________________
કર્મની વિભિન્ન અવસ્થાઓ :
જૈન દર્શનમાં કર્મોની વિભિન્ન અવસ્થાઓ પર ચિંતન થયેલ છે. અને બતાવેલ છે કે કર્મનાં બંધ અને વિપાક (ઉદય)ના વચમાં કઈ-કઈ અવસ્થાઓ ઘટિત થઈ શકે છે. ફરીથી તે કેટલી સીમા સુધી આત્મ સ્વાતંત્ર્યને કુંઠિત કરે છે. અથવા કેટલી સીમા સુધી આત્મ-સ્વાતંત્ર્યને અભિવ્યક્ત કરે છે. આની ચર્ચા પણ કરેલ છે. તે અવસ્થાઓ નીચે પ્રમાણે છે -- ૧, બંધ : કષાય અને યોગનાં ફળસ્વરૂપ કર્મ-વર્ગણાનાં પુદગલોનો આત્મ-પ્રદેશોથી જે સંબંધ સ્થાપિત થાય
છે. તેને બંધ કહેવામાં આવે છે. સંક્રમણ : એક કર્મનાં અનેક અવાજોર ભેદ હોય છે. જૈન કર્મ-સિદ્ધાન્તનાં અનુસાર કર્મનો એક ભેદ પોતાના સજાતીય બીજા ભેદમાં બદલી શકે છે. અવાન્તર કર્મ-પ્રકૃતિઓનાં આ અદલબદલને સંક્રમણ કહેવાય છે. સંક્રમણમાં આત્મા પૂર્વબદ્ધ કર્મ-પ્રકૃતિનાં નવીન કર્મ-પ્રકૃતિનો બંધ કરતી વખતે રૂપાન્તરણ કરે છે. ઉદાહરણના રૂપમાં પૂવબદ્ધ દુઃખદ સંવેદન રૂપ અશાતાવેદનીય કર્મનાં નવીન શાતાવેદનીય કર્મનો બંધ કરતી વખતે શાતા વેદનીય કર્મનાં રૂપમાં સંક્રમણ કરી શકાય છે. સંક્રમણની આ ક્ષમતા આત્માની પવિત્રતાની સાથે વધે છે. આત્મા જેટલી પવિત્ર હોય છે. તેમાં સંક્રમણની ક્ષમતા પણ એટલી જ વધારે હોય છે. આત્મામાં કર્મ-પ્રકૃતિઓનાં સંક્રમણનું સામર્થ્ય એમ બતાવ્યો છે કે જ્યાં અપવિત્ર આત્માઓ પરિસ્થિતિઓની દાસ હોય છે. તે જ પવિત્ર આત્મા પરિસ્થિતિઓની સ્વામી હોય છે. અહીં એ પણ ખ્યાલમાં છે કે પ્રથમ તો મૂળ કર્મ-પ્રકૃતિઓનું એક બીજામાં ક્યારે પણ સંક્રમણ થતું નથી. જેમ જ્ઞાનાવરણ દર્શનાવરણમાં બદલાતુ નથી. માત્ર એટલું જ નહીં દર્શનમોહ કર્મ, ચારિત્રમોહકર્મ અને આયુષ્ય કર્મની અવાત્તર પ્રવૃતિઓનું પણ પરસ્પર સંક્રમણ થતું નથી. ઉદ્વર્તન : નવીન બંધ કરતી વખતે આત્મા પૂર્વબદ્ધ કર્મોની કાળ-મર્યાદા (સ્થિતિ) અને તીવ્રતા (અનુભાગ)ને વધારી પણ શકે છે. કાળ-મર્યાદા અને તીવ્રતાને વધારવાની એ પ્રક્રિયાને ઉદ્દવર્તના કહેવામાં આવે છે. અપવર્તન : નવીન બંધ કરતી વખતે પૂર્વબદ્ધ કર્મોની કાળ-મર્યાદા (સ્થિતિ) તીવ્રતા (અનુભાગ)ને ઘટાડી પણ શકાય છે. તેને અપર્વતના કહે છે. સત્તા : કર્મના બદ્ધ થયા પછી તથા તેના વિપાકના પૂર્વ વચ્ચેની અવસ્થા સત્તા કહેવાય છે. સત્તાકાળ
માં કર્મ અસ્તિત્વમાં તો રહે છે. પરંતુ તે સક્રિય થતા નથી. ૬. ઉદય : જ્યારે કર્મ પોતાનું ફળ આપવાનું પ્રારંભ કરે છે. તો તે અવસ્થા ઉદય કહેવાય છે. ઉદય બે
પ્રકારના માનેલ છે- ૧. વિપાકોદય અને ૨. પ્રદેશોદય. કર્મનું પોતે પોતાને ફળની ચેતન અનુભૂતિ કરાવ્યા વગર નિર્જરિત થવુ પ્રદેશોદય કહેવાય છે. જેમ અચેતન અવસ્થામાં શલ્ય ક્રિયાની વેદનાની અનુભૂતિ થતી નથી. પરંતુ વેદનાની ઘટના ઘટિત થાય છે. તે પ્રમાણે પોતાના ફળાનુભૂતિ કરાવ્યા વગર જે કર્મ પરમાણુ આત્માથી નિર્જરિત થાય છે તેનો ઉદય પ્રદેશોદય થાય છે. આનાથી વિપરીત જે કર્મોની પોતાના વિપાકનાં સમયે ફળાનુભૂતિ થાય છે. તેનો ઉદય વિપાકોદય કહેવાય છે. જ્ઞાતવ્ય છે કે વિપાકોદયમાં પ્રદેશોદય અનિવાર્ય રૂપથી થાય છે પરંતુ પ્રદેશોદયમાં વિપાકોદય હોય, તે આવશ્યક નથી. ઉદીરણા : પોતાના નિયતકાળથી (પૂર્વ જ) પહેલા જ પૂર્વબદ્ધ કર્મોને પ્રયાસપૂર્વક ઉદયમાં લાવીને તેના ફળોને ભોગવવું ઉદીરણા છે. જ્ઞાતવ્ય છે કે જે કર્મ-પ્રકૃતિનો ઉદય કે ભોગ ચાલી રહ્યો છે તે તેની સજાતીય
કર્મ-પ્રકૃતિની જ ઉદીરણા સંભવ હોય છે. ૮. ઉપશમન : ઉદયમાં આવી રહેલા કર્મોના ફળ આપવાની શક્તિને થોડા સમય માટે દબાવી દેવુ અથવા
કાળ વિશેષના માટે તેને ફળ આપવાથી અસમર્થ બનાવી દેવુ તે ઉપશમન છે. ઉપશમનમાં કર્મની સત્તા
૧. (ક) જુઓ - ઉત્તરાધ્યયન સૂત્ર સંપાદક મધુકર મુનિ. ૪૪ ૨૩/૧૧
(ખ) ભગવતી સૂત્ર, ૧/૨/૬૪.
SSSSSSSSSSSSSSSSSSSS
56
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org