________________
૭૯
૨૪. જ્ઞાન અધ્યયન
પ્રસ્તુત અધ્યયનમાં પ્રમુખરુપે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનું વિવેચન છે. અંતમાં અનુયોગદ્વાર સૂત્રના અનુસાર શ્રુતજ્ઞાનના ભેદ અંગબાહ્ય આવશ્યકસૂત્રના સામાયિક અધ્યયનમાં ચાર અનુયોગ કહીને તે ચાર અનુયોગો (ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય) નું વિસ્તૃત વર્ણન છે. મધ્ય-ભાગમાં ભાવિતાત્મા અનગાર અને છદ્મસ્થોના વિવિધ જ્ઞાન, ૨૪ દંડકોમાં આહાર-પુદ્ગલોને જાણવું-દેખવું, છ પ્રકારના પ્રશ્ન, દસ પ્રકારના વાદ- દોષ, શ્રોતાઓના ૧૪ પ્રકાર, જ્ઞાત અથવા ઉદાહરણના ચાર પ્રકાર, કાવ્યના ચાર-પ્રકાર, ચાર પ્રકારની માળાઓ અને અલંકારોનું પણ વર્ણન થયેલ છે. અનુયોગોના અન્તર્ગત સંગીતમાં પ્રયુક્ત સાત પ્રકારના સ્વરો, ભાષામાં પ્રયુક્ત આઠ પ્રકારની વિભક્તિઓ અને નવ પ્રકારના સાહિત્યિક રસોનું પણ વિવેચન કરેલ છે. આ પ્રમાણે આ અધ્યયન જ્ઞાનની વિવિધ સામગ્રીથી અલંકૃત છે.
જ્ઞાનનો સામાન્ય અર્થ છે- જાણવું. આ જાણવું ક્યારેક ઈન્દ્રિય અને મનના માધ્યમથી થાય છે એનાથી રહિત સીધુ તથા ક્યારેક આત્માથી પણ થાય છે. આ માટે જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. આત્માથી થવાનું જ્ઞાન પ્રત્યક્ષ તથા ઈન્દ્રિયાદિની સહાયતાથી થનાંરુ જ્ઞાન પરોક્ષ કહેવાય છે. જ્ઞાનના આ બે પ્રકાર જ ન્યાય અથવા પ્રમાણ- વ્યવસ્થા યુગમાં બે પ્રમાણો (પ્રત્યક્ષ અને પરોક્ષ) ના રુપમાં પ્રતિષ્ઠિત થયેલ છે. સ્વરૂપગત ભેદના આધારે જ્ઞાનના પાંચ પ્રકાર પ્રતિપાદિત છે.- ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન અને ૫. કેવળજ્ઞાન. આ પાંચ જ્ઞાનોમાં પ્રથમ બે જ્ઞાન પરોક્ષ છે તથા અંતિમ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. આભિનિબોધિકજ્ઞાન (મતિજ્ઞાન) અને શ્રુતજ્ઞાનમાં એ અંતર છે કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. જેને મતિજ્ઞાન હોતું નથી તેને શ્રુતજ્ઞાન પણ હોતું નથી. આ બન્ને જ્ઞાનોનું વિશેષ સ્વરુપ આના ભેદોથી જાણી શકાય છે.
આભિનિબોધિક જ્ઞાનનાં બે પ્રકાર છે.- ૧. શ્રુતનિશ્ચિત અને ૨. અશ્રુતનિશ્રિત. શ્રુતનિશ્ચિત આભિનિબોધિકજ્ઞાન (મતિજ્ઞાન) ચાર પ્રકારના છે - ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ૪. ધારણા. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન પણ ચાર પ્રકારના છે. જેમાં ચાર પ્રકારની બુધ્ધિઓની ગણના થાય છે, તે ચાર બુધ્ધિઓ છે.- ૧. ઔત્પાતિકી, ૨. વૈનયિકી, ૩. કર્મજા અને ૪. પારિણામિકી.
પહેલા જોયા વગર, સાંભળ્યા વગર અને જાણ્યાં વગર પદાર્થોના વિશુધ્ધ અભિપ્રાયને જે બુધ્ધિથી તત્કાળ ગ્રહણ કરી લે છે તેને 'ઔત્પાતિકી બુધ્ધિ' કહેવામાં આવે છે. આનું ફળ અબાધિત હોય છે. જે બુધ્ધિ કાર્યને વહન કરવામાં સમર્થ, ત્રિવર્ગ (ધર્મ,અર્થ અને કામ) ના સૂત્રાર્થને ગ્રહણ કરવામાં પ્રમુખ તથા આ લોક અને પરલોકમાં ફળ દેનારી હોય તેને 'વૈનયિકીબુધ્ધિ' કહેવામાં આવે છે. કાર્ય કરતાં- કરતાં જે બુધ્ધિ ઉત્પન્ન થાય તેને 'કર્મજા બુધ્ધિ' કહેવામાં આવે છે તથા અનુમાનદષ્ટાન્ત આદિથી સ્વપર હિતકારી જે બુધ્ધિ ઉત્પન્ન થાય છે તે 'પારિણામિકી બુધ્ધિ' હોય છે. આ બુધ્ધિ નિ:શ્રેયસ્ અર્થાત્ મોક્ષમાર્ગની તરફ લઈ જાય છે.
Jain Education International
શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના જે ચાર ભેદ છે, તેમાં અર્થો (પદાર્થો) ના સામાન્ય ગ્રહણને અવગ્રહ, તેના પર્યાલોચન (વિચારણા) ને ઈહા, નિર્ણયાત્મક જ્ઞાનને અવાય તથા સ્મૃતિમાં ધારણ કરનારને ધારણા કહેવામાં આવે છે. અવગ્રહ પણ બે પ્રકારના હોય છે.- ૧. વ્યંજનાવગ્રહ અને ૨. અર્થાવગ્રહ. ઈન્દ્રિય અને પદાર્થના સંયોગ (સન્નિકર્ષ) થી જે અવગ્રહ થાય છે તે વ્યંજનાવગ્રહ છે. તથા પદાર્થના સામાન્ય બોધ અર્થાવગ્રહ કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org