________________
૧. પ્રબલતમ ક્રોધ, ૨. પ્રબલતમ માન, ૩. પ્રબલમ માયા (કપટ), ૪. પ્રબલતમ લોભ, ૫. અતિક્રોધ, ૬. અતિ માન, ૭. અતિમાયા (કપટ), ૮. અતિલોભ, ૯. સાધારણ ક્રોધ, ૧૦. સાધારણ માન, ૧૧. સાધારણ માયા (કપટ), ૧૨. સાધારણ લોભ, ૧૩. અલ્પક્રોધ, ૧૪. અલ્પમાન, ૧૫. અલ્પ માયા (કપટ) અને ૧૬. અલ્પ લોભ એ સોળ કષાય છે. ઉપર્યુક્ત કષાયોને ઉત્તેજીત કરનારી નવમનોવૃત્તિઓ (ઉપકષાય) છે- ૧. હાસ્ય, ૨. રતિ (સ્નેહ, રાગ) ૩. અરતિ (દ્રષ), ૪. શોક, ૫. ભય, ૬. જુગુપ્સા (ઘણા), ૭. સ્ત્રીવેદ (પુરુષસહવાસની ઈચ્છા) ૮. પુરૂષવેદ (સ્ત્રી સહવાસની ઈચ્છા), ૯. નપુંસકવેદ (સ્ત્રી-પુરુષ બંનેના સહવાસની ઈચ્છા.)
મોહનીય કર્મ વિવેકાભાવ છે અને તે જ વિવેકાભાવને કારણે અશુભની તરફ પ્રવૃત્તિની રૂચિ થાય છે. અન્ય પરંપરાઓમાં જે સ્થાન અવિદ્યાનું છે તે જ સ્થાન જૈન પરંપરામાં મોહનીય કર્મનું છે. જે પ્રમાણે અન્ય પરંપરાઓમાં બંધનનું મૂળ કારણ અવિદ્યા છે તે જ પ્રમાણે જૈન પરંપરામાં બંધનનું મૂળ કારણ મોહનીય કર્મ છે મોહનીય કર્મનો યોપશમ જ આધ્યાત્મિક વિકાશનો આધાર છે. ૫. આયુષ્ય કર્મ :
જે પ્રમાણે બેડી સ્વાધીનતામાં બાધક છે. તે પ્રમાણે જે કર્મ પરમાણુ આત્માને વિભિન્ન આયુષ્ય કર્મ કહેવામાં આવે છે. આ કર્મ નિશ્ચય કરે છે કે આત્માને ક્યા શરીરમાં કેટલા સમય સુધી રહેવું છે. આયુષ્ય કર્મ ચાર પ્રકારના છે. ૧. નરક આયુ, ૨. તિર્યંચ આયુ, (વનસ્પતિ અને પશુજીવન), ૩. મનુષ્ય આપ્યું અને ૪. દેવ આયુ.
આયુષ્ય કર્મ બંધનના કારણ :
બધા પ્રકારનાં આયુષ્ય કર્મનાં બંધનું કારણ શીલ અને વ્રતથી રહિત થવુ મનાયેલ છે. છતાં પણ ક્યા પ્રકારના આચરણથી કયા પ્રકારનું જીવન મળે છે તેનો નિર્દેશ પણ જૈન આગમોમાં ઉપલબ્ધ છે. સ્થાનાંગ સૂત્રમાં પ્રત્યેક પ્રકારનાં આયુષ્ય કર્મના બંધના ચાર-ચાર કારણ માનેલ છે -
(ક) નારકી જીવનની પ્રાપ્તિનાં ચાર કારણ : ૧. મહારંભ ( ભયાનક હિંસક કર્મ). ૨. મહાપરિગ્રહ (અત્યધિક સંચયવૃત્તિ) ૩. મનુષ્ય, પશુ આદિનો વધ કરવો. ૪. માંસાહાર અને શરાબ આદિ નશીલા પદાર્થનું સેવન. (ખ) તિર્યંચ પાશવિક જીવનની પ્રાપ્તિનાં ચાર કારણ :
૧. કપટ કરવું ૨. રહસ્યપૂર્ણ કપટ કરવું, ૩. અસત્ય ભાષણ, ૪. ઓછું-વધારે માપ કરવું. કર્મગ્રંથમાં પ્રતિષ્ઠા ઓછી થવાના ભયથી પાપને પ્રગટ ન કરવુ તે પણ તિર્યંચ આયુના બંધનું કારણ માનેલ છે. તત્વાર્થ સૂત્રમાં માયા(કપટ)ને જ પશુયોનિનું કારણ બતાવેલ છે.
(ગ) માનવ જીવનની પ્રાપ્તિનાં ચાર કારણ : ૧, સરળતા, ૨. વિનયશીલતા, ૩. કરૂણા અને ૪. અહંકાર અને માત્સર્યથી રહિત થવું.
તત્વાર્થ સૂત્રમાં ૧ અલ્પ આરંભ, ૨. અલ્પ પરિગ્રહ, ૩. સ્વભાવની સરળતા અને ૪. સ્વભાવની મૃદુતાને મનુષ્ય આયુના બંધનું કારણ કહેલ છે.
(ઘ) દૈવીય જીવનની પ્રાપ્તિના ચાર કારણ :
૧. સરાગ (સકામ) સંયમનું પાલન, ૨. સંયમનું આંશિક પાલન, ૩. સકામ તપસ્યા (બાળ-ત૫), ૪. સ્વાભાવિક રૂપમાં કર્મોની નિર્જરા હોવાથી તત્વાર્થ સૂત્રમાં પણ આજ કારણ માનેલ છે. કર્મગ્રંથનાં અનુસાર અવિરત સમ્યક્દષ્ટિ મનુષ્ય કે તિર્યંચ, દેશવિરત શ્રાવક, સરાગી સાધુ, બાળ તપસ્વી અને ઈચ્છા ન હોવા છતાં પણ પરિસ્થિતિવશ ભૂખ-પ્યાસ આદિને સહન કરતા અકામ-નિર્જરા કરનાર વ્યક્તિ દેવાયુનો બંધ કરે છે.
આકસ્મિક મરણ :
પ્રાણી પોતાના જીવનકાળમાં પ્રત્યેક ક્ષણ આયુ-કર્મને ભોગવી રહ્યો છે અને પ્રત્યેક ક્ષણમાં આયુ-કર્મનાં પરમાણુ ભોગના પશ્ચાત્ પૃથફ થતા રહે છે. જે સમયે વર્તમાન આયુ-કર્મનાં પૂર્વબદ્ધ સમસ્ત પરમાણુ આત્માથી પૃથક્ થઈ જાય છે.
64
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org