SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ જી weaterial websilhan saptahishasu Williate listપાઇalltal dialeisualisits luralidislimsellitutiHRigી પાણuisit haatalati laalu willing - - - - - કાળથી એક સમયની સ્થિતિવાળા યાવતુ અસંખ્યાત સમયની સ્થિતિવાળાને અને ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે. વર્ણની અપેક્ષાએ એક વર્ણવાળા યાવત પાંચ વર્ણવાળાને, ગંધની અપેક્ષાએ એક ગંધવાળાને બે ગંધવાળાને, રસની અપેક્ષાએ એક રસવાળા યાવત્ પાંચ રસવાળાને અને સ્પર્શની અપેક્ષાએ બે સ્પર્શવાળા યાવતું ચાર સ્પર્શવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે. વર્ણાદિમાં એક ગુણ યાવતું અનન્તગુણની તરતમતા પણ સંભવ છે. ભાષા યોગ્ય પુદગલોને જીવ સ્પષ્ટ, અવગાઢ, અણુ, સ્થૂલ, ઉર્ધ્વ, અધઃસ્વવિષયક, આનુપૂવી યુક્ત તથા છે દિશાઓથી ગ્રહણ કરે છે. એના પર પણ આ અધ્યયનમાં વર્ણન કરેલ છે. જીવ ભાષાના રૂપમાં જે દ્રવ્યોને ગ્રહણ કરે છે તેને તે સાન્તર પણ ગ્રહણ કરે છે અને નિરંત્તર પણ ગ્રહણ કરે છે. સાન્તર ગ્રહણ કરનાર જઘન્ય એક સમયમાં ગ્રહણ કરે છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનો અંતર કરીને ગ્રહણ કરે છે. નિરંતર ગ્રહણ કરનાર જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી નિરંતર ગ્રહણ કરે છે. જીવ ભાષા વર્ગણાના જે દ્રવ્યોને સત્યભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે તેને સત્યભાષાના રૂપમાં કાઢે છે. જે દ્રવ્યોને તે મૃષાભાષાના રૂપમાં ગ્રહણ કરે છે તેને મૃષાભાષાના રૂપમાં કાઢે છે. આ પ્રમાણે સત્યમૃષા અને અસત્યમૃષા ભાષાના રૂપમાં દ્રવ્યોને ગ્રહણ કરે છે. તો તે તેજ ભાષાઓના રૂપમાં તે દ્રવ્યોને કાઢે છે અને તે તેને સાન્તર કાઢે છે. એક સમયમાં ગ્રહણ કરે છે અને એક સમયમાં કાઢે છે. જીવ ભાષાના રૂપમાં ગૃહિત દ્રવ્યોને ભિન્ન અને અભિન્નના રૂપમાં કાઢે છે. જે જીવ ભિન્નને કાઢે છે, તે ભિન્ન દ્રવ્ય અનન્તગુણ વૃદ્ધિને પ્રાપ્ત કરનાર લોકાન્તનો સ્પર્શ કરે છે અને જે જીવ અભિન્નને કાઢે છે તે અભિન્ન દ્રવ્ય અસંખ્યાત અવગાહન વર્ગણા સુધી જઈને ભેદને પ્રાપ્ત થઈ જાય છે. પછી સંખ્યાત યોજનો સુધી આગળ જઈને વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે. ભાષા દ્રવ્યોના પાંચ ભેદ પ્રરૂપ્યા છે - ૧. ખંડભેદ, ૨. પ્રતરભેદ, ૩. ચૂર્ણિકાભેદ, ૪. અનુતટિકાભેદ અને ૫. ઉત્કટિકાભેદ. આ પાંચે ભેદોનું સ્વરૂપ આ અધ્યયનમાં સ્પષ્ટરૂપે પ્રસ્તુત છે. જેટલા ભાષાના ભેદ છે. તેટલા જ ભાષાનિવૃત્તિના ભેદ છે અને તેટલાજ ભાષા કરણના ભેદ છે. એ અપેક્ષાએ ભાષાનિવૃત્તિ અને ભાષાકરણના ચાર - ચાર ભેદ છે - ૧. સત્ય, ૨. મૃષા, ૩. સત્યમૃષા અને ૪. અસત્યમૃષા. ભાષાનો પ્રયોગ કરનાર જે ભાષક જીવ છે. તેની કાયાસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અભાપક જીવ ત્રણ પ્રકારના છે - ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત અને ૩. સાદિ સપર્યવસિત. આમાંથી સાદિ સપર્યવસિતની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. ભાષકનો અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. સાદિ સપર્યવસિત અભાષકનો અન્તરકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અલ્પ બહુત્વની અપેક્ષાએ વિચાર કરીએ તો બધાથી અલ્પ સત્યભાષક જીવ છે. તેનાથી સત્યમૃષા ભાષક અસંખ્યાતગુણા છે. તેનાથી અસત્યામૃષા ભાષક અસંખ્યાતગુણા છે અને તેનાથી અભાષક જીવ અનન્તગુણા છે. આ અધ્યયનના અંતમાં દેવોની ભાષા, શક્રેન્દ્રની ભાષા અને કેવળીની ભાષાનું વર્ણન પણ છે. જેના અનુસાર મહદ્ધિક યાવતું મહાસુખદેવ હજાર રૂપોની વિફર્વણા કરીને હજાર ભાષાઓ બોલવામાં સમર્થ છે. પરંતુ તે વસ્તુત: એક જ ભાષા હોય છે, હજાર નથી. દેવ અર્ધમાગધીભાષા બોલે છે. દેવેન્દ્ર દેવરાજ શક્રનીભાષા સાવદ્ય પણ હોય છે અને નિરવદ્ય પણ હોય છે તેનાથી બોલવા પર નિરવ હોય છે અને અયતના પર બોલવાથી સાવદ્ય હોય છે. કેવળી બે જ પ્રકારની ભાષા બોલે છે - ૧. સત્યભાષા અને ૨. અસત્યમૃષા ભાષા. તે ક્યારે પણ મૃષા અને સત્ય-મૃષા ભાષા બોલતા નથી. આ પ્રમાણે આ ભાષા અધ્યયનમાં અનેક મહત્વપૂર્ણ તથ્ય સંકલિત છે. કેટલાક તથ્ય વચનયોગ, વર્ગણા અને પુદ્ગલોથી સંકળાયેલા છે માટે તેનું ત્યાં તે અધ્યયનોમાં વર્ણન જુઓ. LEThe tales TH==NEHHE BRIEINTERPREHI-HHHHHHHHHHHHHElllllllliII initialLifilminium insultilitill hillisilliatil II III till thi II IIIIIIIIII: SHARE illitiHitishithi-illHHHHHHHHHHHH HHHHHHHHHHHHHELHI HHHHHHHaiti HFRIEil.1Baail ] GT
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy