SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કુળ, ૩. બળ (શારીરિક શક્તિ), ૪. રૂપ (સૌંદર્ય), ૫. તપસ્યા (સાધના), ૬. જ્ઞાન (શ્રત), ૭. લાભ (ઉપલબ્ધિઓ) અને સ્વામીત્વ (અધિકાર) આનાથી વિપરીત જે વ્યક્તિ ઉપર્યુક્ત આઠ પ્રકારનો અહંકાર કરે છે તે નીચકુળમાં જન્મ લે છે. કર્મગ્રંથના અનુસાર પણ અહંકાર રહિત ગુણગ્રાહી દૃષ્ટિવાળા, અધ્યયન-અધ્યાપનમાં રૂચિ રાખનાર તથા ભક્ત ઉચ્ચગોત્રને પ્રાપ્ત કરે છે. આનાથી વિપરીત આચરણ કરનાર નીચ ગોત્રને પ્રાપ્ત કરે છે. તત્વાર્થ સૂત્રનાં અનુસાર પર-નિંદા, આત્મ-પ્રશંસા, બીજાના સદ્દગુણોનું આચ્છાદન અને અસદ્ ગુણોનો પ્રકાશન એ નીચ ગોત્રનાં બંધના હેતુ છે. આનાથી વિપરીત પર-પ્રશંસા, આત્મ-નિંદા, સદ્ગુણોનું પ્રકાશન અસદ્દગુણોનું ગોપન અને નમ્રવૃત્તિ અને નિરાભિમાનતા એ ઉચ્ચ ગોત્રના બંધના હેતુ છે. ગોત્ર કર્મનો વિપાક : વિપાક (ફળ) દૃષ્ટિથી વિચાર કરતા એ ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિ અહંકાર કરતા નથી તે પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લઈને નિમ્નોક્ત આઠ ક્ષમતાઓથી યુક્ત હોય છે- ૧. નિષ્કલંક માતૃ-પક્ષ (જાતિ), ૨. પ્રતિષ્ઠિત પિતૃ-પક્ષ (કુળ), ૩. સબલ શરીર, સૌંદર્યયુક્ત શરીર, ૫. ઉચ્ચ સાધના અને તપ શક્તિ, ૬. તીવ્ર બુદ્ધિ અને વિપુલજ્ઞાન રાશિ પર અધિકાર, ૭. લાભ અને વિવિધ ઉપલબ્ધિઓ અને ૮, અધિકાર, સ્વામીત્વ અને ઐશ્વર્યની પ્રાપ્તિ. પરંતુ અહંકારી વ્યક્તિત્વ ઉપર્યુક્ત સમગ્ર ક્ષમતાઓથી અથવા આમાંથી કોઈ વિશેષ ક્ષમતાઓથી વંચિત રહે છે. ૮. અંતરાય કર્મ : અભીષ્ટની ઉપલબ્ધિમાં બાધા પહોંચાડનાર કારણને અંતરાય કર્મ કહે છે. તે પાંચ પ્રકારનાં છે. દાનાંતરાય : દાન આપવાની ઈચ્છા થવા પર પણ દાન ન આપી શકાય. લાભાંતરાય : કોઈ વસ્તુ આદિની પ્રાપ્તિ થવાની હોય પરંતુ કોઈ કારણથી તેમાં બાધા આવી જાય. ૩. ભોગાંતરાય : ભોગમાં બાધા ઉપસ્થિત થવા જેમ વ્યક્તિ સંપન્ન હોય, ભોજનગૃહમાં સારુ સુસ્વાદુ ભોજન પણ બનેલ હોય પરંતુ અસ્વસ્થતાનાં કારણે તેને માત્ર ખિચડી જ ખાવી પડે. ૪, ઉપ-ભોગાંતરાય : ઉપભોગની સામગ્રી હોવા છતાં પણ ઉપભોગ કરવામાં અસમર્થતા. ૫. વીર્યાન્તરાય : શક્તિ હોવા છતાં પણ પુરૂષાર્થમાં તેનો ઉપયોગ ન કરી શકાય. (તત્વાર્થ સૂત્ર-૮,૧૪) જૈન નીતિ-દર્શનનાં અનુસાર જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનાં દાન, લાભ, ભોગ, ઉપભોગ શક્તિનાં ઉપયોગમાં બાધક બને છે તે પણ પોતાની સામગ્રી અને શક્તિઓનો સમુચિત ઉપયોગ કરી શકતા નથી. જેમ કોઈ વ્યક્તિ કોઈ દાન આપનાર વ્યક્તિને દાન પ્રાપ્ત કરનારી સંસ્થાના વિષયમાં ખોટી સૂચના આપીને અથવા અન્ય પ્રકારની દાન આપવાથી રોકી દે છે. અથવા કોઈ ભોજન કરતા વ્યક્તિને ભોજન પરથી ઉઠાડી દે છે તો તેની ઉપલબ્ધિઓમાં પણ બાધા ઉપસ્થિત થાય છે. અથવા ભોગ-સામગ્રીનાં હોવા છતાં પણ તે તેનાં ભોગથી વંચિત રહે છે. કર્મગ્રંથના અનુસાર ધર્મ-કાર્યોમાં વિપ્ન ઉત્પન્ન કરનાર અને હિંસામાં તત્પર વ્યક્તિ પણ અંતરાય કર્મનો સંચય કરે છે. તત્વાર્થ સૂત્રનાં અનુસાર પણ વિપ્ન કે બાધા આપવી જ અંતરાય કર્મનાં બંધનું કારણ છે. ઘાતી અને અઘાતી કર્મ : કર્મોનાં આ વર્ગીકરણમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ ચાર કર્મોને ઉઘાતી” અને નામ ગોત્ર આયુષ્ય અને વેદનીય આ ચાર કર્મોન અઘાતી” મનાય છે. ઘાતી કર્મ આત્માના જ્ઞાન, દર્શન, સુખ અને શક્તિ નામના ગુણોનું આવરણ કરે છે. એ કર્મ આત્માની સ્વભાવ દશાને વિકૃત કરે છે. માટે જીવન-મુક્તિમાં બાધક હોય છે. આ ઘાતી કર્મોમાં અવિદ્યારૂપ મોહનીય કર્મ જ આત્મસ્વરૂપની આવરણ-ક્ષમતા, તીવ્રતા અને સ્થિતિકાળની દૃષ્ટિથી પ્રમુખ છે. વાસ્તવમાં મોહ કર્મ જ એક એવું કર્મ-સંસ્કાર છે. જેના કારણે કર્મ બંધનો પ્રવાહ સતત બની રહે છે. મોહનીય કર્મ તે બીજની સમાન છે. જેમાં અંકુરણની શક્તિ છે. જે પ્રમાણે ઉગવા યોગ્ય બીજ હવા પાણી આદિના સહયોગથી પોતાની પરંપરાને વધારતો રહે છે તે પ્રમાણે મોહનીય રૂપી કર્મ-બીજ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય રૂપ હવા, પાણી આદિના સહયોગથી કર્મ-પરંપરાને સતત બનાવી રાખે છે. મોહનીય કર્મ જ જન્મ-મરણ, સંસાર કે બંધનનું મૂળ છે. બાકી ઘાતી કર્મ તેના સહયોગી માત્ર છે એને કર્મોનો સેનાપતિ કહે છે. જે પ્રમાણે સેનાપતિના પરાજીત થવાથી બધી (સર્વ) સેના હતપ્રભ થઈને શીધ્ર પરાજીત થઈ જાય છે. તે પ્રમાણે મોહ કર્મ પર વિજય પ્રાપ્ત કરી લેવાથી 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy