________________
અહમ્
પ્રકાશકીય
અતીતમાં ઘણા સમય પૂર્વે બહુશ્રુત આર્ય રક્ષિતે અનુયોગનું વિભાજન કર્યું હતું પણ વિસ્મૃત થઈ ગયો અને આજે ઉપલબ્ધ નથી, જૂના ગ્રન્થોમાં પણ નામ માત્ર ઉલ્લેખ છે. ચાર અનુયોગનું નામ - ૧. ધર્મકથાનુયોગ, ૨. ગણિતાનુયોગ, ૩. ચરણાનુયોગ,
૪. દ્રવ્યાનુયોગ પૂજ્ય ઉપાધ્યાયશ્રીના મનમાં સંકલ્પ જાગ્યો, એક જર્મન વિદ્વાની બળવતી પ્રેરણા થઈ અને પૂજ્ય ગુરુદેવોના આશિર્વાદથી આગમોનું ચાર ભાગમાં વિભાજિત કરવાનું કાર્ય પ્રારંભ કર્યો જે ઘણા વિદ્વાનોના અને આગમોના પ્રકાંડ વિદ્વાન મુનિવરો તેમજ મહાસતીજીનો સારો સહયોગ મળ્યો જેથી આ વિશાળ કાર્ય ઉત્તરોત્તર પ્રગતિ પર છે અને લક્ષ્ય પૂર્ણ થઈ રહ્યો છે.
મૂળ સાથે હિન્દી ભાષાંતરના ચારે અનુયોગ આઠ ભાગોમાં થઈ ગયા. જેમાં પહેલો ભાગ ઉપલબ્ધ ૧ નથી. એના ગુજરાતી ભાષાંતર સાથે પણ ત્રણ અનુયોગ તો ૭ ભાગોમાં પરિપૂર્ણ થઈ ગયા અને ચોથા દ્રવ્યાનુયોગનો આ બીજો ભાગ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. આના પ્રકાશન થવાથી અમને ઘણોજ આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે.
ઉપાધ્યાયશ્રીએ ઘણો જ પરિશ્રમ કર્યો છે એમનો અનંત ઉપકાર ભૂલાઈ શકાય નહિ એ વિશાળ યાદગીરી આપીને અમર થઈ ગયા છે.
તેમના સુશિષ્ય ઉપપ્રવર્તક શ્રી વિનયમુનિજીએ પણ સારો શ્રમ લીધેલ. પ્રેસ કોપી તથા મુફ તપાસવા અને બધી વ્યવસ્થાઓ ગોઠવણ કરવી વગેરેમાં ઘણી લાગણી રાખી, તેઓએ ટૂંક સમયમાં આ ગ્રન્થ કરી આપ્યો. તેમનો ઘણોજ ઉપકાર છે. આને પૂર્ણ કરવાનો શ્રેય એમને જ ફાળે જાય છે.
વિદ્વાન મહાસતીજી ડૉ. મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી તેમજ તેમના શ્રુતાભ્યાસી સુશિષ્યાઓ ડૉ. અનુપમાજી, ભવ્યાસાધનાજી, વિરતિસાધનાજી વગેરેએ હિન્દીના સંપાદનમાં અને પછી આ અનુયોગનો ગુજરાતી ભાષાંતર કરી આપ્યો છે તેથી તેઓના અમે ચિરઋણી છીએ.
ટ્રસ્ટના માનદમંત્રી શ્રી જયંતિભાઈ સંઘવીએ ટ્રસ્ટની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળવી તેમજ સહયોગ એકત્રિત કરવો આદિ કાર્યોમાં સારો સમય આપ્યો છે. તેથી એમના પણ ખાસ આભારી છીએ.
પ્રફ વાંચનના કાર્યોમાં શ્રી માંગીલાલજી અને મહાવીરજી શર્માએ સારી મહેનત કરી છે. સ્કેન-ઓ-ગ્રાફિક્સવાળા દિવ્યાંગભાઈએ પણ ઝડપથી આ કાર્યને કરી આપ્યું તે બદલ અમે સર્વેના આભારી છીએ. બધા દાનદાતાઓના અમે આભારી છીએ. જેથી આ વિશાળ કાર્ય સંપન્ન કરી શક્યા છીએ. એમના આર્થિક સહકારથી જ આ ભગીરથ કાર્ય પૂર્ણતાની તરફ અગ્રેસર છે.
જિજ્ઞાસુ પાઠક આ અનુયોગોનું પોતે વાંચન કરે, બીજાને પ્રેરણા આપે એનો વધારેમાં વધારે પ્રચાર-પ્રસાર કરી એનો સદુપયોગ કરે એ જ પૂજ્ય ગુરુદેવ પ્રતિ હાર્દિક શ્રદ્ધાંજલિ છે. ટૂંક સમયમાં જ બાકી બે ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. એ ભાવના તમારા બધાના સહકારથી પરિપૂર્ણ થાય એજ હાર્દિક અભિલાષા.
નવનીતભાઈ ચુનીલાલ પટેલ
પ્રમુખ
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org