________________
અપ્રમત્ત છે. સૂત્રકૃતાંગમાં પણ અમને બે ક્રિયાઓનાં બે રૂપોની ચર્ચા મળે છે- ૧. સામ્પરાયિક અને ૨
સામ્પરાયિક અને ૨. ઈર્યાપથિક ૧ રાગ દ્વેષ, ક્રોધ આદિ કષાયોથી યુક્ત ક્રિયાઓ સાંપરાયિકી કહેવાય છે. જ્યારે એનાથી રહિત ક્રિયાઓ ઈર્યાપથિક કહેવાય છે. સાંપરાયિક ક્રિયાઓ બંધનકારક હોય છે. જ્યારે ઈર્યાપથિક બંધનકારક હોતી નથી. આનાથી એ નિષ્કર્ષ પર પહુચીએ છીએ. કે સૂત્રકૃતાંગમાં કયું કર્મ બંધનનું કારણ હશે અને ક્યુ કર્મ બંધનનું કારણ નહિ હોય એની એક કસોટી પ્રસ્તુત કરી દીધેલ છે. આચારાંગ સૂત્રમાં પ્રતિપાદિત મમત્વની અપેક્ષાએ આમાં પ્રમત્તતા અને કષાયના બંધનનું મુખ્ય કારણ માનેલ છે.
જો અમે બંધનના કારણોને ઐતિહાસિક દૃષ્ટિથી વિશ્લેષણ કરીએ તો એવું જાણવા મળે છે કે પ્રારંભમાં મમત્વ (મારાપણા)ને બંધનનું કારણ માનેલ છે. પછી આત્મ-વિસ્મૃતિ કે પ્રમાદને. જ્યારે પ્રમાદની વ્યાખ્યાનો પ્રશ્ન આવ્યો તો સ્પષ્ટ કર્યું કે રાગ-દ્વેષની ઉપસ્થિતિ જ પ્રમાદ છે. માટે રાગ-દ્વેષને બંધનનું કારણ બતાવેલ છે. રાગ-દ્વેષનું કારણ મોહ (મમત્વ) માનેલ છે. માટે ઉત્તરાધ્યયનમાં રાગ-દ્વેષ અને મોહને બંધનનું કારણ બતાવ્યું છે. આમાં મોહ મિથ્યાત્વ અને કષાયનું સંયુક્ત રૂપ છે. પ્રમાદની સાથે આમાં અવિરતિ અને યોગના જોડવાથી બંધનના પાંચ કારણ માનવા લાગ્યા? સમયસાર આદિમાં પ્રમાદને કષાયનું જ એક રૂપ માનીને બંધનના ચાર કારણોનો ઉલ્લેખ મળે છે. આમાં યોગ બંધન કારક હોવા છતાં પણ વાસ્તવમાં જ્યાં સુધી કષાયની સાથે યુક્ત થતુ નથી ત્યાર સુધી બંધનનું કારણ બનતુ નથી. માટે પ્રાચીન ગ્રંથોમાં બંધનનાં કારણોની ચર્ચામાં મુખ્ય રૂપથી રાગ-દ્વેષ (કષાય) અને મોહ (મિથ્યાદષ્ટિ)ની જ ચર્ચા થઈ છે.
જૈન કર્મ- સિદ્ધાંતના ઈતિહાસની દૃષ્ટિથી કર્મ-પ્રકૃતિઓનું વિવેચન પણ મહત્વપૂર્ણ મનાય છે. કર્મની આઠ (અષ્ટ) મૂળ-પ્રકૃતિઓનું સર્વ પ્રથમ નિર્દેશ ઋષિભાષિતના પાર્થ નામનાં અધ્યયનમાં ઉપલબ્ધ થાય છે.' આમાં ૮ પ્રકારની કર્મ ગ્રંથિઓનો ઉલ્લેખ છે. પણ ત્યાં આના નામોની કોઈ ચર્ચા ઉપલબ્ધ થતી નથી. આઠ પ્રકારની કર્મ-પ્રકૃતિઓનાં નામોનો સ્પષ્ટ ઉલ્લેખ અમને ઉત્તરાધ્યયનનાં ૩૩માં અધ્યાયમાં અને સ્થાનાંગમાં મળે છે. સ્થાનાંગની અપેક્ષાએ પણ ઉત્તરાધ્યયનમાં આનું વર્ણન વિસ્તૃત છે. કારણ કે આમાં અવાન્તર કર્મ-પ્રકૃતિઓની ચર્ચા પણ થઈ છે. આમાં જ્ઞાનાવરણીય કર્મની પ, દર્શનાવરણની ૯, વેદનીય કર્મની રે, મોહનીયકર્મની ર અને ૨૮, નામકર્મની ર અને અનેક, આયુષ્ય કર્મની ૪, ગોત્ર કર્મની ર અને અંતરાય કર્મની ૫ અવાન્તર પ્રવૃતિઓનો ઉલ્લેખ મળે છે. આગળ જે કર્મ-સાહિત્ય સંબંધી ગ્રંથ નિર્મિત થયેલ તેમાં નામ કર્મની પ્રકૃતિઓની સંખ્યામાં હજી વધારે વૃદ્ધિ થઈ છે, સાથે જ તેમાં આત્માની કઈ અવસ્થામાં કેટલી કર્મ-પ્રકૃતિઓનો ઉદય, સત્તા, બંધ આદિ હોય છે. તેની પણ ચર્ચા થઈ. વાસ્તવમાં જૈન કર્મ-સિદ્ધાંત ઈ. પૂ.આઠમી સદીથી (શતાબ્દી) લઈને ઈ.સ.ની સાતમી સદી (શતાબ્દી) સુધી લગભગ પંદરસૌ વર્ષની સુદીર્ઘ અવધિમાં વ્યવસ્થિત થઈ રહ્યું છે. આ એક સુનિશ્ચિત સત્ય છે કે કર્મ સિદ્ધાંતનું જેટલું ગહન વિશ્લેષણ જૈન પરંપરાનાં કર્મ-સિદ્ધાંત સંબંધી સાહિત્યમાં થયેલ છે તેટલું અન્યત્ર કોઈ પણ પરંપરામાં થયેલ નથી. કર્મ શબ્દનો અર્થ :
જ્યારે અમે જૈન કર્મ-સિદ્ધાંતની વાત કરીએ છીએ તો અમારેએ સ્મરણ રાખવું જોઈએ કે તેમાં કર્મ શબ્દ એક વિશેષ અર્થમાં પ્રયુક્ત થયેલ છે. તે અર્થ કર્મના તે સામાન્ય અર્થની અપેક્ષાએ અધિક વ્યાપક છે. સામાન્યતયા કોઈપણ
૧. રવિન્દ્રનાથ મિશ્રા, જૈન કર્મસિદ્ધાંતનો ઉદ્દભવ અને વિકાસ (પાર્શ્વનાથ શોધપીઠ, વારાણસી-૫, ૧૯૮૫) પૃ.૯-૧૦ ૨. રા ય સ વિ ચ ન્મ વીર્ય ઉત્તરાધ્યયન-૩૨૭ ૩ (ક) સમવાયાંગ સૂત્ર - ૫૧૪
(ખ) સમાસથ૬ ૯પ (ગ) તત્વાર્થસૂત્ર - ૮/૧ ૪. કુંદકુંદ, સમયસાર, ૧૭૧ ૫. (ક) કવિદં મૂifથ - સિમલિયાડું - ૩૧
(ખ) નવદં સ્મરયમલ્લું - મિસિવાડું - ૨૩
ઉત્તરાધ્યયન સૂત્ર (સં મધુકરમુનિ) ૩૩૨-૩ ૭. તેજ ૩૩૪-૧૫
51
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org