________________
૮૦૦
H:
Life in siliiiiiiiiiilL lil li
li ill ll si tii tu til I મia Et alisatilwari tulifliiiiiiiધા iii fit, filtivati full til dilirit u પાછilliest
actuall ill ill
aliasi sthalisa ili
= = = = = = = = = = = =
-
- - - - - - - - - અકારણો, અનન્ત જીવો, અનન્ત અજીવો, અનન્ત ભવ્યસિદ્ધિઓ, અનન્ત અભવ્યસિદ્ધિઓ, અનન્ત સિદ્ધો અને અનન્ત અસિદ્ધોનું વર્ણન કરેલ છે. ગણિપિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની આરાધના કરનાર ચતુર્ગતિરુ૫ સંસાર અટવીથી પાર થઈ જાય છે.
પૂર્વોનો વિચ્છેદ પ્રત્યેક જિાનાન્તરમાં હોય છે. કેટલાક તીર્થકરોનું પૂર્વગત શ્રુત સંખ્યાતકાળ સુધી રહ્યું છે અને કેટલાક તીર્થકરોનું અસંખ્યાતકાળ સુધી રહ્યું છે. ભગવાન મહાવીરનું પૂર્વગત શ્રુત એક હજાર વર્ષ સુધી રહ્યું છે. કાલિકશ્રતનો પણ વિચ્છેદ થાય છે. તેવીસ જિનાન્તરો (એક જિન અને બીજા જિનના મધ્યનું અંતરકાલ)માંથી પહેલા અને છેલ્લેથી આઠ-આઠ જિનાન્તરોમાં કાલિકશ્રુત અવિચ્છિન્ન કહેવાય છે તથા મધ્યના સાત જિનાન્તરોમાં કાલિકશ્રુત વિચ્છિન્ન કહેવાય છે.
કાલિક અને ઉત્કાલિકસૂત્ર અનેક છે. જે સૂત્રોનું અધ્યયન નિર્ધારિત કાળમાં કરાય છે તે કાલિક' તથા જે અધ્યયનનો કાળ નિર્ધારિત હોતો નથી તે 'ઉત્કાલિકસૂત્ર' કહેવાય છે. નીસૂત્રની સૂચના પ્રમાણે ૨૯ સૂત્ર ઉત્કાલિક છે. જેમાં દશવૈકાલિક, કલ્પિતાકલ્પિત, ચુલકલ્પ, મહાકલ્પ, ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના આદિની ગણના થાય છે. તેમાં કેટલાક ઉપાંગસૂત્ર છે. કેટલાક મૂળ સૂત્ર છે તથા કેટલાક પ્રકીર્ણક પણ છે. પ્રકીર્ણકોમાં પ્રમુખ છે- દેવેન્દ્રસ્તવ. તન્દુલવૈચારિક, આત્મવિશુદ્ધિ, આતુર પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન આદિ.
કાલિકસૂત્રોમાં ૩૦ સૂત્રોની સૂચી આપેલી છે. એમાં પ્રમુખ સૂત્ર છે- ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, ઋષિભાષિત, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા આદિ.
પ્રકીર્ણ કોની ચર્ચા કરતાં કહેવાય છે કે આદિ તીર્થકર ઋષભદેવના સમયના ૮૪ હજાર પ્રકીર્ણક છે, મધ્યમાં ૨૨ તીર્થકરોના સમયના સંખ્યાત સહસ્ત્ર પ્રકીર્ણક છે તથા ભગવાન્ મહાવીરના સમયના ૧૪ હજાર પ્રકીર્ણક છે. એવું મનાય છે કે જે તીર્થકરના જેટલા શિષ્ય ઔત્પાતિકી આદિ બુદ્ધિઓથી યુક્ત છે તેના કેટલા સહસ્ત્ર પ્રકીર્ણક હોય છે. પ્રત્યેક બુદ્ધો અને પ્રકીર્ણકોની સંખ્યા પણ સમાન મનાય છે. આ સમયે ૧૦ - ૧૦ પ્રકીર્ણકોના ૩ સમૂહ માન્ય છે. આ પ્રમાણે કુલ ૩૦ પ્રકીર્ણક સમ્મતિ માન્ય છે.
દસ આગમ એવા છે જેમાં પ્રત્યેકમાં ૧૦ -૧૦ અધ્યયન કહ્યા છે. તે છે - ૧. કર્મ વિપાક દશા, ૨. ઉપાસકદશા, ૩. અન્નકૂદ્દશા, ૪. અનુત્તરોપપાતિકદશા, ૫. આચારદશા, ૬. પ્રશ્નવ્યાકરણ દશા, ૭. બંધદશા, ૮. વિગૃદ્ધિદશા, ૯. દીર્ધદશા અને ૧૦. સંક્ષેપકદશા. આમાંથી કેટલાક આગમ સંપ્રતિ અનુપલબ્ધ છે.
અનુયોગદ્વાર સૂત્રના અનુસાર શ્રુત ચાર પ્રકારના હોય છે- ૧, નામથુત, ૨. સ્થાપનાશ્રુત, ૩. દ્રવ્યશ્રુત અને ૪. ભાવઠુત. કોઈ જીવ કે અજીવનું નામ "શ્રુત” રાખી લેવું નામઢુત’ છે. કોઈ કાષ્ઠ આદિમાં શ્રુતની સ્થાપના કરવી “સ્થાપના શ્રત' છે. દ્રવ્યશ્રુત બે પ્રકારના હોય છે- ૧. આગમ દ્રવ્યશ્રત અને ૨. નો આગમ દ્રવ્યશ્રત. ઉપયોગ રહિત સીખેલશ્રુત 'આગમ દ્રવ્યશ્રુત' છે, નોઆગમશ્રુત ત્રણ પ્રકારના છે- ૧. જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુત, ૨. ભવ્ય શરીર દ્રવ્યશ્રુત અને ૩. જ્ઞાયકશરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતપૂર્વકાળમાં આગમજ્ઞ સિદ્ધને આ સમયમાં 'જ્ઞાયક શરીર દ્રવ્યશ્રુત” કહી શકાય છે. ભવિષ્યમાં જિનોપદિષ્ટ શ્રુતપદને સીખનારને આ સમયે 'ભવ્ય શરીર દ્રવ્યશ્રુત’ કહી શકાય છે. તાડપત્રો, વસ્ત્રખંડો કે કાગળ પર લખેલ શ્રતને 'જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યયુક્ત’ કહી શકાય છે. ભાવશ્રુતના બે પ્રકાર છે ૧. આગમ ભાવશ્રુત અને ૨. નો આગમ ભાવશ્રુત. શ્રુતના જ્ઞાતા થવાની સાથે તેનો ઉપયોગથી પણ યુક્ત થવું તે આગમભાવશ્રુત’ છે. નો આગમ ભાવશ્રુત બે પ્રકારના છે- ૧. લૌકિક અને ૨. લોકોત્તરિક. અજ્ઞાની મિથ્યાષ્ટિઓ દ્વારા રચિત મહાભારત
ગિમ ભાવશ્રુત' છે. અરિહંતો દ્વારા પ્રણીત દ્વાદશાંગ ગણિપિટક 'લોકોત્તરનો આગમભાવસ્મૃત' છે શ્રતના સૂત્ર, ગ્રંથ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના અને આગમ પર્યાયાર્થક શબ્દ છે.
its#irithikilletikellit=
titial ahilthilillllllllllllllllllwhile For Private & Personal Use Only
mitHEREHelllllllllllllllllllllanbhai
www.jainelibrary.org
Jain Education International