________________
શકે છે પાપકર્મનું નહિ. કારણ કે પાપકર્મમાં તેની અનુમતિ હોતી નથી. ફરીથી તેના અનુસાર પાપ સીમિત હોય છે. માટે તેનો સંવિભાગ થઈ શકતો નથી. પરંતુ પુણ્યના અપરિમિત હોવાથી તેનો સંવિભાગ સંભવ છે. પરંતુ આ સંબંધમાં જૈનોનો દૃષ્ટિકોણ ભિન્ન છે. એના અનુસાર વ્યક્તિ પોતાના કર્મોના ફળ-વિપાક બીજાને આપી શકતા નથી અને ન તો બીજાનાં શુભાશુભ કર્મોનું ફળ તેને મળી શકે. જૈન દાર્શનિક સ્પષ્ટ રૂપથી એ કહે છે કે કર્મ અને તેનો વિપાક વ્યક્તિના પોતાના સ્વકૃત હોય છે.'
જૈન કર્મ સિદ્ધાંતમાં કર્મફળ સંવિભાગનો અર્થ સમજવા માટે આપણે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણના ભેદને સમજવા જોઈએ. બીજા વ્યક્તિ અમારા સુખ-દુ:ખમાં અને બીજાના સુખ-દુઃખમાં અમે નિમિત્ત થઈ શકીએ છીએ. પરંતુ ભોક્તા અને કર્તા તો તે જ હોય છે. માટે ઉપાદાનની દૃષ્ટિથી તો કર્મ અને તેનો વિપાક અર્થાત્ સુખ-દુઃખનો અનુભવ સ્વકૃત છે. નિમિત્તની દૃષ્ટિથી તેને પરકૃત કહી શકાય છે. પરંતુ નિમિત્ત પોતે પોતાનામાં મહત્ત્વપૂર્ણ નથી. કારણકે કર્મ સંકલ્પ તો અમારૂ પોતાનું જ હોય છે. અને કર્મમાં વિપાકની અનુભૂતિ પણ અમારી જ હોય છે. માટે ઉપાદાન કારણની દૃષ્ટિથી તો કર્મ અને તેના વિપાકમાં સંવિભાગ સંભવ નથી. બીજા વ્યક્તિ અમને ન તો સુખી કે દુઃખી કરી
ને ન તો અમે બીજાને સુખી કે દુઃખી કરી શકીએ. અમે વધારેમાં વધારે બીજાનાં સુખ- દુઃખનાં નિમિત્ત બની શકીએ છીએ. પરંતુ એવી નિમિત્તતા તો ભૌતિક પદાર્થોનાં સંદર્ભમાં પણ થાય છે. સત્યતો એ છે કે કર્મ અને તેનો વિપાક બંને જ વ્યક્તિનાં પોતાના હોય છે.
કર્મ-સિદ્ધાંતની દષ્ટિથી એ પ્રશ્ન પણ મહત્વપૂર્ણ છે કે શું જે કર્મોનો બંધ કરેલ છે. તેનો વિપાક વ્યક્તિને ભોગવવાનો જ હોય છે. જૈન કર્મ-સિદ્ધાંતમાં કર્મોને બે વિભાગોમાં વહેંચેલ છે. ૧. નિયતવિપાકી અને ૨. અનિયતવિપાકી. કેટલાક કર્મ એવા છે કે જેનો જે ફળ-વિપાકને લઈને બંધ કરેલ છે. એજ રૂપમાં તેના ફળના વિપાકનું વેદન કરવું પડે છે. પરંતુ એનાથી અલગ કેટલાક કર્મ એવા પણ હોય છે જેના વિપાકનું વેદન તે જ રૂપમાં કરવાનું હોતું નથી. જે રૂપમાં તેનો બંધ થાય છે. જૈન કર્મ-સિદ્ધાંત માને છે કે જે કર્મ તીવ્ર કષાયોથી ઉદ્ભૂત થાય છે. તેનો બંધ પણ પ્રગાઢ થાય છે અને વિપાક પણ નિયત થાય છે. પારંપરિક શબ્દાવલીમાં તેને નિકાચિત કહેવામાં આવે છે. એના વિપરીત જે કર્મોનાં સંપાદનનાં પાછળ કપાયભાવ અલ્પ હોય છે. તેનું બંધન શિથીલ હોય છે અને તેના વિપાકનું સંવેદન આવશ્યક હોતું નથી. તે તપ અને પશ્ચાત્તાપના દ્વારા પોતાનું ફળ-વિપાક આપ્યા વગર જ સમાપ્ત થઈ જાય છે.
વૈયક્તિક દૃષ્ટિથી સર્વ આત્માઓમાં કર્મ-વિપાક પરિવર્તન કરવાની ક્ષમતા હોતી નથી. ફક્ત એ જ વ્યક્તિ જે આધ્યાત્મિક ઉંચાઈ પર સ્થિત છે તે કર્મ વિપાકમાં પરિવર્તન કરી શકે છે. ફરીથી તે પણ તે જ કર્મોના વિપાકને અન્યથા કરી શકે છે જેનો બંધ અનિયત વિપાકી કર્મમાં રૂપમાં થયેલ છે. નિયત વિપાકી કર્મોનો ભોગ તો અનિવાર્ય છે. આ પ્રમાણે જૈન કર્મ-સિદ્ધાંત પોતાને નિયતિવાદ અને યદચ્છાવાદ બંનેને એકાંગિકતાથી બચાવે છે.
વસ્તુતઃ કર્મ સિદ્ધાંતમાં કર્મ-વિપાકની નિયતતા અને અનિયતતાના વિરોધી ધારણાઓના સમન્વયના અભાવમાં નૈતિક જીવનની યથાર્થ વ્યાખ્યા સંભવ હોતી નથી. જો એકાંત રૂપથી કર્મ-વિપાકની નિયતતાનો સ્વીકાર કરાય છે તો નૈતિક આચરણનું જો નિષેધાત્મક રૂપમાં થોડુંક સામાજિક મૂલ્ય બની રહે, પરંતુ તેનો વિધાયક મૂલ્ય તો પૂર્ણતઃ સમાપ્ત થઈ જાય છે. કારણકે નિયત ભવિષ્યના બદલવાનું સામર્થ્ય નૈતિક જીવનમાં રહેતું નથી. બીજુ જ કર્મોને પૂર્ણરૂપથી અનિયત વિપાકી માનવામાં આવે તો નૈતિક વ્યવસ્થાનો કોઈ અર્થ રહેતો નથી. વિપાકની પૂર્ણ નિયતતા માનવાથી નિર્ધારણવાદ અને વિપાકની પૂર્ણ અનિયતતા માનવાથી અનિર્ધારણવાદની સંભાવના થશે. પરંતુ બંનેની ધારણાઓ એકાંતિક રૂ૫માં નૈતિક જીવનની વ્યાખ્યા કરવામાં અસમર્થ છે. માટે કર્મ-વિપાકની આંશિક નિયતતા જ એક તર્ક-સંગત દષ્ટિકોણ છે. જે નૈતિક દર્શનની સમ્યક્ વ્યાખ્યા પ્રસ્તુત કરે છે. ૧. (અ) મહાભારત :શાંતિપર્વ (ગીતા પ્રેસ, ગોરખપુર) પૃ. ૧૨૯
(બ) તિલક, લોકમાન્ય બાલગંગાધર, ગીતારહસ્ય, પૃ. ૨૬૮ ૨. આચાર્ય નરેન્દ્રદેવ, બૌદ્ધ ધર્મ દર્શન. પૃ. ૨૭૭
રાજા જા
જાડાવાડા SSSSSSSSS
55
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org