SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૭ E## HIETTIATI!III IBIRTHitestftuEffilitIEEEEEEHEESE thatHEIR # weets #EN-By tH H HHHHHwilllllllllllllllllliefulfillethalali અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને એક મનથી થવાને કારણે છ પ્રકારના હોય છે. જેમ- શ્રોત્રેન્દ્રિયાર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિયાર્થાવગ્રહ, ધ્રાણેન્દ્રિયાર્થાવગ્રહ, રસનેન્દ્રિયાર્થાવગ્રહ, સ્પર્શેન્દ્રિયાર્થાવગ્રહ અને નોઈન્દ્રિયાર્થાવગ્રહ. ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ થતું નથી. માટે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારના હોય છે - શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય-વ્યંજનાવગ્રહ, રસનેન્દ્રિય-વ્યંજનાવગ્રહ અને સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ. જે ઈન્દ્રિયથી વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ બને થાય છે, તેમાં પહેલા વ્યંજનાવગ્રહ થાય છે પછી અર્થાવગ્રહ થાય છે. ઈહા, અવાય અને ધારણાના પણ પાંચ ઈન્દ્રિય અને એક મન (નોઈન્દ્રિય અથવા અનિન્દ્રિયોના આધાર પર છ- છ ભેદ થાય છે. પ્રમાણનયતત્વલોકમાં અવગ્રહના સ્વરુપને સ્પષ્ટ કરતા કહ્યું છે કે વિષય અને ઈન્દ્રિયનું સન્નિકર્ષ થવાથી દર્શન થાય છે અને ત્યારબાદ અવાત્તર સામાન્યનું જે જ્ઞાન થાય છે તે અવગ્રહ છે. અવગ્રહ દ્વારા જાણેલ પદાર્થના સંબંધમાં વિશેષ જાણવાની કાંક્ષાને 'હા' કહેવામાં આવે છે. તથા “કિતવિશેનિડવાવ” સૂત્રના અનુસાર ઈહા દ્વારા જાણેલ પદાર્થનો નિર્ણયાત્મક જ્ઞાન અપાય છે. જ્યારે અવાય જ્ઞાનને સ્મૃતિના હેતુ રુપમાં ધારણ કરાય છે ત્યારે તેને ધારણા' કહેવાય છે. અવગ્રહ આદિની વિશેષ ચર્ચા માટે વિશેષાવશ્યક ભાષ્ય જોવું જોઈએ. તેમાં રૂપ, રસ આદિના ભેદોથી અનિર્દેશ્ય અને અવ્યક્ત સ્વરુપ સામાન્ય અર્થના ગ્રહણને 'અવગ્રહ' કહેવામાં આવે છે. સંક્ષિપ્ત સ્વરુપ આ પ્રમાણે છે. "सामण्णत्थावग्गहणमुग्गहो भेयमग्गणमहेहा । तस्सावगमोऽवाओ अविच्चुई धारणा तस्स ॥ વિશેષાવશ્યક ભાષ્યગાથા-૧૮૦. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ દ્વારા પ્રદત્ત ઉપર્યુક્ત લક્ષણોને વૃત્તિકાર મલધારી હેમચન્દ્ર સ્પષ્ટ કરતા કહે છે કે'વિશેષ યુક્ત- સામાન્ય અર્થને કોઈપણ પ્રકારના નિર્દેશ વગર એક સમયના માટે જે ગ્રહણ થાય છે તેને અવગ્રહ કહેવામાં આવે છે. અથવા સામાન્યરુપથી પદાર્થના ગ્રહણ પણ અવગ્રહ' કહેવાય છે. વસ્તુના ધર્મોનું અન્વેષણ કરવું 'હા' છે. જેમ- કોઈ સ્થાણુને જોઈને તેમાં પુરુષનું માથું ખંજાળવું આદિની ક્રિયા જોયા વગર તથા કાગડા આદિના માળા આદિ જોઈને એવું વિચારવું કે આમાં સ્થાણુનો ધર્મ છે તે 'ઈડા' છે. ઈહા દ્વારા જાણેલ પદાર્થનો નિશ્ચય અવાયા છે. જેમ- આ સ્થાણ (ટૂંઠ) જ છે. એવો નિર્ણય વસ્તુની અવિસ્મૃતિ કે વાસના રુપ સંસ્કાર ધારણા” કહેવાય છે. આગામોમાં સુતેલ વ્યક્તિને જગાડવાથી જે જ્ઞાનની પ્રક્રિયા ચાલે છે તેને પણ આ ચાર સોપાનોમાં ઘટિત કરાય છે. ઈન્દ્રિયાદિની સહાયતાથી થનાર જ્ઞાનના અવગ્રહાદિના ચાર સોપાન છે. કોઈ પણ અવાયજ્ઞાન વગર અવગ્રહ અને ઈહાના અવાયત્વ સુધી પહોચી શકાતું નથી અને અવાય જ્ઞાન વગર ધારણા હોતી નથી. જ્ઞાનની આ પ્રક્રિયા અતિશીધ્ર હોવાથી એના ક્રમશઃ થવાના જાણની ખબર તરત જ પડતી નથી. તત્ત્વાર્થસૂત્ર (૧-૧૬) માં અવગ્રહાદિના બહુ, બહુવિધ, ક્ષિપ્ર, નિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવ અને એનાથી વિપરીત અલ્પ, અલ્પવિધ, અક્ષિપ્ર, અનિશ્રિત, સંદિગ્ધ અને અદ્ધવ એ ૧૨ ભેદનું વર્ણન છે. સ્થાનાંગ સૂત્રમાં આના છ- છ ભેદોનો ઉલ્લેખ છે, જેમ- ૧. શીધ્ર, ૨, બહુ, ૩. બહુવિધ, ૪. ધ્રુવ, ૫. અનિશ્ચિત (તુ આદિના સહારા લીધા વગર જાણવું) અને ૬. અસંદિગ્ધ. આભિનિબોધિક જ્ઞાનના પર્યાયવાચી શબ્દના રૂપમાં મતિજ્ઞાન શબ્દ પ્રસિદ્ધ છે. પરંતુ આ જ્ઞાનની અનેક વિશેષતાઓને વ્યક્ત કરનાર ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ અને પ્રજ્ઞા પણ આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે. અવગ્રહ અથવા અર્થાવગ્રહને વ્યક્ત કરનાર અન્ય શબ્દ છે - અવગ્રહણતા, ઉપધારણતા, શ્રવણતા, અવલંબનતા અને મેઘા. ઈહાન સમાનાર્થક શબ્દ છે.- આભોગનતા, માર્ગણતા, ગવેષણતા, ચિંતા અને વિમર્શ. અવાયના સમાનાર્થક શબ્દ આવર્તનતા, પ્રત્યાવર્તનતા, અપાય, બુદ્ધિ અને વિજ્ઞાન છે. ધારણાને- સાધારણા, સ્થાપના, પ્રતિષ્ઠા અને કોષ્ઠ પણ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy