________________
૬૯૫
૧૦. ઉચ્છવાસ અધ્યયન
સંસારસ્થ ચારેય ગતિઓના જીવ જ્યાં સુધી ઔદારિક વૈક્રિયાદિ શરીરધારી રહે છે ત્યાં સુધી તેમાં નિરંતર શ્વાસપ્રશ્વાસની ક્રિયા ચાલતી રહે છે. સજીવ અને નિર્જીવ વસ્તુઓના ભેદ કરતાં સમયે આધુનિક વિજ્ઞાન પણ શ્વસન ક્રિયાને જીવમાં આવશ્યક માને છે. શરીરમાં શ્વસનક્રિયાની નિરંતરતામાં તો કેટલાક કાળ સુધી વ્યવધાન ઉત્પન્ન થઈ જાય તો મૃત્યુ સુધી સંભવ છે.
આ શ્વસન ક્રિયા મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, કીડા, મકોડા આદિમાં તો આપણને સ્પષ્ટત: દેખાય છે. પરંતુ આગમના અનુસાર વૈક્રિય શરીરધારી નૈરયિક અને દેવોમાં પણ નિરંતર શ્વસનક્રિયા ચાલતી રહે છેઆ આપણે જાણીએ છીએ પણ પૃથ્વીકાય, અપૂકાય આદિ એકેન્દ્રિય જીવ પણ આ ક્રિયાથી રહિત થઈને જીવનયાપન કરતાં નથી. તેમાં પણ નિરંતર આ ક્રિયા ચાલી રહી છે.
ભગવાન મહાવીરને એમના પ્રમુખ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમે પ્રશ્ન કર્યો કે - બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં થનાર આન-પ્રાણ અને શ્વાસોશ્વાસને તો અમે જાણી દેખી રહ્યા છે પરંતુ પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિય જીવમાં આન-પ્રાણ અને શ્વાસોચ્છવાસ હોય છે કે નહીં ? ભગવાને આ પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે - હે ગૌતમ ! પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ પણ શ્વાસોચ્છવાસ લે છે. આમાં પણ આન-પ્રાણ અને ઉચ્છવાસ નિશ્વાસની ક્રિયાઓ હોય છે.
આ પ્રશ્નોત્તરથી જાણી શકાય છે કે ભગવાન મહાવીર પ્રથમ વૈજ્ઞાનિક હતા. આધુનિક વિજ્ઞાનવત્તા વનસ્પતિમાં શ્વસનક્રિયા સિદ્ધ કરવામાં સફળ થયા છે. પરંતુ પૃથ્વીકાય આદિ જીવોમાં શ્વસનક્રિયા સિદ્ધ કરવી એના માટે મુશ્કેલ ભર્યું જણાય છે. મહાવીરની દ્રષ્ટિએ પૃથ્વીકાયાદિ બધા જીવ શ્વસનક્રિયા કરે છે.
આગમોમાં શ્વસનક્રિયાને પ્રતિપાદિત કરનાર આન, પ્રાણ, ઉચ્છવાસ અને નિઃશ્વાસ આ ચાર શબ્દોનો પ્રયોગ થયેલ છે. બધા જીવ ચાર ક્રિયાઓ કરે છે. તેમાં સ્વાભાવિક રૂપથી શ્વાસ ગ્રહણ કરવાની અને છોડવાની જે ક્રિયા છે તેને ક્રમશઃ આન અને પ્રાણ કહેવાય છે અને ઊંચો શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો તેને ઉવાસ અને નિઃશ્વાસ કહી શકાય છે. કુલ મળીને આ ચારેય શબ્દ શ્વસનક્રિયાને જ ઈંગિત કરે છે.
ચોવીસ દંડકોમાં ક્યાં જીવ કેટલા કાળથી આન, પ્રાણ, ઉચ્છવાસ અને નિ:શ્વાસ ક્રિયા કરે છે. આનું પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તૃત વર્ણન છે. તદનુસાર નરયિક જીવોમાં આન, પ્રાણ, ઉચ્છવાસ અને નિઃશ્વાસની આ શ્વસનક્રિયા નિરંતર ચાલતી રહે છે. દેવોમાં આના કાળમાનની ભિન્નતા છે. અસુરકુમારદેવ જઘન્ય સાત સ્તોક (કાળનું એક મા૫) તથા ઉત્કૃષ્ટ કંઈક અધિક એક પક્ષથી આ ક્રિયા કરે છે. નાગકુમારોનો ઉત્કૃષ્ટકાળ અનેક મુહૂર્તાનો છે. સ્વનિતકુમાર આદિ બાકીના આઠ ભવનપતિ દેવોની શ્વસનક્રિયાનો કાળ નાગકુમારોની જેમ છે. જ્યોતિષ્ક દેવ જઘન્ય અનેક મુહૂર્ત બાદ આન -
ડરવામil in
all in ali ali si iiiiiiiiiii it isituativit
i H
કામ કરતા Jain Education International
ના કામidha -
- - - મારા મામા મામા ના For Private & Personal Use Only
www.jainelibrary.org