________________
આગમપ્રેમી - તત્વચિંતક - શાસનના છુપારના ખંભાત સંપ્રદાયના બા.બ્ર.પૂ. મહેન્દ્રમુનિજી મ. સા.
સ્વ. શ્રી શાંતિલાલ એલ. ભાવસાર
પૂ. શાંતાબેન એસ. ભાવસાર બા.બ્ર.પૂ. મહેન્દ્રમુનિજી મહારાજ ભારતની ગુર્જરભૂમિ પર મહીસાગરના કાંઠે બોરસદ ગામના ભાવસાર ધર્મપ્રેમી શ્રી શાંતિભાઈના ખાનદાન ખોરડે પૂ. માતુશ્રી શાન્તાબેનની કુક્ષીને દીપાવનાર મહેન્દ્રભાઈનો જન્મ સં.૨૦૦૯, તા. પ-૧૦-૧૯૫૩ના પીજ (ગુજરાત) મુકામે થયો. પીજ માતુશ્રી શાન્તાબેન એજ્યુકેશન પામેલ હોવાથી એડમિસ્ટ્રેસ તરીકે સુંદર કાર્ય કરી રહ્યા હતા. તેમણે સુપુત્રો નવીનભાઈ (ડૉ. યોગેન્દ્ર) તથા શ્રી મહેન્દ્રભાઈ તથા લાડલી દીકરીઓને - વસુબેન - હસુબેન તથા પદ્માબેનમાં ધર્મના સંસ્કારનો ઉત્તમ વારસો આપ્યો. - ખંભાત સંપ્રદાયના તપસ્વીરાજ-એકાવતારી આ. ભગવંત ગુરૂદેવ પૂ. કાંતિઋષિજી મ.સા.ની દીક્ષા પ્રસંગ જોઈને પૂ. મહેન્દ્રભાઈને દીક્ષાના ભાવ જાગ્યા - દેઢ વૈરાગ્ય બન્યો. s.s.c. સુધીનો અભ્યાસ કરીને સં. ૨૦૧૭મા તા. ૬-૫-૧૯૭૧ના રોજ ખંભાત મુકામે પ્રવજ્યા ગ્રહણ કરી. મધુરકંઠી બા.બ્ર.પૂ. અરવિંદમુજી મ.સા.ના સુશિષ્ય થયા. પ્રવજ્યાના પાવન પંથે આવ્યા બાદ તેમના રોમેરોમમાં આગમનો ઉંડો અભ્યાસ કરવાની ભાવના જાગતા તેમજ તેમની તીવ્ર યાદશક્તિને સામે રાખી ઉત્તરાધ્યયન સૂત્ર ત્રણ દિવસમાં કંઠસ્થ કરી સૌને આશ્ચર્યમુક્ત કર્યા હતા અને ઉતમોત્તમ જ્ઞાનનો ક્ષયોપશમ સૌએ પ્રત્યક્ષ નિહાળતા ગુરૂદેવો તથા જૈન સાધ્વીરના પૂ.બા.બ્ર. શારદાબાઈ મ.સા.ના હૃદયમંદિરમાં ભાવ જાગ્યા કે આવા તેજસ્વી ઓજસ્વી – સંતરત્નને આગમનું તલસ્પર્શી જ્ઞાન મળે તેઓ સં. ૨૦૧૭માં મુંબઈ પધાર્યા. જ્ઞાનનો ક્ષયોપશમ એટલો વંદનીય હતો કે એક વખત વાંચે તુરંત કંઠસ્થ. - આ બધું લક્ષ્યમાં લઈ જ્ઞાનના વિકાસ માટે બનારસ યુનિવર્સીટીની ‘આચાર્યની પરીક્ષા આપી. ચાલીસ (૪૦) હજાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર મેળવી જૈન શાસન-સંપ્રદાયની શાન વધારી ગોલ્ડ મેડલ મેળવ્યો. બનારસ યુનિવર્સીટીમાં દર્શનાચાર્ય (ન્યાયાચાર્ય)
જ્યોતિષાચાર્ય - સાહિત્યાચાર્ય-વ્યાકરણાચાર્યને સિદ્ધાંતાચાર્ય એમપાંચ-પાંચ વિષયમાં તો આચાર્ય બની સૌના વંદનીય બન્યા હતા. - આચાર્ય સમ્રાટ પં.રત્ન પૂ. આનંદઋષિજી મ.સા.ની સેવાનો લાભ લઈ પોતે ધન્યતા અનુભવેલ તેમજ આગમ અનુયોગ પ્રવર્તક - ઉપાધ્યાય પ્રવર - ગુરુદેવ પૂ. “કમલ” કનૈયાલાલજી મ.સા. પાસે બે વર્ષ આગમના લેખનકાર્યમાં ખૂબ જ સૂઝ-સમજ દ્વારા રસપૂર્વક કર્તવ્યપરાયણ રહ્યા. સાંડેરાવ અને આબુ પર્વત ગુરુદેવ સાથે રહીને ચરણાનુયોગ -દ્રવ્યાનુયોગના કાર્યમાં એમનો પુરૂષાર્થ ઘણો રહ્યો અને જ્ઞાનની ગરીમા જોઈને પૂ. ગુરુદેવ “કમલ” મુનિ મ.સા.ના હૃદયના શબ્દો સરી પડયા - જૈન શાસનમાં જ્ઞાનમાં આગવું સ્થાન ધરાવનાર ઉત્તમ સાધુ મહેન્દ્રમુનિજી મ.સા. છે. ચોમાસુ સાથે કર્યું. આબુ પર્વત ઉપર ગુફામાં રહી ધ્યાન - તપસ્યા પણ કરી જીવન ધન્ય ધન્ય બનાવ્યું.
માઉન્ટ આબુ તબિયત એકાએક બગડતા અમદાવાદ શ્રી સ્થા. જૈન સંઘ (નારણપુરા)માં પધાર્યા. પૂ. દાદાજી બળદેવભાઈ, નવનીતભાઈ, જયંતિભાઈ સંઘવી સકળ સંઘે મન મુકીને વૈયાવચ્ચ કરી - તબિયત નાજુક બનતા. સં. ૨૦૪૪ના વૈશાખ વદ-૯ને તા. ૧૦-૫-૧૯૮૮ને મંગળવારની સાંજે નારણપુરામાં હંમેશને માટે મંગલ પ્રસ્થાન મોક્ષ ભણી કર્યું. જૈફ ઉંમરે પહોંચેલ સંસારી પિતાશ્રી શ્રી શાંતિભાઈ – ડૉ. યોગેન્દ્રભાઈએ રાત-દિવસ કરેલી સેવા ચિરસ્મરણીય રહેશે. ૧૭ વર્ષના દિક્ષા પર્યાયમાં આત્મીક કામ કરીને શાસન - સંપ્રદાયની શાન વધારી. | હિરલા અને વિરલા સમા સંતરત્નને અવિરામ વંદના... રાત-દિવસ જોયા વગર સેવાભાવી ભગાભાઈની તથા શીવજીભાઈની સેવા ચિરસ્મરણીય રહેશે.
સેવા - સોજન્યમૂર્તિ - ડો. યોગેન્દ્રભાઈ એસ. ભાવસાર (ડેન્ટલ સર્જન B.DS.)
ખંભાત સંપ્રદાયના જૈન સંતરત - આગમપ્રેમી બા.બ્ર.પૂ. મહેન્દ્રમુનિજી મ.સા.ના મોટાભાઈ શ્રી નવીનભાઈ ઉર્ફે ડૉ. યોગેન્દ્રભાઈનો જન્મ પીજ મુકામે પિતાશ્રી શાંતિભાઈના ખાનદાન ખોરડે પૂ. માતુશ્રી શાંતાબેનની કુક્ષીએ થયો - ડૉ. યોગેન્દ્રભાઈના જીવનમાં સેવા મંત્ર - બીજાને ઉપયોગી થવાની ઉત્તમોતમ ભાવના ડૉક્ટર હોવા છતાંય - સેવા તો એમનો જીવનમંત્ર છે. દંત ચિકિત્સક - ખંભાત ૨૫ વર્ષથી સેવા આપી સેવાની સુવાસ ચોમેર ફેલાતા હાલ - વડોદરા - ભાદરણ - ખંભાત સેવા આપી રહેલ છે. ધાર્મિક ભાવના ખૂબ જ હોવાથી પૂ.સાધુ - સાધ્વીજીની સેવાનો અણમોલો લાભ લઈ રહ્યા છે - એટલું જ નહિ તેઓનું ગુપ્ત દાન પણ વંદનીય છે.
Lain Education International
Fાવા rategies & Personયા Use only