________________
وع
ગામ પાસાગરમાલાયકાત
ITI ITI
S
"
-
- -
પ્રાણ અને શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. ઉત્કૃષ્ટકાળ પણ તેના માટે અનેક મૂહૂર્ત જ છે. વૈમાનિકદેવ જઘન્ય અનેક મુહૂર્તા બાદ અને ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષ પછી આ ક્રિયા કરે છે. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવ, બેઈન્ડિય. ત્રેઈજિય. ચઉન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં શ્વસનક્રિયા વિમાત્રા (કાળમાપ) થી થાય છે. આ અધ્યયનમાં વૈમાનિક દેવોના વિભિન્ન પ્રકારોના પૃથફ-પૃથફ શ્વાસોચ્છવાસના જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળમાનનો નિર્દેશ કરેલ છે.
પૃથ્વીકાયના જીવ પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવોના શ્વાસોશ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. આ પ્રમાણે અપકાયના જીવ સમસ્ત પૃથ્વીકાય આદિ સ્થાવરકાયિકોને ગ્રહણ કરે છે અને છોડે છે. આજ વાત તેજસકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવો પર પણ લાગુ થાય છે. નરયિક જીવ શ્વાસોચ્છવાસના રૂપમાં અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ પુદ્ગલોને ગ્રહણ કરે છે. તો દેવ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ આદિ પુદ્ગલોને ગ્રહણ કરે છે. મનુષ્ય અને તિર્યંચગતિના અન્ય જીવોનો ઉલ્લેખ આ અધ્યયનમાં નથી થયેલ છે કે તે ક્યા પ્રકારના પુદ્ગલોનો શ્વાસોચ્છવાસ ક્રિયામાં ગ્રહણ કરે છે. આનો સંબંધ જીવના શુભાશુભ કાર્યોથી જોડી શકાય છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે તે બધા જીવ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી સહિત પુદ્ગલોને શ્વાસોચ્છવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને છોડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org