________________
તે સમયે પ્રાણીને વર્તમાન શરીર છોડવું પડે છે. વર્તમાન શરીર છોડવાનાં પૂર્વે જ નવીન શરીરનાં આયુ-કર્મને બંધ થઈ જાય છે. પરંતુ જો આયુષ્યનો ભોગ આ પ્રમાણે નિયત છે. તો આકસ્મિક મરણની વ્યાખ્યા શું ? આના પ્રત્યુત્તરમાં જૈન-વિચારકોએ આયુ-કર્મનો ભોગ બે પ્રકારના માનેલ છે- ૧. ક્રમિક, ૨. આકસ્મિક ક્રમિક ભોગમાં સ્વાભાવિક રૂપથી આયુનો ભોગ ધીરે-ધીરે થતો રહે છે. જ્યારે આકસ્મિક ભોગમાં કોઈ કારણના ઉપસ્થિત થઈ જવાથી આયુ એક સાથે જ ભોગવી લે છે. એને જ આકસ્મિક મરણ કે અકાળ મૃત્યુ કહે છે. સ્થાનાંગ સૂત્રમાં આનાં સાત કારણ બતાવેલ છે- ૧. હર્ષ-શોકનો અતિરેક, ૨. વિષ અથવા શસ્ત્રનો પ્રયોગ, ૩. આહારની અત્યધિકતા અથવા સર્વથા અભાવ, ૪. વ્યાધિજનિત તીવ્ર વેદના, ૫. આઘાત, ૬. સર્પદંશાદિ અને ૭. શ્વાસ નિરોધ. ૬. નામ કર્મ :
જે પ્રમાણે ચિત્રકાર વિભિન્ન રંગોથી અનેક પ્રકારનાં ચિત્ર બનાવે છે. તે પ્રમાણે નામ-કર્મ વિભિન્ન કર્મ પરમાણુઓથી જગતનાં પ્રાણીઓનાં શરીરની રચના કરે છે. મનોવિજ્ઞાનની ભાષામાં નામ-કર્મને વ્યક્તિત્વના નિર્ધારક તત્વ કહી શકે છે. જૈન દર્શનમાં વ્યક્તિત્વનાં નિર્ધારક તત્વોને નામ-કર્મની પ્રકૃતિના રૂપમાં જાણી શકાય છે. જેની સંખ્યા ૧૦૩ માનેલ છે. પરંતુ વિસ્તારભયથી તેનું વર્ણન સંભવ નથી. ઉપર્યુક્ત સર્વ (બધા) વર્ગીકરણનું સંક્ષિપ્ત રૂપ છે. ૧. શુભ નામ-કર્મ (સારૂ વ્યક્તિત્વ) અને ૨, અશુભ નામ-કર્મ (ખરાબ વ્યક્તિત્વ) પ્રાણી જગતમાં જે આશ્ચર્યજનક દેખાય છે તેનો આધાર નામ કર્મ છે.
શુભનામ - કર્મના બંધનાં કારણ :
જૈનાગમોમાં સારા વ્યક્તિત્વની ઉપલબ્ધિનાં ચાર કારણ માનેલ છે- ૧. શરીરની સરળતા, ૨. વાણીની સરળતા, ૩. મન કે વિચારોની સરળતા, ૪. અહંકાર અને માત્સર્યથી રહિત થવું કે સામંજસ્યપૂર્ણ જીવન.
શુભ નામ કર્મનો વિપાક :
ઉપર્યુક્ત ચાર પ્રકારનાં શુભાચરણથી પ્રાપ્ત શુભ વ્યક્તિત્વનો વિપાક ૧૪ પ્રકારનો માનેલ છે. ૧. અધિકાર-પૂર્ણ પ્રભાવક વાણી (ઈષ્ટ શબ્દ), ૨. સુંદર સુગઠિત શરીર (ઈષ્ટ રૂપ), ૩. શરીરથી નિઃસૃત થનાર મનમાં પણ સુગંધ (ઈષ્ટગંધ), ૪. જૈવીય-રસોની સમુચિતતા (ઈષ્ટ રસ), ૫. ત્વચાનું સુકોમળ હોવું (ઈષ્ટ સ્પર્શ), ૬. અચપલ યોગ્ય ગતિ (ઈષ્ટ ગતિ), ૭. અંગોનું સમુચિત સ્થાન પર હોવું (ઈષ્ટ સ્થિતિ), ૮, લાવણ્ય, ૯, યશઃ કિર્તિનો પ્રસાર, (ઈષ્ટ-યશ કીર્તિ), ૧૦. યોગ શારીરિક શક્તિ, (ઈષ્ટ-ઉત્થાન, કર્મ, બળવીર્ય પુરુષાર્થ અને પરાક્રમ), ૧૧. લોકોને રૂચિકર લાગે એવો સ્વર, ૧૨. કાંત સ્વ૨, ૧૩, પ્રિય સ્વર અને ૧૪, મનોજ્ઞસ્વર.
અશુભ નામ કર્મનાં કારણ :
નીચે ચાર પ્રકારનાં અશુભાચરણથી વ્યક્તિ (પ્રાણી)ને અશુભ વ્યક્તિત્વની ઉપલબ્ધિ થાય છે. ૧. શરીરની વક્રતા, ૨. વચનની વક્રતા, ૩. મનની વક્રતા અને ૪. અહંકાર અને માત્સર્ય વૃત્તિ કે અસામંજસ્ય પૂર્ણ જીવન.
અશુભ નામ કર્મનો વિપાક :
૧. અપ્રભાવક વાણી (અનિષ્ટ શબ્દ), ૨. અસુંદર શરીર (અનિષ્ટ સ્પર્શ), ૩. શારીરિક મળોનું દુર્ગધ યુક્ત હોવું (અનિષ્ટ ગંધ), ૪. જૈવીય-રસોની અસમુચિતતા (અનિષ્ટ રસ), ૫. અપ્રિય સ્પર્શ, છ. અનિષ્ટ ગતિ, ૭. અંગોનું સમુચિત સ્થાન પર ન હોવું (અનિષ્ટ સ્થિતિ), ૮, સૌંદર્યનો અભાવ, ૯, અપયશ, ૧૦. પુરૂષાર્થ કરવાની શક્તિનો અભાવ, ૧૧. હીન સ્વર, ૧૨. દીન સ્વર, ૧૩. અપ્રિય સ્વર, ૧૪. અકાંત સ્વર. ૭. ગોત્ર કર્મ :
જેના કારણે વ્યક્તિ પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત કુળોમાં જન્મ લે છે તે ગોત્ર કર્મ છે. આ બે પ્રકારનાં માનેલ છે. ૧. ઉચ્ચગોત્ર (પ્રતિષ્ઠિત કુળ) અને ૨. નીચ ગોત્ર (અપ્રતિષ્ઠિત કુળ) ક્યા પ્રકારનાં આચરણનાં કારણે પ્રાણીનો અપ્રતિષ્ઠિત કુળમાં જન્મ થાય છે અને ક્યા પ્રકારનાં આચરણથી પ્રાણીનો પ્રતિષ્ઠિત કુળમાં જન્મ થાય છે. આના પર જૈનાચાર-દર્શનમાં વિચાર કર્યો છે. અહંકાર વૃત્તિ જ આનું મુખ્ય કારણ માનેલ છે.
ઉચ્ચગોત્ર અને નીચગોત્રના કર્મબંધનાં કારણ : નીચે પ્રમાણેની આઠ વાતોનો અહંકાર ન કરનાર વ્યક્તિ ભવિષ્યમાં પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લે છે- ૧. જાતિ,
65.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org