________________
શકતા નથી. તે જ પ્રમાણે કર્મનો અમૂર્ત આત્મા પર પણ કોઈ પ્રભાવ હોઈ શકતો નથી. જૈન દાર્શનિક એવું માને છે કે જેમ અમૂર્ત જ્ઞાનાદિ ગુણો પર મૂર્ત મદિરાદિનો પ્રભાવ પડે છે. તેવી જ રીતે અમૂર્ત જીવ પર પણ મૂર્ત કર્મનો પ્રભાવ પડે છે. ઉપરનાં પ્રશ્નનો બીજી રીતે તર્ક-સંગત અને નિર્દોષ સમાધાન એ પણ છે કે કર્મના સંબંધથી આત્મા કદાચિત્ મૂર્ત પણ છે. કારણકે સંસારી આત્મા અનાદિકાળથી કર્મદ્રવ્યથી સંબંધિત છે. એ અપેક્ષાથી આત્મા સર્વથા અમૂર્ત નથી. પરંતુ કર્મથી સંબંધ હોવાના કારણે સ્વરૂપથી અમૂર્ત હોવા છતાં પણ વાસ્તવમાં કદાચિતું મૂર્તિ છે. એ દૃષ્ટિથી પણ આત્મા પર મૂર્ત કર્મનો ઉપઘાત, અનુગ્રહ અને પ્રભાવ પડે છે. વાસ્તવમાં જેના પર કર્મ-સિદ્ધાંતનો નિયમ લાગુ પડે છે તે વ્યક્તિત્વ અમૂર્ત નથી અમારું વર્તમાન વ્યક્તિત્વ શરીર (ભૌતિક) અને આત્મા (અભૌતિક)નો એક વિશિષ્ટ સંયોગ છે. શરીરી આત્મા ભૌતિક બાહ્ય તથ્યોથી અપ્રભાવિત રહી શકતા નથી. જ્યાં સુધી આત્મા-શરીર (કર્મ-શરીર)નાં બંધનથી મુક્ત થતી નથી ત્યાં સુધી તે પોતાને ભૌતિક પ્રભાવોથી પૂર્ણતઃ અપ્રભાવિત રાખી શકતી નથી. મૂર્ત શરીરનાં માધ્યમથી જ તેના પર મૂર્ત કર્મનો પ્રભાવ પડે છે.
આત્મા અને કર્મ-વર્ગણાઓમાં વાસ્તવિક સંબંધ સ્વીકાર કરવાથી એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે મુક્ત અવસ્થામાં પણ જડ કર્મ વર્ગણાઓ આત્માને પ્રભાવિત કર્યા વગર રહેતી નથી. કારણકે મુક્તિક્ષેત્રમાં પણ કર્મ-વર્ગણાઓનું અસ્તિત્વ તો છે જ. આના સંદર્ભમાં જૈન આચાર્યોનો ઉત્તર એ છે કે જે પ્રમાણે કાદવમાં પડેલ લોખંડને જંગ લાગે છે. પરંતુ સ્વર્ણને નહિ, તેજ પ્રમાણે જડ-કર્મ પુદ્ગલ આત્માને વિકારી બનાવી શકે છે. જે રાગ-દ્વેષથી અશુદ્ધ છે. વાસ્તવમાં જ્યાં સુધી આત્મા ભૌતિક શરીરથી યુક્ત હોય છે. ત્યાં સુધી કર્મ-વર્ગણાના પુદગલ તેને પ્રભાવિત કરી શકે છે. આત્મામાં પૂર્વથી ઉપસ્થિત કર્મ-વર્ગણાના પુદ્ગલ જ બાહ્ય જગતના કર્મ-વર્ગણાઓને આકર્ષિત કરી શકે છે. મુક્ત અવસ્થામાં આત્મા અશરીરી હોય છે. માટે તેને કર્મવર્ગણાનાં પુદગલ પ્રભાવિત કરવામાં સમર્થ થતા નથી. કર્મ અને એના વિપાકની પરમ્પરા :
- કર્મ અને તેના વિપાકની પરંપરાથી જ આ સંસાર ચક્ર પ્રવર્તિત થાય છે. દાર્શનિક દૃષ્ટિથી એ પ્રશ્ન મહત્વપૂર્ણ છે કે કર્મ અને આત્માનો સંબંધ કયારથી થયો ? જો અમે એ સંબંધ સાદિ અર્થાત્ કાળ વિશેષમાં થયો એવું માનીએ છીએ તો એ માનવું પડશે કે એના પહેલાં આત્મા મુક્ત હતી. જો મુક્ત આત્માને બંધનમાં આવવાની સંભાવના હોય તો પછી મુક્તિનું કોઈ મૂલ્ય જ ન રહે. જો એવુ મનાય કે આત્મા અનાદિકાળથી બંધનમાં છે તો પછી એ માનવું પડશે કે જો બંધન અનાદિ છે તો તે અનંત પણ હશે. એવી સ્થિતિમાં મુક્તિની સંભાવના જ સમાપ્ત થઈ જશે.
જૈન દાર્શનિકોએ આ સમસ્યાનું સમાધાન એ રૂપમાં કર્યું છે કે કર્મ અને વિપાકની આ પરંપરા કર્મ વિશેની અપેક્ષાથી તો સાદિ અને શાન્ત છે. પરંતુ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અને અનંત છે. ફરીથી કર્મ અને વિપાકની પરંપરાનો આ પ્રવાહ પણ વ્યક્તિ વિશેષની દૃષ્ટિથી અનાદિ છે. અનંત નથી. કારણકે પ્રત્યેક કર્મ પોતાના બંધનની દૃષ્ટિથી સાદિ છે. કદાચ વ્યક્તિ નવીન કર્મોનું આગમન રોકી શકે તો એ પરંપરા સ્વયમેવ જ સમાપ્ત થઈ જશે. કારણ કે કર્મ-વિશેષ તો સાદિ છે જ અને જે સાદિ છે તે ક્યારેક સમાપ્ત થશે જ.
જૈન દાર્શનિકોના અનુસાર રાગ-દ્વેષ રૂપી કર્મબીજનો નાશ થવા પર કર્મ પ્રવાહની પરંપરા સમાપ્ત થઈ જાય છે. કર્મ અને વિપાકની પરંપરાના સંબંધમાં કદાચ એક એવો દૃષ્ટિકોણ છે જેના આધાર પર બંધનનું અનાદિત્ય અને મુક્તિથી અનાવૃત્તિની સમુચિત વ્યાખ્યા સંભવ છે. કર્મફળ સંવિભાગનો પ્રશ્ન :
શું એક વ્યક્તિ પોતાના શુભાશુભ કર્મોનું ફળ બીજાને આપી શકે છે કે નહિ અથવા બીજાનાં કર્મોનું ફળ તેને પ્રાપ્ત થાય છે કે નહિ, એ દાર્શનિક દષ્ટિથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ભારતીય ચિંતનમાં હિંદુ પરંપરા માને છે કે
વ્યક્તિના શુભાશુભ કર્મોનું ફળ તેના પૂર્વજો અને સંતાનોને મળી શકે છે. આ પ્રમાણે તે એ સિદ્ધાંતને માને છે કે કર્મફળનું સંવિભાગ સંભવ છે. આનાથી વિપરીત બૌદ્ધ પરંપરા કહે છે કે વ્યક્તિના પુણ્ય કર્મનું જ સંવિભાગ થઈ
૧. સાગરમલ જૈન, કર્મ-સિદ્ધાંતનું તુલનાત્મક અધ્યયન. પૃ. ૧૭-૧૮
54
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org