વ સુધી જુવે છે. જો કાળથી કંઈક ન્યૂન એક પક્ષ જુવે તો ક્ષેત્રથી પચ્ચીસ યોજન સુધી જુવે છે. જો ક્ષેત્રથી સંપૂર્ણ ભરતક્ષેત્રને જુવે તો કાળથી અર્ધમાસ પરિમિત (ભૂત ભવિષ્ય) કાળને જાણે છે. જો ક્ષેત્રથી જંબૂઢીપ સુધી જુવે તો કાળથી એક માસથી પણ વધારે ભૂત, ભવિષ્યકાળને જુવે છે. જો ક્ષેત્રથી મનુષ્યલોક પરિમાણ ક્ષેત્રને જુવે તો કાળથી એક વર્ષ સુધી ભૂત, ભવિષ્યકાળને જુવે છે. જો ક્ષેત્રથી રુચક ક્ષેત્ર સુધી જુવે તો કાળથી વર્ષ પૃથકત્વ (અનેક વર્ષ) ભૂત અને ભવિષ્ય કાળને જાણે છે. જો અવધિજ્ઞાની કાળથી સંખ્યાતકાળને જાણે છે તો ક્ષેત્રથી સંખ્યાત દ્વીપ-સમુદ્ર સુધી જાણે છે અને અસંખ્યાત કાળ જાણવા પર ક્ષેત્રથી દ્વીપો અને સમુદ્રોને ભજનાથી જાણે છે અર્થાત કોઈ સંખ્યા અને કોઈ અસંખ્યાત દ્વીપ સમુદ્ર જાણે છે.
www.jainelibrary.org
जोयण दिवसपूहत्तं, पक्खंतो पण्णवीसाओ ॥४८॥
भरहम्मि अद्धमासो, जंबुददीवम्मि साहिओ मासो।
वासं च मणुयलोए, वासपुहत्तं च रूयगम्मि ॥४९॥
संखेज्जम्मि उ काले दीव-समुद्दा वि होंति संखेज्जा । कालम्मि असंखेज्जे दीव-समुद्दा उ भइयव्वा ॥५०॥
Jain Education International
For Private & Personal Use Only