SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૭ છે. તેનાથી કેવળજ્ઞાની અનન્તગુણા છે. જેટલા આભિનિબોધિક જ્ઞાની છે તેટલા જ શ્રુતજ્ઞાની છે. કારણ કે તે એક સાથે રહે છે. અજ્ઞાનીઓમાં વિર્ભાગજ્ઞાની અલ્પ છે. તથા તેનાથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનન્તગુણા છે. બધા જ્ઞાનો અને અજ્ઞાનોની અનન્ત પર્યાયો હોય છે. જ્ઞાનના આ પ્રકરણમાં ભાવિતાત્મા મિથ્યાદષ્ટિ અનગારના નગરાદિની વિકર્વણા કરીને જાણવા જોવા, ભાવિતાત્મા સમ્યગદષ્ટિ અનગારના નગરાદિની વિદુર્વણા કરીને જાણવા જોવા, ભાવિતાત્મા અનગાર દ્વારા વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત દેવાદિને જાણવા-જોવા, વૃક્ષના અંદર અને બાહર જોવવો, વૃક્ષના મૂળ, કંદ, ફળ આદિને જોવાનું ઈત્યાદિ વર્ણન કરવામાં આવ્યું છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં છમસ્થ દ્વારા પરમાણુ યુગલને જાણવા-જોવા સંબંધી પ્રશ્નનો ઉત્તર દેતા ભગવાન મહાવીરે કહ્યું છે કે- કોઈ છમસ્થ મનુષ્ય પરમાણુ પુદ્ગલને જાણે છે, પરંતુ જોતા નથી. કોઈ જાણતા પણ નથી, અને જોતા પણ નથી. અનંત પ્રદેશી સ્કન્ધને કોઈ છદ્મસ્થ મનુષ્ય જાણે છે અને જુવે છે, કોઈ જાણે છે પણ જોતા નથી કોઈ જાણતા નથી પણ જુવે છે, કોઈ જાણતા પણ નથી અને જોતા પણ નથી. પરમાવધિજ્ઞાની મનુષ્ય જે સમયે પરમાણુ પુદ્ગલને કે અનન્ત પ્રદેશી ઢંધને જે સમયે જાણે છે તે સમયે જોતાં નથી તથા જુવે છે તે સમયે જાણતા નથી. કેવળ જ્ઞાનીના માટે પણ એવું મનાય છે કારણ કે જ્ઞાન સાકાર હોય છે. તથા દર્શન નિરાકાર હોય છે. નિર્જરા-પુદ્ગલો આહાર પુદ્ગલો આદિને જાણવા-દેખવાનું વર્ણન પણ આ અધ્યયનમાં કરેલ છે. જ્ઞાનથી જોડાયેલ અનેક વાતો કે તથ્યોનું પણ આ અધ્યયનમાં સમાવેશ કરેલ છે. જેમ-પ્રશ્નોના ૬ પ્રકાર, વિવક્ષાથી હેતુ ભેદ, દસ પ્રકારના વાદ દોષ, ૧૦ પ્રકારના શુદ્ધ વચનાનુયોગ, શ્રોતાઓના ૧૪ પ્રકાર, શ્રોતૃજનોની પરિષદના ૩ પ્રકાર, ત્રણ પ્રકારના ચક્ષુષ્માન્, જ્ઞાત અથવા ઉદાહરણના ચાર - ચાર પ્રકાર, કાવ્યના ચાર પ્રકાર, વાદ્ય, નૃત્ય, ગીત અને અભિનયના ચાર પ્રકાર, માળાઓના ચાર પ્રકાર, અલંકારોના ચાર પ્રકાર આદિ. પ્રશ્ન છ પ્રકારના હોય છે - ૧. સંશય પ્રશ્ન, ૨. વ્યગ્રહ પ્રશ્ન, ૩. અનુયોગી, ૪, અનુલોમ, ૫. તથા જ્ઞાન અને ૬. અતથાજ્ઞાન. આમાંથી ચાર પ્રકારના પ્રશ્ન સારા છે. - સંશયપ્રગ્ન, અનુયોગી (વ્યાખ્યામાટે પૂછેલ) પ્રશન, અનુલોમ (કુશલ કામનાથી પૂછેલો પ્રશ્ન અને અતથાજ્ઞાન (સ્વયં ન જાણવાની સ્થિતિમાં પૂછેલો પ્રશ્ન આમાંથી બે પ્રકારના પ્રશ્ન અનુચિત છે - વ્યદ્રગ્રહ પ્રશ્ન (કપટથી બીજાને પરાજીત કરવા માટે પૂછેલા પ્રશ્નો અને તથાજ્ઞાન (સ્વયં જાણે છે છતાપણ પૂછેલા પ્રશ્ન). જો આમાં બીજાને જ્ઞાન કરાવવાની ભાવના હોય તો આ યોગ્ય છે. હેતુના ત્રણ પ્રકારથી ચાર- ચાર ભેદ કર્યા છે. પ્રથમ પ્રકારમાં હેતુના ચાર ભેદ છે- ૧. યાપક, ૨. સ્થાપક, ૩, બંસક અને ૪. લુપક. બીજા પ્રકારમાં હેતુના ચાર ભેદ તે જ છે. જે પ્રમાણના ચાર ભેદ છે- ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઉપમાન અને ૪. આગમ. ત્રીજા પ્રકારમાં હેતુના ચાર પ્રકાર છે- ૧. વિધિ સાધક વિધિ હેતુ, ૨. વિધિ સાધક નિષેધ હેતુ, ૩. નિષેધ સાધક વિધિ હેતુ અને ૪. નિષેધ સાધક નિષેધ હેતુ. કાવ્યના ચાર પ્રકાર છે - ૧. ગદ્ય, ૨. પદ્ય, ૩, કથ્ય અને ૪. ગેય. વાદ્ય ચાર પ્રકારના છે- ૧. તત, ૨. વિતત, ૩. ધન અને ૪. શુષિર, ના, ગેય અને અભિનયના ચાર-ચાર પ્રકાર નિરૂપિત છે. માળાઓના ચાર પ્રકાર છે૧. ગુથેલી, ૨. ફૂલોથી લપેટેલી, ૩. પૂરી થયેલ અને ૪. એકથી બીજા પુષ્પને જોડીને બનાવેલી. અલંકારનો અર્થ છે- શોભાવર્ધક, આના ચાર પ્રકાર છે- ૧, કેશાલંકાર, ૨. વસ્ત્રાલંકાર, ૩. માલ્યાલંકાર અને ૪. આભરણાલંકાર. E - કે મારા mary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy