________________
સંયોજકીય
પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાય શ્રી કન્ડેયાલાલજી મ. 'કમલ'ના શુભાશીર્વાદથી દ્રવ્યાનુયોગનો આ બીજો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે તેનો ઘણોજ આનંદ છે.
પૂજ્ય ગુરુદેવે આ અનુયોગ માટે ઘણોજ પરિશ્રમ કર્યો છે. લગભગ ૫૦ વર્ષ તેઓ આ કાર્યમાં જ લાગ્યા રહ્યા. એમના આટલા શ્રમના કારણેજ આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે.
હિન્દીમાં ચારે અનુયોગ એમની હયાતીમાં પૂર્ણ થઈ ગયા હતા અને લોકાર્પણ પણ થઈ ગયો હતો.
ગુજરાતી ભાષાંતર સાથે ત્રણ અનુયોગ થઈ ગયા. ચોથું દ્રવ્યાનુયોગનું કાર્ય ઝડપથી ચાલે છે. આ અનુયોગ ઘણોજ વિશાળ, જટિલ અને કઠીન છે.
દ્રવ્યાનુયોગના ગુજરાતી ભાષાંતરના ચાર ભાગ પ્રકાશિત થઈ રહ્યા છે. પ્રથમ ભાગમાં ૧૪ અધ્યયન લીધેલ છે. તેમાં વધારે અધ્યયન આપવાનો વિચાર હતો પણ વધારે પેજ થવાના કારણે ઓછા કરવા પડ્યા. શેષ અધ્યયનોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં વિદુર્વણા, ઈન્દ્રિય, ઉચ્છવાસ, ભાષા, યોગ, પ્રયોગ, ઉપયોગ, પશ્યતા, દષ્ટિ, જ્ઞાન, સંયત, વેશ્યા, ક્રિયા આદિ ૧૩ અધ્યયનોનો સમાવેશ કરેલ છે. શેષ લગભગ ૧૮ અધ્યયન બે ભાગોમાં પ્રકાશિત કરવાનું આયોજન છે. જે લગભગ ૪-૫ માસમાં થઈ જવાની પૂર્ણ સંભાવના છે.
આ અધ્યયનોમાં તેનાથી સંબંધિત બધો વિષય લેવાનો પ્રયત્ન કર્યો છે. આમાં ઘણા વિષયદ્વાર છે તે છિન્ન-ભિન્ન ન થાય તેના માટે તેમને વિભક્ત કરેલ નથી. પરિશિષ્ટમાં તે વિષયોનાં પૃષ્ઠક, સુત્રાંક, અધ્યયનનાં નામ આપી દીધા છે. તેમનો અધ્યયન કરીને પાઠક પૂર્ણ વિષય ગ્રહણ કરી શકે છે. એટલા માટે પાઠક તેનો વાંચન અવશ્ય કરીને જ્ઞાનાર્જન કરે. આ કાર્યને સફળ બનાવવા માટે ઘણા ભાવનાશીલ શ્રુત ઉપાસકોનું યોગદાન પ્રાપ્ત થયેલ છે. આ દ્રવ્યાનુયોગના સંપાદનમાં પં.દલસુખભાઈ, પં.દેવકુમારજી, શ્રીચંદજી સુરાણા વગેરે પંડિતોનો સહયોગ તો મળ્યોજ, સાથે સાથે ડૉ. મહાસતીજી મુક્તિપ્રભાજી તેમજ તેમની સુશિષ્યો ઘણોજ પરિશ્રમ કર્યો છે. ગુજરાતી ભાષાંતર પણ અમૂલ્ય સમય કાઢીને કરી આપ્યો છે, તે પ્રસંશાના પાત્ર છે.
મારા સાથી મુનિવર ઉપપ્રવર્તક પ્રવચન ગજકેશરી શ્રી ગૌતમ મુનિજીનો અને તપસ્વી શ્રી સંજયમુનિનો સારો સહકાર મળ્યો. તેઓ પ્રવચન સેવા સુશ્રુષા આદિની બધી જવાબદારી લીધી જેથી હું આ કાર્ય કરી શક્યો.
શ્રી માંગીલાલ અને મહાવીર શર્માએ પણ પૂફ રીડીંગ વગેરેમાં સારો સહકાર આપ્યો છે.
શ્રી બલદેવભાઈ, હિંમતભાઈ, વિજયરાજજી એ ટ્રસ્ટના ઉત્કર્ષ માટે ઘણોજ શ્રમ કર્યો છે. અત્યારે પણ નવનીતભાઈ, જયંતિભાઈ સંઘવી આદિ ટ્રસ્ટીઓની પ્રબળ પ્રેરણા પુરુષાર્થથી આ કાર્ય આગળ વધી રહ્યું છે તેમની ભાવના પ્રસંશનીય છે.
મને ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી તેથી ઘણા સ્થાને હિન્દી શબ્દોનો પ્રયોગ થઈ ગયો હશે અથવા ભૂલો હશે જે પાઠક સંશોધન કરી લે અને અમને સૂચિત કરે જેથી બીજી આવૃત્તિમાં સંશોધન થઈ શકે.
સ્કન-ઓ-ગ્રાફિક્સવાળા દિવ્યાંગભાઈએ પણ ઝડપથી કામ કરેલ તેમનો પણ સારો સહકાર મળેલ.
– વિનયમુનિ
= 10.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org