________________
૪
અસાતા વેદનીય કર્મનાં કારણ :
અશુભ આચરણોનાં કારણે પ્રાણીને દુઃખ સંવેદના પ્રાપ્ત થાય છે, તે બાર પ્રકારની છે.
કોઈપણ પ્રાણીને દુ:ખ આપવું. ૨. ચિંતિત બનાવવા. ૩. શોકાકુળ બનાવવા. ૪. રડાવવું. ૫. મારવું અને ૬. પ્રતાડિત કરવા.
આ છ ક્રિયાઓની મંદતા અને તીવ્રતાના આધાર પર આનાં બાર પ્રકાર થઈ જાય છે. તત્વાર્થ સૂત્રનાં અનુસાર ૧. દુ:ખ, ૨. શોક, ૩. તાપ, ૪. આજંદન, ૫. વધ અને ૬. પરિવેદન. આ છ અશાતાવેદનીય કર્મનાં બંધનું કારણ છે. જે સ્વ અને પરની અપેક્ષાથી બાર પ્રકારનાં થઈ જાય છે. સ્વ અને પરની અપેક્ષા પર આધારિત તત્વાર્થસૂત્રનો આ દષ્ટિકોણ વધારે સંગત છે. કર્મગ્રંથમાં સાતવેદનીયના બંધનાં કારણોનાં વિપરીત ગુરૂનો અવિનય, અક્ષમા, ક્રૂરતા, અવિરતિ, યોગાભ્યાસ ન કરવો. કષાય યુક્ત થવું તથા દાન અને શ્રદ્ધાનો અભાવ અશાતાવેદનીય કર્મના કારણે મનાય છે. આ ક્રિયાઓનાં વિપાકનાં રૂપમાં આઠ પ્રકારની દુઃખદ સંવેદનાઓ પ્રાપ્ત થાય છે.
૧. કર્ણ-કટ, કર્કશ સ્વર સાંભળવા મળે છે. ૨. અમનોજ્ઞ અને સૌંદર્ય-વિહીન રૂપ જોવા મળે છે.
અમનોજ્ઞ ગંધોની ઉપલબ્ધિ થાય છે. સ્વાદવિહીન ભોજનાદિ મળે છે.
અમનોજ્ઞ, કઠોર અને દુઃખદ સંવેદના ઉત્પન્ન કરનાર સ્પર્શની પ્રાપ્તિ થાય છે. ૬. અમનોજ્ઞ માનસિક અનુભૂતિઓનું થવું. ૭. નિંદા અપમાનજનક વચન સાંભળવા મળે છે અને
૮. શરીરના વિવિધ રોગોની ઉત્પત્તિથી શરીરને દુઃખદ સંવેદનાઓ પ્રાપ્ત થાય છે. ૪. મોહનીય કર્મ :
જેમ મદિરા આદિ નશીલી વસ્તુના સેવનથી વિવેક-શક્તિ આવૃત્ત થઈ જાય છે. તે પ્રમાણે જે કર્મ-પરમાણુઓથી આત્માની વિવેક-શક્તિ આવૃત્ત થાય છે અને અનૈતિક આચરણમાં પ્રવૃત્તિ થાય છે. તેને મોહનીય (વિમોહિત કરનાર) કર્મ કહે છે. આના બે ભેદ છે - દર્શનમોહ અને ચારિત્રમોહ.
મોહનીય કર્મ બંધના કારણ :
સામાન્યતયા મોહનીય કર્મનાં બંધ છ કારણોથી થાય છે. ૧. ક્રોધ, ર. અહંકાર, ૩. કપટ, ૪, લોભ, ૫. અશુભાચરણ અને ૬. વિવેકાભાવ. (વિમૂઢતા) પ્રથમ પાંચથી ચારિત્રમોહનાં અને અંતિમથી દર્શનમોહનો બંધ થાય છે. કર્મગ્રંથમાં દર્શનમોહ અને ચારિત્રમોહના બંધનાં અલગ-અલગ કારણ બતાવેલ છે. દર્શનમોહનાં કારણ છે- ઉન્માર્ગદશના, સન્માર્ગનો અપલાપ, ધાર્મિક સંપત્તિનું અપહરણ અને તીર્થંકર અને ધર્મ સંઘના પ્રતિકૂળ આચરણ. ચારિત્રમોહ કર્મના બંધનનાં કારણોમાં કપાય, હાસ્ય, આદિ તથા વિષયોના આધીન થવું પ્રમુખ છે. તત્વાર્થ સૂત્રમાં સર્વજ્ઞ, શ્રુત, સંઘ, ધર્મ અને દેવના અવર્ણવાદ (નિંદા)ને દર્શનમોહનું તથા કષાયજનિત આત્મા-પરિણામને ચારિત્રમોહનું કારણ માનેલ છે. સમવાયાંગ સૂત્રમાં તીવ્રતમ મોહકર્મના બંધના ત્રીસ કારણ બતાવેલ છે - ૧. જે કોઈ ત્રસ પ્રાણીને પાણીમાં નાંખીને મારે છે.
જે કોઈ ત્રસ પ્રાણીને તીવ્ર અશુભ અધ્યવસાયથી મસ્તકને ભીનું ચામડું બાંધીને મારે છે. જે કોઈ ત્રસ પ્રાણીને મુખ બાંધીને મારે છે. જે કોઈ ત્રણ પ્રાણીને અગ્નિના ધુમાડાથી મારે છે.
નં *
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
62 Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org