________________
૮૦૧
શ્રુતને ભણવાની વિધિ અને આગમોના અધ્યેતાના આઠ ગુણોનો પણ આ પ્રસંગમાં ઉલ્લેખ કરેલ છે. જે શ્રુત જીજ્ઞાસુઓના માટે અત્યધિક ઉપયોગી છે.
સૂત્રકૃતાંગ સૂત્રમાં ૬૫ વિદ્યાઓને પાપ-શ્રુતના અન્તર્ગત ગણેલ છે તથા એવું કહેવાય છે કે આવી હજી પણ વિદ્યાઓ હોઈ શકે છે જે આ શ્રેણીમાં આવે છે આવી પાપજનક વિદ્યાઓનું અધ્યયન ભોજન, પેય, વસ્ત્ર, આવાસ, શય્યાની પ્રાપ્તિ તથા નાના પ્રકારના કામ-ભોગોના માટે કરાય છે.
સ્થાનાંગ સૂત્રમાં પાપશ્રુતના નવ પ્રકાર છે. જેમ - ઉત્પાત, નિમિત્ત, મંત્ર, આખ્યાયિકા, ચિકિત્સા, કળા, આવરણ, અજ્ઞાન અને મિથ્યા પ્રવચન. સમવાયાંગમાં પાપ શ્રુતના પ્રસંગ ૨૯ પ્રકારના પ્રતિપાદિત છે. આમાં ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, વ્યંજન અને લક્ષણ આ આઠ ભેદોના સૂત્ર, વૃત્તિ અને વાર્તિકના આધાર પર ૮ × ૩ = ૨૪ ભેદ બને છે. પછી વિકથાનુયોગ, વિદ્યાનુયોગ, મંત્રાનુયોગ, યોગાનુયોગ અને અન્યતીર્થિક પ્રવૃત્તાનુયોગને મેળવીને ૨૯ ભેદ થઈ જાય છે.
સ્વપ્નને પાપશ્રુતમાં ગણેલ છે. માટે આ પ્રસંગમાં સ્વપ્નના સંબંધમાં પણ ચર્ચા થયેલ છે. સ્વપ્ન દર્શન પાંચ પ્રકારના બતાવ્યા છે ૧. યથાર્થ, ૨. વિસ્તૃત, ૩. ચિંતા સ્વપ્ન, ૪. તદ્વિપરીત અને પ. અવ્યક્ત સ્વપ્નદર્શન. સુતેલ અને જાગેલ પ્રાણી સ્વપ્ન ન જોઈ શકે છે પરંતુ સુપ્ત-જાગૃત સ્વપ્ન જુવે છે. આને આધુનિક મનોવિજ્ઞાનમાં ચિત્તની અવચેતન અવસ્થા તથા અન્ય ભારતીય દર્શનોમાં સ્વપ્નાવસ્થા જ કહી છે.
પ્રત્યક્ષજ્ઞાનના નન્દીસૂત્રમાં બે ભેદ કર્યા છે - ૧. ઈન્દ્રિય પ્રત્યક્ષ અને ૨. નો ઈન્દ્રિય પ્રત્યક્ષ. પાંચ ઈન્દ્રિયોના આધારે ઈન્દ્રિયપ્રત્યક્ષના શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ ભેદ કર્યા છે. નો ઈન્દ્રિય પ્રત્યક્ષના ત્રણ ભેદ પ્રતિપાદિત છે- ૧. અવધિજ્ઞાન, ૨. મન:પર્યવજ્ઞાન અને ૩. કેવળજ્ઞાન. નો ઈન્દ્રિયનો અર્થ અહીં મન નથી, આત્મા છે. મનથી થનાર પ્રત્યક્ષને અહીં અલગથી ગણેલ નથી. પ્રમાણ પ્રતિપાદિત કરનાર આચાર્યોએ સાંવ્યવહારિક પ્રત્યક્ષના અન્તર્ગત ઈન્દ્રિય અને અનિન્દ્રિય (મન) પ્રત્યક્ષ આ બે ભેદ કરીને મનથી થનાર પ્રત્યક્ષને પણ પૃથક્ રુપે સ્થાન આપેલ છે. પારમાર્થિક પ્રત્યક્ષના અન્તર્ગત તે અવધિ આદિ ત્રણ જ્ઞાનને ગણાવે છે. જેને નન્દીસૂત્રમાં નોઈન્દ્રિય પ્રત્યક્ષના રુપમાં કહેલ છે.
ક્ષેત્ર, કાળ આદિની મર્યાદાથી સીધુ આત્મા દ્વારા જે રુપી પદાર્થોનું જ્ઞાન થાય છે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આ અવધિજ્ઞાન બે પ્રકારના હોય છે- ૧. ભવપ્રત્યયિક અને ૨. ક્ષાયોપશમિક. જન્મથી થનાર અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. આ દેવો અને નારકોને હોય છે. જન્મથી પ્રાપ્ત ન થતા પછી અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જે અવધિજ્ઞાન હોય છે તે 'ક્ષાયોપશમિક અવધિજ્ઞાન' કહેવાય છે. આ મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે. ક્ષાયોપશમિક (ગુણ પ્રત્યય) અવધિજ્ઞાન છ પ્રકારના હોય છે ૧. આનુગામિક, ૨. અનાનુગામિક, ૩. વર્ધમાન, ૪. હીયમાન, ૫. પ્રતિપાતી અને ૬. અપ્રતિપાતી.
-
જે અવધિજ્ઞાન જે સ્થાન વિશેષમાં પ્રકટ થયેલ છે તે સ્થાનને છોડવા પર પણ જ્ઞાતાની સાથે-સાથે અનુગમન કરવામાં આવે તે આનુગામિક અવધિજ્ઞાન' કહેવાય છે. આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારના હોય છે- ૧. અન્તગત અને ૨. મધ્યગત. અન્તગત અવધિજ્ઞાન પુરતઃ, માર્ગતઃ અને પાર્શ્વતઃના ભેદથી ત્રણ પ્રકારના છે. 'પુરતઃ આનુગામિક અવધિજ્ઞાન'થી જ્ઞાતા આગળના પ્રદેશમાં સંખ્યાત, અસંખ્યાત યોજન સુધી પદાર્થોને જોતા ચાલે છે. પાછળના પ્રદેશમાં સંખ્યાત, અસંખ્યાત યોજન સુધીના પદાર્થોને જોતા ચાલવાવાળાને 'માર્ગતઃ અન્તગતઅવધિજ્ઞાન' થાય છે. પાશ્ર્વતઃ અવધિજ્ઞાનથી પાર્શ્વવર્તી પ્રદેશમાં સંખ્યાત, અસંખ્યાત યોજન સુધીના પદાર્થોને જોતા ચાલી શકાય છે. મધ્યગત અવધિજ્ઞાનથી ચારો તરફના સંખ્યાત, અસંખ્યાત યોજન સુધીના પદાર્થોને જોતા ચાલે છે. અન્તગત અને મધ્યગત આનુગામિક અવધિજ્ઞાનમાં એક અંતર એ છે કે અન્તગત અધિજ્ઞાનથી અધિજ્ઞાની એક દિશામાંજ જાણે છે, જુવે છે. જ્યારે મધ્યગત અવધિજ્ઞાનથી તે બધી દિશાઓમાં જાણે છે. જુવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org