________________
“વાત્સલ્યમૂર્તિ જન્મદાત્રીને વંદન સદા” માતુશ્રી પૂ.બા. કાંતાબેન ચીમનલાલ સંઘવી (ગુંદીયાળાવાળા)
માતાના જેવું તીર્થ નથી - માતાના જેવી બીજી કોઈ ગતિ નથી માતાના જેવું કોઈ રક્ષકનથી માતાના જેવો કોઈનો સ્નેહ નથી - જેમના સ્વભાવમાં સરળતા અને જીવનમાં સાદાઈ આ બે મહામૂલા ગુણોથી જેઓ સંસારના ઘણા કર્મબંધનથી અલિપ્ત રહી અનર્થાદંડથી ઉગરી શકયા છે. ખરેખર આજના આ યુગમાં આવા ઉત્તમસંસ્કારથી જીવન સુવાસિત બનાવનાર માતાને વંદન હો - પૂ. સંત - સતીજીના સમાગમે અને પૂ. પિતાશ્રી ચીમનભાઈના ઉચ્ચ આદર્શને કારણે જેમનામાં શાંતિ અને સમતાના સગુણોનું સિંચન થયેલ છે. તેમના ધર્મ પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધાની જ્યોત અમારામાં પણ પ્રગટાવી છે.
આગમ અનુયોગપ્રવર્તક ગુરૂદેવ “કમલ” મુનિ મ.સા.નો પુરૂષાર્થચિરઃ સ્મરણીય રહેશે. “જનની તણો ઉપકાર જગમાં મહાન સદા ગણાયછે”પૂ. મોટાબા (સ્વ.) સમજુબેન દલસુખભાઈ સંઘવીના ઋણને કેમ ભૂલાય?
લી. સુપુત્રો અરવિંદભાઈ સંઘવી તથા ભાઈઓ
(ગુંદીયાળાવાળા)
ધર્મપ્રેમી - વાત્સલ્યમૂર્તિ શ્રી રસિકલાલ શાંતિલાલ શાહ
(રાજેન્દ્રભાઈ શાહ)
સખત પરિશ્રમ- સંપૂર્ણવિવેક - ઉત્કર્ષ ધર્મભાવના સહ ધર્મીને મદદરૂપ થવા ઉત્કંઠા અને દાનમાં ઉદારતા જીવનમાં જાળવી રાખવાની ઉત્તમ ભાવના વંદનીય છે. આગમ અનુયોગમાં આપેલ ફાળો અનેકને માટે જ્ઞાનવર્ધક બની રહેશે. સરળતા -નમ્રતા - સભ્યતા - સૌમ્યતા - સદાચાર આદિ સગુણોની સવાસ ધર્મના સંસ્કારોનું સિંચન સર્વને માટે દિવાદાંડીસમા બની રહ્યા છે. શાસન પ્રભાવનાદિ ભાવના આદિ જીવનની એંક સર્વત્રપ્રસરી રહો એ જ ભાવના...
શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ
ઘીકાંટા, નગરશેઠ વંડો- અમદાવાદ
શ્રી સૌરાષ્ટ્ર સંઘની સ્થાપનામાં અનેક મુરબ્બીશ્રીઓની સુઝ-સમજ-તન-મન-ધનનો ફાળો સમાજ કદી ભૂલી શકશે નહી - સૌરાષ્ટ્ર શ્રીસંઘમાં સં. ૨૦૧૧ થી ઉત્તરોતર સારા-સારા ચાતુર્માસ પૂ. ગુરૂભગવંતોના- પૂ. સતીવૃંદના કરાવવામાં આવે છે. ચોમેર સુવાસ ફેલાઈ છે. તેમાં ભૂતકાળના, વર્તમાનકાળના પ્રમુખશ્રી મેનેજીંગ કમિટી - ટ્રસ્ટીગણ તેમજ નામી-અનામી દાતાઓનો - મૂક કાર્યકરોનો ભગીરથ ફાળો છે. આગમ અનુયોગ ટ્રસ્ટના કાર્યમાં આપેલ સહયોગ બદલ આભારી છીએ-શ્રી સંઘ શહેરની મધ્યમાં આવેલ હોઈ - સૌને માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે.