________________
૮૦૮
| H
ta
t
liliiiiiiiાકાતiiiiiiiiiiiiiiiii
iliaiti
Hai
I stil lil lil liliiiiiiiiiiiiicii. TriniiiiiiciiામutIEવા iitil thritint it
is fill
it turશાditiા
તા:
અંતમાં જ્ઞાન અધ્યયનનું અનુયોગ પ્રકરણ છે. આમાં અનુયોગની વિધિનું વર્ણન છે. પ્રારંભમાં કહ્યું છે કે પાંચ જ્ઞાનમાંથી શ્રુતજ્ઞાનમાંજ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવૃત્ત હોય છે, બાકીના ચાર જ્ઞાનોમાં ઉદ્દેશ, સમુદ્દેશ અને અનુજ્ઞા ન હોવાથી આમાં અનુયોગની પણ પ્રવૃત્તિ હોતી નથી.
શ્રુત જ્ઞાનમાં પ્રવૃત્ત અનુયોગ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય દ્વિવિધ આગમોમાં પ્રવૃત્ત થાય છે. અંગબાહ્યોમાં કાલિક અને ઉત્કાલિક બન્ને પ્રકારના આગમોમાં એ પ્રવૃત્ત થાય છે. ઉત્કાલિક શ્રતોમાં આવશ્યક સૂત્ર અને આવશ્યક વ્યતિરિક્ત સૂત્રોમાં પણ અનુયોગ કરવામાં આવે છે. અહીં આવશ્યક સૂત્રના પ્રથમ સામાયિક અધ્યયનમાં અનુયોગનું વર્ણન કરેલ છે.
અનુયોગના ચાર દ્વાર છે- ૧. ઉપક્રમ (સ્વરુપ જાણવું) ૨. નિક્ષેપ (સ્થાપના કરવી), ૩, અનુગમ (વ્યાખ્યા કરવી) અને ૪. નય (વસ્તુના અનેક ધર્મોમાંથી એક ધર્મનું વર્ણન કરવું). ઉપક્રમના છ ભેદ છે - ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ક્ષેત્ર, ૫. કાળ અને ૬. ભાવ. આ ભેદોના સ્વરૂપનું વર્ણન કર્યા બાદ ઉપક્રમના ફરીથી છે ભેદ કરેલ છે- ૧. આનુપૂર્વી, ૨. નામ, ૩. પ્રમાણ, ૪. વક્તવ્યતા, ૫. અર્થાધિકાર અને ૬. સમવતાર. આનુપૂર્વી , નામ, સ્થાપના આદિના ૧૦ ભેદ કહ્યા છે.
ઉપક્રમ અનુયોગમાં નામ દ્વારના દસ પ્રકારનું વર્ણન છે- એક નામ, બે નામ, ત્રણ નામ યાવત દસનામ. આ નામોનું ઉદાહરણ આપીને વિવેચન કરતાં વ્યાકરણ, સાહિત્ય, સંગીત આદિથી પણ ઉદાહરણ આપેલ છે. પાંચ નામોમાં નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપસર્ગિક અને મિશ્ર નામ આપીને, આઠ નામોમાં આઠ વિભક્તિઓનું વિવેચન કરી વ્યાકરણ જ્ઞાનને પ્રગટ કરેલ છે. સાત નામોથી સ્વરના સાત પ્રકાર આપેલ છે- ૧, પજ, ૨. ઋષભ, ૩. ગાંધાર, ૪. મધ્યમ, ૫. પંચમ, ૬. પૈવત અને ૭. નિષાદ, એમાંથી સંગીતજ્ઞાન પ્રકટ થયેલ છે. એ સાતે સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે. ગીતમાં છ દોષ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભણિતિયાં (ગીતની ભાષા વિશેષ) હોય છે. નવ નામોમાં સાહિત્યના નવ રસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ - ૧. વીર, ૨. શૃંગાર, ૩. અદ્દભુત, ૪. રૌદ્ર, ૫. ટ્વીડન, ૬. બિભત્સ, ૭. હાસ્ય, ૮, કારુણ્ય અને ૯. પ્રશાંતરસ. અહીં રસોના ઉદાહરણ આપીને સ્પષ્ટ કરેલ છે.
છ નામોના અન્તર્ગત છ ભાવોનું વિસ્તૃત વર્ણન મળે છે. છ ભાવ છે. - ૧. ઔદયિક, ૨. ઓપશમિક, ૩. ક્ષાયિક, ૪. ક્ષાયોપથમિક, ૫. પરિણામિક અને ૬. સાન્નિપાતિક.
તત્ત્વાર્થસૂત્રમાં સાન્નિપાતિક ભાવનો ઉલ્લેખ નથી. પરંતુ આગમોમાં આને પૃથફ ભાવના રૂપમાં સ્થાન આપેલ છે.
પ્રમાણ - દ્વારના અન્તર્ગત પ્રમાણના ચાર ભેદ કર્યા છે- ૧. નામ પ્રમાણ, ૨. સ્થાપના પ્રમાણ, ૩. દ્રવ્ય પ્રમાણ અને ૪. ભાવ પ્રમાણ. આ બધા ભેદોની વ્યાખ્યા કરતા ભાવ પ્રમાણના અન્તર્ગત સમાસ, તદ્ધિત, ધાતુ અને નિરુક્તિ પર વિસ્તૃત પ્રકાશ નાખ્યો છે. પ્રમાણના ભિન્ન પ્રકારથી પણ ચાર ભેદ કર્યા છે. જેમ- ૧, દ્રવ્ય પ્રમાણ, ૨. ક્ષેત્ર પ્રમાણ, ૩. કાળ પ્રમાણ અને ૪, ભાવ પ્રમાણ. અહીં પ્રમાણ શબ્દ પરિમાણના અર્થમાં જાણવો.
વક્તવ્યતા - દ્વાર” ના ત્રણ પ્રકાર છે.- ૧. સ્વ સમય- વક્તવ્યતા, ૨. પરસમય વક્તવ્યતા અને ૩. સ્વસમયપરસમય વક્તવ્યતા. સમયનો અર્થ હોય છે- સિદ્ધાન્ત. જેમાં અવિરોધી રુપથી સ્વસિદ્ધાન્તનું વર્ણન, પ્રજ્ઞાપન, પ્રરુપણ આદિ કરાય તે સ્વસમય વક્તવ્યતા' છે. અન્ય મતના સિદ્ધાન્તનું વર્ણન, પ્રજ્ઞાપન આદિ કરવું પર સમય વક્તવ્યતા' છે. તથા બન્ને સિદ્ધાંતોનું વર્ણન હોય તેને સ્વસમય-પરસમય વક્તવ્યતા’ કહ્યું છે. વક્તવ્યતામાં નયનું પણ વર્ણન કરવામાં આવેલ છે.
sbhaliailllllllllutiful
IELIulill lliTml/HellIIIIIIIIIIIIIIIII
III IIETIHIT
Set, Des,
less, test,
HIH su dilutiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii For Private & Personal Use Only
ul liliiiiiiiiiiiii-E===
==s
Gallisiatiill Hila rifiIEWill lllll ill ll llllllllllllli Jain Education International
i amanuj
www.jainelibrary.org