________________
૫.
૬.
૭.
..
જે કોઈ ત્રસ પ્રાણીના મસ્તકનું છેદન કરીને મારે છે.
જે કોઈ ત્રસ પ્રાણીને છલ કરી મારીને હંસે છે.
જે માયાચાર કરીનેતથા અસત્ય બોલીને પોતાના અનાચાર છુપાવે છે.
જે પોતાના દુરાચારને છુપાવીને બીજા ૫૨ કલંક લગાવે છે.
૯.
જે કલહ વધશે એમ જાણવા છતાં મિશ્ર ભાષા બોલે છે.
૧૦. જે પતિ-પત્નીમાં મતભેદ પેદા કરે છે તથા તેને માર્મિક વચનોથી ભેદી દે છે.
૧૧. જે સ્ત્રીમાં આસક્ત વ્યક્તિ પોતે-પોતાને કુંવારો કહે છે.
૧૨. જે અત્યંત કામુક વ્યક્તિ પોતે-પોતાને બ્રહ્મચારી કહે છે.
૧૩. જે ચાપલુસી કરીને પોતાના સ્વામીને ઠગે છે.
૧૪. જે જેની કૃપાથી સમૃદ્ધ બનેલ છે. ઈર્ષ્યાથી તેના જ કાર્યોમાં વિઘ્ન નાંખે છે.
૧૫. જે પ્રમુખ પુરૂષની હત્યા કરે છે.
૧૬. જે સંયમીને પથભ્રષ્ટ કરે છે.
૧૭. જે પોતાના ઉપકારીની હત્યા કરે છે.
૧૮. જે પ્રસિદ્ધ પુરૂષની હત્યા કરે છે.
૧૯. જે મહાન્ પુરૂષોની નિંદા કરે છે.
૨૦. જે ન્યાય માર્ગની નિંદા કરે છે.
૨૧. જે આચાર્ય, ઉપાધ્યાય અને ગુરૂની નિંદા કરે છે.
૨૨. જે આચાર્ય ઉપાધ્યાય અને ગુરૂનો અવિનય કરે છે.
૨૩. જે અબહુશ્રુત હોવા છતાં પણ પોતે પોતાને બહુશ્રુત કહે છે.
૨૪. જે તપસ્વી ન હોવા છતાં પણ પોતે પોતાને તપસ્વી કહે છે.
૨૫. જે અસ્વસ્થ આચાર્ય આદિની સેવા કરતા નથી.
૨૬. જે આચાર્ય આદિ કુશાસ્ત્રનું પ્રરૂપણ કરે છે.
૨૭. જે આચાર્ય આદિ પોતાની પ્રશંસાના માટે મંત્રાદિનો પ્રયોગ કરે છે.
૨૮. જે ઈહલોક અને પરલોકમાં ભોગોપભોગ પામવાની અભિલાષા કરે છે.
૨૯. જે દેવતાઓની નિંદા કરે છે કે કરાવે છે.
૩૦. જે અસર્વજ્ઞ હોવા છતાં પણ પોતે-પોતાને સર્વજ્ઞ કહે છે.
(અ) દર્શનમોહ :
જૈન દર્શનમાં દર્શન શબ્દ ત્રણ અર્થોમાં પ્રયુક્ત થયેલ છે. ૧. પ્રત્યક્ષીકરણ, ૨. દૃષ્ટિકોણ અને ૩ શ્રદ્ધા. પ્રથમ અર્થનો સંબંધ દર્શનાવરણીય કર્મથી છે. જ્યારે બીજા અને ત્રીજાના અર્થનો સંબંધ મોહનીય કર્મ છે. દર્શનમોહનાં કારણે પ્રાણીમાં સમ્યક્ દૃષ્ટિકોણનો અભાવ થાય છે. અને તે મિથ્યા ધારણાઓ અને વિચારોનો શિકાર રહે છે. તેની વિવેક બુદ્ધિ અસંતુલિત હોય છે. દર્શનમોહ ત્રણ પ્રકારના છે -
૧. મિથ્યાત્વ મોહ : જેના કારણે પ્રાણી અસત્યને સત્ય તથા સત્યને અસત્ય સમજે છે. શુભને અશુભ અને અશુભને શુભ માનવું મિથ્યાત્વ મોહ છે.
સમ્યક્ - મિથ્યાત્વ મોહ : સત્ય અને અસત્ય તથા શુભ અને અશુભનાં સંબંધમાં અનિશ્ચયાત્મકતા. સમ્યક્ત્વ મોહ : ક્ષાયિક સમ્યક્ત્વની ઉપલબ્ધિમાં બાધક સમ્યક્ત્વ મોહ છે. અર્થાત્ દૃષ્ટિકોણની આંશિક વિશુદ્ધતા.
(બ) ચારિત્ર મોહ :
ચારિત્રમોહનાં કારણે પ્રાણીનું આચરણ અશુભ હોય છે. ચારિત્રમોહ જનિત અશુભાચરણ ૨૫ પ્રકારનાં છે.
૨.
૩.
Jain Education International
63
For Private
Personal Use Only
www.jainelibrary.org