________________
૭૦૯
સસસસસસ સસસસસ
BETI B
Hણાવ સાક્ષ પદારામ
HERE :::::::::::::RA - HEMAILIFIII IIIIIII trushatEEEEEEEHHHHHHEEEEEEEEEEEEEEEEEEEEEER BE
#AWEBSI]
૧૮. ભાષા અધ્યયન
| વિચારોનું વિમર્શન કરવા માટે ભાષા એક સશક્ત માધ્યમ છે. ભાષાની ચર્ચા દાર્શનિક યુગમાં પર્યાપ્ત માત્રામાં ચર્ચાયેલી છે. ભર્તુહરિ જેવા દાર્શનિકોએ વ્યાકરણ દર્શનમાં વાક્યપદીયગ્રંથ રચીને ભાષાનું દિગ્દર્શન પ્રસ્તુત કરેલ છે. મીમાંસા અને ન્યાયદર્શનમાં પણ શબ્દ અને અર્થની ચર્ચા થયેલ છે. પરંતુ જેનાગોમાં ભાષાના સંબંધમાં જે પ્રરુપણા ઉપલબ્ધ થાય છે તે વિશેષ છે અને એ આધુનિક યુગ માટે પણ પ્રાસંગિક છે.
જૈનાગમોની અનુસાર ભાષાનું મૂળ કારણ જીવ છે. તેની ઉત્પત્તિ શરીરથી થાય છે. તેનો આકાર વજ જેવો છે. તેનો અંત લોકાન્તમાં થાય છે. લોકાન્તમાં અંત કહેવાનો આશય ભાષાના પુગલો લોકાન્ત સુધી જ પહોંચી શકે છે.
ભાષાના મુખ્ય રૂપથી ચાર ભેદ કહ્યા છે - ૧. સત્યભાષા, ૨. મૃષાભાષા, ૩. સત્યમૃષાભાષા અને ૪. અત્યકૃપા ભાષા, વિસ્તારથી જ્યારે ભાષાના ભેદોનું અધ્યયન કરવામાં આવે છે તો જાણવામાં આવે છે કે ભાષા બે પ્રકારની છે - ૧, પર્યાપ્તિકા (પ્રતિનિયત) અને ૨. અપર્યાપ્તિકા (અપ્રતિનિયત). પર્યાપ્તિકા ભાષા બે પ્રકારની હોય છે - ૧. સત્ય, ૨. મૃષા, અપર્યાપ્તિકા ભાષાના પણ બે ભેદ હોય છે - ૧. સત્યમૃષા અને ૨. અસત્યમૃષા. સત્ય પર્યાપ્તિકા ભાષાના જનપદસત્યા, સમ્મતસત્યા આદિ દસ ભેદ હોય છે. મૃષા પર્યાપ્તિકા ભાષાના ક્રોધનિઃસૃતા, માનનિઃસૃતા આદિ દસ ભેદ છે. સત્યા-મષા અપર્યાપ્તિકા ભાષાના ઉત્પન્નમિશ્રિતા, વિગતમિશ્રિતા આદિ દસ ભેદ હોય છે, જ્યારે અસત્યામૃષા અપર્યાપ્તિકા ભાષાના આમંત્રણી આજ્ઞાપની આદિ બાર ભેદ પ્રતિપાદિત છે.
ભાષા જ્યારે બોલાય છે ત્યારે તે ભાષા કહેવાય છે. તેના પૂર્વ અને પછી નહીં. ભાષા અવધારિણી પણ હોય છે અને પ્રજ્ઞાપની પણ હોય છે. અવધારિણી ભાષા ચાતુ સત્ય હોય છે. સ્માત મૃષા હોય છે, ચાતું સત્યમૃષા હોય છે અને સાત્ અસત્યામૃષા હોય છે. જયારે તે ભાષા આરાધની હોય છે ત્યારે સત્ય હોય છે. જયારે વિરાધની હોય છે ત્યારે અસત્ય હોય છે. જયારે આરાધના અને વિરાધની બન્ને હોય છે ત્યારે સત્ય-કૃપા હોય છે અને જયારે આરાધની ન હોય, વિરાધની ન હોય અને બન્ને ન હોય ત્યારે તે અસત્યામૃષા કહેવાય છે. પ્રજ્ઞાપનીભાષા મૃષા જેવી પ્રતીત હોય છે. પરંતુ તે મૃષા હોતી નથી. તેમાં કોઈ સત્યને આદેશાત્મક રૂપમાં પ્રસ્તુત કરાય છે.
ભાષાનો પ્રયોગ કરનાર જીવને ભાષક તથા ભાષાનો પ્રયોગ ન કરનાર જીવને અભાપક કહેવામાં આવે છે. સંસારમાં કેટલાક જીવ ભાષક છે અને કેટલાક જીવ અભાષક છે. એકેન્દ્રિય જીવ અભાષક હોય છે. કારણકે તે ભાષાનો પ્રયોગ કરતાં નથી. આ પ્રમાણે સિદ્ધ જીવ અને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કેવળી પણ અભાષક હોય છે. આટલું જ નહીં બેઈન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયસુધીના જીવોમાં જે અપર્યાપ્તા જીવ હોય છે તે પણ અભાષક હોય છે. માત્ર પર્યાપ્તા બેઈન્દ્રિયથી લઈને પર્યાપ્ત પંચેન્દ્રિય સુધીના જીવ ભાપક હોય છે. એ દષ્ટિએ એકેન્દ્રિયના પાંચ દેડકોને છોડીને બાકીના દંડકોના જીવ બે પ્રકારના હોય છે. ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે. ભાષાપર્યાપ્તિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અભાષક રહે છે તથા પર્યાપ્તિના પૂર્ણ થવા પર તે ભાષક થઈ જાય છે.
ભાષક નૈરયિક જીવ સત્ય, મૃષા, સત્યમૃષા અને અસત્યકૃપા રુપ ચારે પ્રકારની ભાષાઓ બોલે છે. આ પ્રમાણે બધાજ દેવ અને મનુષ્યોમાં પણ ચારે પ્રકારની ભાષાઓ બોલાય છે. બેઈન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયતિર્યંચયોનિક સુધીના જીવ માત્ર એક અસત્યામૃષા ભાષા બોલે છે. પંચેન્દ્રિયતિર્યંચયોનિક જીવ ક્યારેક શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણલબ્ધિની અપેક્ષાએ અન્ય ત્રણ પ્રકારની ભાષાઓ પણ બોલે છે.
સત્યભાષા આદિ ચારેય પ્રકારોની ભાષાઓને ઉપયોગપૂર્વક બોલનાર જીવ આરાધક હોય છે. પણ આનાથી વિપરીત અસંયત, અવિરત, પાપકર્મનો પ્રતિઘાતક અને પ્રત્યાખ્યાન ન કરનાર જીવ ચારે પ્રકારની ભાષા બોલવાથી વિરાધક હોય છે.
ભાષાનો પ્રયોગ યદ્યપિ જીવ કરે છે. તથાપિ ભાષા જીવ હોતી નથી. તે આત્માથી ભિન્ન રુપી, અચિત્ત અને અજીવ હોય છે. જીવ ભાષાના રૂપમાં સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે અસ્થિત દ્રવ્યોને નહીં. જે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે તેને તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ગ્રહણ કરે છે. દ્રવ્યથી અનન્ત પ્રદેશોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢને
પા પા પા
દાણાખાતાને rinકા મા વાઘnia નાવાશi is an imયારણ III Iી
વ
-
- - Drd