SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ७४८ utilitHillsIn Hitihat infinii.iiiiiiiiiiiiiia-luwaiiiiiiiiii#Hawa timliitil lilithiiliiiiiiiiiiiiiiiii #I III IIIIIIMાળામા IIMEatEastILEatsuituatisthithiiiiiiiiiiiiiiiiiiiiian H H E REHIBHAI GO ON Os " " OS OS OF OS OF S S PO ૨૦. પ્રયોગ અધ્યયન પ્રસ્તુત અધ્યયનમાં પ્રયોગ અને ગતિપ્રપાત એમ બે વિષયોનું વર્ણન કરેલ છે. યોગ અને પ્રયોગમાં થોડો જ અંતર છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિને જ્યાં યોગ કહેવાય છે. ત્યાં યોગના સાથે જીવના વ્યાપારનું જોડાવું તે પ્રયોગ કહેવાય છે. પ્રયોગબંધ, પ્રયોગકરણ આદિ પદ જ્યારે આગમોમાં પ્રયુક્ત હોય છે તો તે જીવના વ્યાપારની પ્રધાનતાને જ અભિવ્યક્ત કરે છે. વિશેષાવશ્યક ભાગમાં જિનભદ્રગણિએ પ્રયોગકરણને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે "होइ उ एगो जीववावारो तेण जं विणिम्माणं पओगकरणं तयं बहुहो" તદનુસાર સ્પષ્ટ છે કે પ્રયોગમાં જીવના વ્યાપારની પ્રધાનતા હોય છે. બીજી તરફ યોગમાં મન, વચન અને કાયાના વ્યાપારની પ્રધાનતા હોય છે. દિગંબર આગમ પખંડાગમની ધવલો ટીકામાં “ગોઇST નો વિ” વાક્યથી સ્પષ્ટ થાય છે કે પ્રયોગથી. યોગનું પણ વર્ણન કરેલ છે. અર્થાતુ પ્રયોગમાં યોગનો સમાવેશ છે. યોગ અને પ્રયોગના પંદરભેદ સમાન છે. પરંતુ આગમોમાં યોગ અને પ્રયોગનો ભિન્ન અર્થમાં પ્રયોગ થયેલ છે. એનું પ્રમાણ છે.- “ગદ ના વિસ્ત્રિવિયવજ્ઞા તા Tો વિ' સ્થાનાંગસૂત્ર અ. ૩, ૬૧ માં પ્રયુક્ત આ સૂત્ર યોગ અને પ્રયોગ બન્ને શબ્દોનો એક સાથે પ્રયોગ કરીને બન્નેના અર્થની પૃથતાને બતાવે છે. યોગની જેમ પ્રયોગના પણ ત્રણ અને પંદરભેદ હોય છે. - ત્રણ ભેદ છે - ૧. મનઃ પ્રયોગ, ૨. વચન પ્રયોગ અને ૩. કાય પ્રયોગ. પંદરભેદ છે – ૧. સત્યમનઃ પ્રયોગ, ૨. મૃષામનઃ પ્રયોગ, ૩. સત્યમૃષામન: પ્રયોગ, ૪. અસત્યામૃષામન: પ્રયોગ ૫. સત્યવચન પ્રયોગ, ૬. મૃષાવચન પ્રયોગ, ૭. સત્યમ્રપાવચન પ્રયોગ, ૮. અસત્યામૃષાવચન પ્રયોગ, ૯. ઔદારિકશરીરકાય પ્રયોગ, ૧૦. ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગ, ૧૧. વૈક્રિયશરીરકાય પ્રયોગ, ૧૨. વૈક્રિય-મિશ્ર શરીરકાય પ્રયોગ, ૧૩. આહારકશરીરકાય પ્રયોગ, ૧૪. આહારકમિશ્રશરીરકાય પ્રયોગ અને ૧૫. કાર્મણશરીરકાય પ્રયોગ. નરયિકોમાં અગિયાર પ્રકારના પ્રયોગ પ્રાપ્ત થાય છે.- ચાર મનના, ચાર વચનના તથા વૈક્રિય, વૈક્રિયમિશ્ર અને કાર્મણશરીરકાય પ્રયોગ. દેવોમાં પણ આજ અગિયાર પ્રયોગ ઉપલબ્ધ હોય છે. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવોમાં (વાયુનાયિકને છોડીને) ત્રણ પ્રકારના પ્રયોગ હોય છે અને તે ત્રણેય કાયયોગથી સંબધ્ધ છે, જેમ- દારિક શરીરકાય પ્રયોગ, દારિક મિશ્રશરીરકાય પ્રયોગ અને કાર્યણશરીરકાય-પ્રયોગ. વાયુકાયિક જીવોમાં વૈક્રિય અને વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ ભેદ વધારે હોય છે. બેઈન્દ્રિયથી ચઉરેન્દ્રિય સુધીના જીવોમાં સામાન્ય એકેન્દ્રિય (પૃથ્વીકાય આદિ) થી અસત્યામૃષાવચન પ્રયોગ અધિક હોવાથી ચાર પ્રયોગ પ્રાપ્ત થાય છે. પંચેન્દ્રિય તિર્યંચયનિકોમાં નૈરયિકોથી બે પ્રયોગ અધિક હોવાથી તેર પ્રયોગ પ્રાપ્ત થાય છે. એમાં બે પ્રયોગ ઔદારિક શરીરકાય પ્રયોગ અને ઔદારિક મિશ્રશરીરકાય પ્રયોગ વધારે હોય છે. મનુષ્યોમાં સંપૂર્ણ પંદર પ્રયોગ કર્યો છે. તે આહારક અને આહાર કમિશ્રશરીરકાય પ્રયોગથી પણ પ્રયુક્ત થઈ શકે છે. ચૌવીસ દંડકોમાં પ્રયોગની ઉપલબ્ધિ યોગની જેમ જ હોય છે તેમાં કોઈ ભેદ નથી. પ્રયોગોની પ્રરુપણા ચોવીસ દંડકોમાં વિભિન્ન વિભાગોનાં આધારે પણ કરી છે. જેમાં અસંયોગી, બ્રિકસંયોગી આદિ અનેક ભાંગા બને છે. મનુષ્યમાં પ્રયોગ પ્રરુપણા કરતા સમયે અસંયોગીના ૮, દ્ધિકસંયોગીના ૨૪, ત્રિકસંયોગીના ૩ર અને ચતુઃસંયોગીના ૧૬. આ પ્રમાણે કુલ-૮૦ ભાંગા બને છે. સૂક્ષ્મ બોધના માટે આ ભાંગાનું વર્ણન ઉપયોગી છે. - HwEBAMBE Et ultપામોમાયા ગામમાં એક પ્રાણાયારાણાવાવાટલિયા Jain Educaion International st===વામHitiatiH GEHMII II III III IITH For Private & Personal use only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy