SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ અસંજ્ઞીશ્રુતજ્ઞાન સંજ્ઞીશ્રુતથી ભિન્ન હોય છે. આ અસંજ્ઞીઓમાં થાય છે. સર્વજ્ઞ અને સર્વદર્શી અર્હત્ દ્વારા પ્રણીત દ્વાદશાંગ રુપ ગણિપિટક 'સભ્યશ્રુત' કહેવાય છે. અજ્ઞાની અને મિથ્યાદૅષ્ટિયો દ્વારા સ્વચ્છંદ અને વિપરીત બુધ્ધિથી કલ્પિત ગ્રંથ મિથ્યાશ્રુત છે. જેમ- મહાભારત, રામાયણ આદિ. અહીં એક સ્પષ્ટીકરણ આવશ્યક છે કે મિથ્યાદષ્ટિવાળા સાધક માટે આ ગ્રંથ મિથ્યાશ્રુત છે તથા સમ્યગ્દષ્ટિવાળા સાધક માટે આ ગ્રંથ સભ્યશ્રુત છે. માટે આ જ્ઞાન જ્ઞાતાની દૃષ્ટિએ જ જાણી શકાય છે. દ્વાદશાંગ રુપ ગણિપિટક પર્યાયાર્થિકનયની અપેક્ષાએ વ્યચ્છિત્તિના કારણે સાદિ-સાન્ત છે તથા અવ્યુચ્છિત્તિ (દ્રવ્યાર્થિકનય) ના કારણે આદિ અંત રહિત છે. સાદિ- સાન્ત હોવાથી તેને સાદિ- સપર્યવસિત તથા આદિ- અંત રહિત હોવાથી અનાદિ અપર્યવસિત કહેવાય છે. દ્વાદશાંગોમાંથી દષ્ટિવાદ 'ગમિકશ્રુત' છે તથા દષ્ટિવાદના સિવાય અંગ-આગમ 'આગમિકશ્રુત' છે. આચારાંગ આદિ બાર અંગ આગમોને 'અંગપ્રવિષ્ટ' કહેવામાં આવે છે. અંગબાહ્ય આગમો 'અનંગપ્રવિષ્ટ' કહેવાય છે. તે બે પ્રકારના હોય છે આવશ્યકસૂત્ર અને આવશ્યકથી વ્યતિરિક્ત આગમ, આવશ્યક શ્રુત ૬ પ્રકારના મનાય છે - ૧. સામાયિક, ૨. ચતુર્વિંશતિસ્તવ, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, ૫. કાયોત્સર્ગ અને ૬. પ્રત્યાખ્યાન. આવશ્યક વ્યતિરિક્તશ્રુત બે પ્રકારના પ્રતિપાદિત છે ૧. કાલિક અને ૨. ઉત્કાલિક. કાલિક અને ઉત્કાલિક શ્રુત અનેક પ્રકારના છે.. - આ અધ્યયનમાં અંગ આગમો અને અંગબાહ્ય આગમોના સમવાયાંગ, નન્દીસૂત્રોના આધાર પર વિસ્તૃત પરિચય આપેલ છે. સમસ્ત આગમોમાં ક્યા પ્રકારનું વર્ણન છે, તેને આ અધ્યયનને ભણીને સંક્ષેપમાં જાણી શકાય છે. ક્યાંક ક્યાંક સંબંધિત આગમોથી જ કેટલાક પાઠ આપેલ છે. એક પ્રશ્ન અવશ્ય થાય છે કે આગમોની જે વિષય-વસ્તુ સમવાયાંગ અને નન્દીસૂત્રમાં આપેલ છે તેમાં અને સમ્પ્રતિ પ્રાપ્ત આગમોની વિષય- વસ્તુમાં કંઈક કંઈક ભેદ કર્યો છે ? કાલ - કવલન અને સ્મૃતિભ્રંશ પણ આ ભેદનું કારણ હોય શકે છે. Jain Education International - અહીં બાર અંગ આગમોનો પરિચય આપેલ છે - તે એ છે - ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૬. જ્ઞાતાધર્મકથા, ૭. ઉપાસકદશા, ૮. અન્તકૃદ્દશા, ૯. અનુત્તરોપપાતિક, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકસૂત્ર અને ૧૨. દૃષ્ટિવાદસૂત્ર, આગમોનો પરિચય દેવાની સાથે તેના સ્કંધ, ઉદ્દેશનકાળ, સમુદ્દેશનકાળનો પણ ઉલ્લેખ કરેલ છે. આ સમયે દૃષ્ટિવાદ અંગ લુપ્ત થઈ ચુક્યો છે. આમાં સર્વભાવોની પ્રરુપણા હતી. તે સંક્ષેપમાં પાંચ પ્રકારના છે- ૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુયોગ અને ૫. ચૂલિકા. પરિકર્મ પણ સિદ્ધ શ્રેણિકા આદિના ભેદથી સાત પ્રકારના છે. તે સાતે પરિકર્મ પૂર્વાપર ભેદોની અપેક્ષાએ ત્યાસી (૮૩) પ્રકારના છે. સૂત્રના ૨૨ ભેદ છે. તે પૂર્વાપર ભેદોની અપેક્ષાએ ૮૮ પ્રકારના છે. પૂર્વગત દૃષ્ટિવાદ ૧૪ પ્રકારના છે. તે ૧૪ પૂર્વ એ છે- ૧. ઉત્પાદ, ૨. અગ્રાયણીય, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ, ૧૦. વિધુત્તુપ્રવાદ, ૧૧. અબન્ધ્ય, ૧૨. પ્રાણાયુ, ૧૩. ક્રિયાવિશાળ અને ૧૪. લોકબિન્દુસાર. અનુયોગ બે પ્રકારના હોય છે - ૧. મૂળ પ્રથમાનુયોગ અને ૨. ગંડિકાનુયોગ. આદિના ચાર પૂર્વેમાં ચૂલિકા નામનો અધિકાર છે તેને ચૂલિકા કહેવાય છે. દૃષ્ટિવાદ એક મહત્વપૂર્ણ અંગ છે. પરંતુ અંતિમ તીર્થંકરના ઉપદેશના એક હજાર વર્ષ પછી તેનો લોપ થઈ જાય છે. દૃષ્ટિવાદના ૪૬ માતૃકાપદ કહેવાય છે. આ અંગને હેતુવાદ, ભૂતવાદ, તત્વવાદ, સમ્યગ્વાદ, ધર્મવાદ, ભાષાવિચય, પૂર્વગત, અનુયોગગત, સર્વ પ્રાણ ભૂત-જીવ સત્વ સુખાવહ પણ કહેવાય છે. દ્વાદશાંગ ગણિપિટકને પ્રવચન પણ કહેવાય છે તથા અરિહન્નોને પ્રવચની કહેવાય છે. દિગમ્બર આગમ ખંડાગમની ધવલા ટીકામાં શ્રુતજ્ઞાનના ૨૦ પર્યાયવાચી નામોની ગણના કરતા પ્રવચન અને પ્રવચનીને પણ શ્રુતજ્ઞાનનો પર્યાયવાચી કહેવાય છે. દ્વાદશાંગ ગણિપિટક ભૂતકાળમાં પણ હતા, વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. આ ગણિપિટકમાં અનન્ત ભાવો, અનન્ત અભાવો, અનન્ત હેતુઓ, અનન્ત અહેતુઓ, અનન્ત કારણો, અનન્ત Personal Use Only rary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy