________________
७४८
liaillllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllliiiiiiiiiiiiiiiiiiiiii
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
i
iiiiiiiiiiiiiiiiiiiiiiiiliiiiiiiiiiiiiilllllllllllllllllllllllllll livil diliitirtain
team area
આ પ્રયોગ અધ્યયનમાં ગતિપ્રપાતનો સમાવેશ એટલા માટે કરેલ છે. કારણ કે પ્રયોગ પણ એક ગતિ છે. ગતિપ્રપાતના અન્તર્ગત પાંચ પ્રકારની ગતિઓનું નિરુપણ છે. તે પાંચ ગતિઓ છે -૧. પ્રયોગગતિ, ૨. તતગતિ, ૩. બંધ છેદનગતિ, ૪. ઉપપાતગતિ અને ૫. વિહાયોગતિ. આ પાંચ પ્રકારની ગતિઓમાં પ્રયોગગતિ પ્રથમ સ્થાન પર છે. પ્રયાગરુપ ગતિને પ્રયોગ ગતિ કહે છે. આના સત્યમન આદિ તે પંદરભેદ હોય છે. જેણે કોઈ ગ્રામ યાવતુ સન્નિવેશના માટે પ્રસ્થાન તો કરી દીધેલ છે પરંતુ હજી પહોંચેલ નથી વચ્ચે માર્ગમાં જ છે. તો આ ગતિને તતગતિ કહેવામાં આવે છે. બન્ધન છેદન ગતિ તે છે - જેના દ્વારા જીવ શરીરથી અથવા શરીર જીવથી પૃથફ હોય છે. ઉપપાત ગતિનો સંબંધ ઉત્પન્ન થવાથી કે પ્રકટ થવાથી છે. આ ઉપપાતગતિ ત્રણ પ્રકારની હોય છે ક્ષેત્ર, ભવ અને નોભવ. ક્ષેત્રો પપાતગતિ ફરીથી પાંચ પ્રકારની હોય છે.- નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ ક્ષેત્રોપપાત ગતિ. આના પણ ઘણા ભેદોપભેદ છે. સિદ્ધક્ષેત્રોપપાતગતિનું આ અધ્યયનમાં વિસ્તૃત પ્રતિપાદન કરેલ છે.
ભવોપપાતગતિ નારકી અને દેવના ભેદથી બે પ્રકારની હોય છે. તથા નોભવો ૫પાતગતિ પુદ્ગલ અને સિદ્ધના ભેદથી બે પ્રકારની કહી છે.
પુગલ- નોભવો ૫પાતગતિના સ્વરુપના સંબંધમાં કહેવાય છે કે - જ્યારે કોઈ પુદ્ગલ પરમાણુ લોકના પૂર્વી ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્ત સુધી, પશ્ચિમચી ચરમાન્તથી પૂર્વી ચરમાન્ડ સુધી, દક્ષિણી ચરમાન્તથી ઉત્તરી ચરમાન્ત સુધી, ઉત્તરી ચરમાન્તથી દક્ષિણી ચરમાન્ડ સુધી, ઉપરી અરમાન્સથી નીચેની ચરમાન્ત સુધી તેમજ નીચેની ચરમાન્સથી ઉપરી ચરમાન્ત સુધી બધામાં એક-એક સમયથી ગતિ કરે છે તો તેને પુદ્ગલ નોભવોપપાતગતિ કહે છે.
સિદ્ધોના ભેદોના પ્રમાણે સિદ્ધની ભવોપપાતગતિ બે પ્રકારની હોય છે.- ૧. અનન્તર સિદ્ધોથી સંબધ્ધ અને ૨. પરમ્પર સિદ્ધોથી સંબધ્ધ. અનન્તર સિદ્ધોના અન્તર્ગત તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ આદિ પંદર ભેદોની જ ગણન હોય છે અને પરંપરસિદ્ધોમાં અપ્રથમસમયસિદ્ધથી લઈને અનન્તરસમયસિદ્ધોની ગણના હોય છે.
વિહાયોગતિનો અર્થ છે - આકાશમાં થનારી ગતિ. આ ગતિ સત્તર પ્રકારથી પ્રસિદ્ધ છે. જેમાં સ્પૃશગતિ, અસ્પૃશદૂગતિ, ઉપસંપઘમાનગતિ આદિ ભેદોની ગણના થાય છે. ગતિનું આ વર્ણન વૈજ્ઞાનિકોના માટે શોધનો વિષય છે. વિશેષત: અસ્પૃશગતિનું વર્ણન આશ્ચર્યજનક છે. પરમાણુ યુગલોથી લઈને અનન્તપ્રદેશી ઢંધોને પરસ્પર સ્પર્શ કર્યા વગર થનારી ગતિને અસ્પૃશદ્ગતિ કહેવાય છે. શું કોઈ પરમાણુ અન્ય પરમાણુઓને સ્પર્શ કર્યા વગર સંપૂર્ણ લોકમાં ગતિ કરી શકે છે, આ શોધનો વિષય છે. ખૂશદ્ગતિના ઉદાહરણ તો આધુનિક વિજ્ઞાનમાં મળી જશે, જેમ- રેડિયો, દૂરદર્શન આદિની તરંગો સ્પૃશદ્ગતિવાળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org