________________
.
સમાપ્ત થતી નથી. માત્ર તેને કાળ-વિશેષના માટે ફળ આપવામાં (અક્ષમ) અસમર્થ બનાવી દેવાય છે. આમાં કર્મ રાખથી દબાયેલ અગ્નિ સમાન નિષ્ક્રિય થઈને સત્તામાં બની રહે છે.
૧.
૨.
3.
નિત્તિ : કર્મની તે અવસ્થા નિત્તિ છે. જેમાં કર્મ ન તો પોતે અવાન્તર ભેદોમાં રૂપાન્તરિત કે સંક્રમિત થઈ શકે છે અને ન તો પોતાનું ફળ પ્રદાન કરી શકે છે. પરંતુ કર્મોની સમય-મર્યાદા અને વિપાક-તીવ્રતા(પરિમાણ)ને ઓછું-વધારે કરી શકાય છે. અર્થાત્ આ અવસ્થામાં ઉત્કર્ષણ અને અપકર્ષણ સંભવ છે. સંક્રમણ નહીં.
૧૦, નિકાચના : કર્મોનું બંધન એટલુ પ્રગાઢ થવુ કે તેની કાળ-મર્યાદા અને તીવ્રતામાં કોઈ પણ પરિવર્તન કરી ન શકાય અને ન તો સમયથી પૂર્વ તેનો ભોગ કરી શકાય. તેને નિકાચિત કહેવાય છે. આ દશામાં કર્મનું જે રૂપમાં બંધન થયેલ છે. તેને તે રૂપમાં અનિવાર્યતયા ભોગવવુ જ પડે છે.
આ પ્રમાણે જૈન કર્મ સિદ્ધાંતમાં કર્મના ફળવિપાકની નિયતતા અને અનિયતતાને સમ્યક્ પ્રકારથી સમન્વિત કરવાનો પ્રયાસ કર્યો છે. તથા એ બતાવેલ છે કે જેમ-જેમ આત્મા કષાયોથી મુક્ત થઈને આધ્યાત્મિક વિકાસની દિશામાં વધે છે. તેમ-તેમ કર્મના ફળ-વિપાકની નિયતતાને સમાપ્ત કરવામાં સક્ષમ થતા જાય છે. કર્મ કેટલા પણ બળવાન હશે એ વાત માત્ર કર્મના બળ પર નિર્ભર નથી. પરંતુ આત્માની પવિત્રતા પર નિર્ભર છે. આ અવસ્થાઓનું ચિત્ર એ પણ બતાવે છે કે કર્મોનો વિપાક કે ઉદય એક અલગ સ્થિતિ છે તથા તેનાથી નવીન કર્મોનો બંધ થવો કે ન થવો એ એક અલગ સ્થિતિ છે. કષાય યુક્ત પ્રમત્ત આત્મા કર્મોનાં ઉદયમાં નવીન કર્મોનો બંધ કરે છે. એનાથી વિપરીત કષાય-મુક્ત અપ્રમત્તે આત્મા કર્મોનાં વિપાકમાં નવીન કર્મોનો બંધ કરતા નથી. માત્ર પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. જૈનદર્શનમાં કર્મ-અકર્મ વિચાર :
કર્મના યથાર્થ સ્વરૂપને સમજવા માટે તેના પર બે દૃષ્ટિઓથી વિચાર કરી શકાય છે
૧. તેની બંધનાત્મક શક્તિના આધાર પર અને
૨.
તેની શુભાશુભતાનાં આધાર પર.
૨
બંધનાત્મક શક્તિનાં આધાર પર વિચાર કરવાથી જાણવા મળે છે કે કેટલાક કર્મ બંધનમાં નાખે છે અને કેટલાક કર્મ બંધનમાં નાખતા નથી. બંધન કર્મોને કર્મ અને અબંધક કર્મોને અકર્મ કહેવાય છે. જૈન દર્શનમાં કર્મ અને અકર્મના યથાર્થ સ્વરૂપનું વિવેચન અમને સર્વપ્રથમ આચારાંગ અને સૂત્રકૃતાંગમાં મળે છે. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે કેટલાક કર્મ અને અકર્મને વીર્ય (પુરૂષાર્થ) કહેવામાં આવે છે. એનું તાત્પર્ય એ છે કે કેટલાક વિચારકોની દૃષ્ટિમાં સક્રિયતા જ પુરૂષાર્થ કે નૈતિકતા છે. જ્યારે બીજા વિચારકોની દૃષ્ટિમાં નિષ્ક્રિયતા જ પુરૂષાર્થ કે નૈતિકતા છે. આ સંબંધમાં મહાવીર પોતાના દૃષ્ટિકોણને પ્રસ્તુત કરતા એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે કે "કર્મનો અર્થ શરીરાદિની ચેષ્ટા અને અકર્મનો અર્થ શરીરાદિની ચેષ્ટાનો અભાવ” એવુ ન માનવુ જોઈએ. તે અત્યંત સીમિત શબ્દોમાં કહે છે કે પ્રમાદ કર્મ છે અને અપ્રમાદ અકર્મ છે. એવું કહીને મહાવીર આ સ્પષ્ટ કરી આપે છે કે અકર્મ નિષ્ક્રિયતા નથી. તે તો સતત જાગરૂકતા છે. અપ્રમત અવસ્થા કે આત્મ-જાગૃતિની દશામાં ક્રિયાશીલતા પણ અકર્મ થઈ જાય છે. જ્યારે પ્રમત્તદશા કે આત્મ-જાગૃતિના અભાવમાં નિષ્ક્રિયતા પણ કર્મ બંધન બની જાય છે. કોઈપણ ક્રિયાનુ બંધકત્વ માત્ર ક્રિયાના થવાથી નથી. પરંતુ તેના પાછળ રહેલ કષાય ભાવો અને રાગ-દ્વેષની સ્થિતિ પર નિર્ભર છે. જૈનદર્શનના અનુસાર રાગ-દ્વેષ અને કષાય જ કોઈપણ ક્રિયાને કર્મ બનાવી દે છે. જ્યારે કષાય અને આસક્તિથી રહિત થઈને કરેલ કર્મ અકર્મ બની જાય છે. મહાવીરે સ્પષ્ટ રૂપથી કહેલ છે કે જે આશ્રવ કે બંધનકારક ક્રિયાઓ છે તેજ અનાશક્તિ અને વિવેકથી સમન્વિત થઈને મુક્તિનું સાધન બની જાય છે.ૐ આ પ્રમાણેજૈન વિચારણામાં કર્મ અને અકર્મ પોતાની બાહ્ય-સ્વરૂપની અપેક્ષાએ કર્તાનાં વિવેક અને મનોવૃત્તિ પર નિર્ભર છે.
સૂત્રકૃતાંગ સૂત્ર
તેજ - ૧|૮|૩
આચારાંગ સૂત્ર - ૧|૪|૨૧
Jain Education International
m
૧૮ ૧-૨
57
For Private & Personal Use Only
www.jainellbrary.org